...." લગ્ન જીવન "
લગ્ન જીવનનું બીજું નામ વિશ્વાસ છે.
પતિ-પત્ની તો એકબીજાનાં શ્વાસ છે.
બંધાયાં જ્યારથી અમે ગઠબંધનમાં,
એકબીજા માટે બની ગયાં ખાસ છે.
હાથ પર હાથ મૂકી થયો હસ્તમેળાપ,
મરણ પર્યંત હવે નિભાવવાનો સાથ છે.
સપ્તપદીનાં સાત ફેરાનાં સાત વચનો,
સાત જન્મ સુધીનો કદમોનો પ્રાસ છે.
બે તન પછી બન્યાં એક આત્મા "વ્યોમ",
લગ્ન જીવનમાં સદા ફેલાયો ઉલ્લાસ છે.
નામ:-✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.