મારાં નાકની નથણીની શું વાત કરું,!
આખા ઘરના આંગણે એના દીદાર કરું.!
ઝાંઝરના ઝણકારથી પણ વધુ અવાજ કરે!
ચૂપ રહું તોયે હું સૌના દિલમાં અવાજ કરું.
ચાંદની રાતે જેમ તારા ચમકે,મુખ મલકે મારું
એમ હું મારા રૂપનો શણગાર તારી આંખે કરું
સૂરજની લાલીમાં ભળી જાય મારાં અંગેઅંગમાં
સાંજના અંધકારમાં પણ હું ચમકાર કરું.
નવરાશના પળોમાં એ મારી સાથે, વાતો કરે
હું એને સ્પર્શીને મારો અવતાર ધન્ય કરું
રાધે રાધે 🙏🌹