હા આ રીતે પણ વાલ થાય છે
(આભ)
ઉભરાઈ પ્રેમ તો વાદળ ફાટી ને વરસી જાય છે
આજે મેહુલિયા નો ધરતી પર પ્રેમ,
એમ અદકેરો થોડો કહેવાય !
રોજ આવે ગામ આખું નદીની પાડે,
શું કોઈ દી નદી ગામ ને મળવા ન જાય?
એમાં ગામ શું આખું ગભરાઈ જાય?
હા આ રીતે પણ વહાલ થાય.
હેતે કર્યું ચુંબન મેહુલિયા એ ધરતીને
એમાં શું શ્વાસ સમૂળો રુંધાઈ જાય?
આખો ઉનાળો વાટ મારી જોતા, બે બાકડા
આવીને આપ્યો સ્નેહ ભર્યું આલીંગન
નેપલ ભરમાં વળામણા ની વાત ?
કાગળની હોળી એ લઈ આવ્યા હતા
ડૂબી જાય તો એમાં મેહુલિયા નો શોવાક?
પ્રેમની નાપ હોય નહીં ભઇલા,
ક્યારેક ટીપા તો ક્યારેક સાગરિયો થાય,
હા આ રીતે પણ હાલ થાય.
seasat writer (લજામણી)
આ એક સુંદર વ્યક્તિએ લખેલી સુંદર કવિતા છે
આશા છે કે તમને પસંદ પડશે