...." વીર જવાન "
વતન પ્રત્યે વીર જવાનોનો દેખ્યો અજબ પ્યાર છે.
તન, મન, ધન ને પ્રાણ આપવા, સદા રહે તૈયાર છે.
ટાઢ, તડકો, વરસાદ કે, ભલેને આવે આંધી તોફાન,
અડગ મનથી, ઊભા પગે, કાયમ રહ્યાં ટટ્ટાર છે.
દેશનો હર એક નાગરિક, રહે બેફિકર ને નિશ્ચિંત,
માટે સામી છાતીએ દુશ્મનના ઝીલે હર પ્રહાર છે.
પીઠ બતાવી ભાગવું એ તો એમનાં લોહીમાં જ નથી,
જો મળે માભોમ કાજે શહાદત તો પણ સ્વીકાર છે.
ગણવેશને સમજે છે ત્વચા, હાથપગને હથિયાર છે.
ને, તિરંગો તો "વ્યોમ" એમનો, ગર્વીલો શણગાર છે.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.