તારી ક્યાં કદી ભૂલ થઇ છે!! સદાય ભૂલ હું જ કરતો આવ્યો છું.
તારી ક્યાં કદી શરૂઆત હતી સદાય હું જ શરૂઆત કરતો આવ્યો છું.
તારી ક્યાં કદી પહેલ રહી જ્યા મળવાનું ત્યાં હું જ પહોંચ્યો છું.
તું તો સતી સાવિત્રી,સતી અનસૂયા,સતી સીતાના સપનામાં જીવી છે.
ભૂલ મારી થઇ સમજવાની કે હું સત્યવાન,અત્રિ કે રામ સમજી જીવ્યો છું.
દરેક દિવસે તેં નવાં બહાનાં,બતાવી મારા પ્યારની મઝાક બનાવી દીધી છે.
કોને દોષ દઉ બસ એટલું કહું કે ભગવાન સિવાય કોઇને ના ચાહવાની ફરજ પડી છે.
. - વાત્સલ્ય