હું તને કંઈ કહીશ નહીં, અને તું પણ કંઈ જણાવીશ નહીં...
શબ્દો વચ્ચે રહેલું મૌન
આપણે જ સમજતા રહીશું.
બધું આમ જ ચાલતું રહેશે,
કંઈ કહ્યા વગર, કંઈ માંગ્યા વગર...
ન ફરિયાદ, ન ફરિયાદનો જવાબ,
ફક્ત અધૂરા લાગણીઓનો ભાર.
સમય આગળ વધતો રહેશે,
આપણે આપણાં રસ્તે ચાલતા રહીશું,
પણ ક્યારેક કોઈ એકાંત પળમાં આ દિલ
અચાનક તને શોધી લેશે…
વર્ષો બાદ પણ એટલું તો ચોક્કસ યાદ રહેશે કે "આપણે"
એક બીજા ની ઘણા નજીક હતા
એક - બીજા ના થયા વગર ...!!
- Riddhi Gori💙🤍