Gujarati Quote in Religious by Krupa Thakkar #krupathakkar

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“આવો આવો નંદના લાલ, આંખો કરે ઇંતજાર…”
શ્રી શ્યામના ચરણોમાં આ ભજન પ્રેમપૂર્વક અર્પણ. 🌺🦚🙏
લેખન : Krupa Thakkar

ચંદન ચોળ્યા શ્યામને, સુગંધ ભરી દિશામાં,
મોર મુકુટ શોભે માથે, વાંસળી મધુર તાનમાં....

પીળા પીતાંબર લહેરાયા...ગોકુળ ગાયે ગાન,
રાધા સંગે રાસ રમે છે, મોહી લે છે પ્રાણ…

માખણ મિસરી ભોગ ધરી, પ્રેમ થી ભરી થાળ,
નંદ..ઘેર આનંદ થયો છે, આવ્યો મારો ગોપાલ…

યમુના કિનારે બેસી કાનુડો, વગાડે મીઠી વાંસળી
એના સૂર સાંભળી દોડી , આવે ઘેલી સૌ ગોપી …

ચંદનની શીતળ છાંયામાં, મનને મળે આરામ,
એક જ નામ હૃદયમાં વસે છે, “રાધે કૃષ્ણ” નુ નામ…

આવો આવો નંદના લાલ, આંખો કરે ઇંતજાર,
ભક્તો પર કૃપા વરસાવો, ખોલો પ્રેમના દ્વાર…
ચંદન ચોળ્યા શ્યામને, સુગંધ ભરી દિશામાં,
મોર મુકુટ શોભે માથે, વાંસળી મધુર તાનમાં…

🙏 તમારા માટે શ્રી શ્યામ કોણ છે? 💙🦚
કૉમેન્ટમાં “મારા શ્યામ” લખીને તમારા મનની લાગણી જરૂર જણાવજો. 🌸🙏જય શ્રી કૃષ્ણ 💙

Gujarati Religious by Krupa Thakkar #krupathakkar : 112035380
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now