હૃદયના તાર ઝણઝણે અને લખાય કવિતા.
ઉરથી આવે એ આંગણે અને લખાય કવિતા.
ખાટા મીઠા અનુભવો જીવનને ઘડનારા હોય,
જેને બસ પોતાના ગણે અને લખાય કવિતા.
ક્યારેક ફફડે તો ક્યારેક તો થઈને આનંદિત,
અંતર જ્યાં ગણગણે અને લખાય કવિતા.
થાય અનુસંધાન ઈશથી અલ્પ સમય માટે,
એક એક પંક્તિને ચણે અને લખાય કવિતા.
પ્રેરણા પરમેશની પ્રેમથી પેપરે પાંગરતી પૂરી,
સંદેશો એ પ્રભુનો ગણે અને લખાય કવિતા.
-ચૈતન્ય જોષી 'દિપક'પોરબંદર.