કાલરાત્રી (સાતમું નોરતું)
શ્યામ કાળો વર્ણ તારો
વિખેરાયેલા કાળા વાળ ને
ગળામાં ચમકતી માળા રે...
ગધેડા પર સવાર "માં કાલરાત્રી"
રાક્ષસો,દાનવો, ભૂત - પ્રેત ને
નકારાત્મકતાનો કરે નાશ રે......
ભક્તોનું કરે શુભ મંગળ કલ્યાણ તું
જેથી "શુભંકારી" પણ કહેવાય રે..........
તારી ભક્તિથી ગ્રહદોષને બાધાઓ દૂર થાય જો
તારા આશિષથી માં ભક્તો પાવન થાય રે........
જય માં કાલરાત્રી,જય અંબે માં
સાતમાં નોરતાની શુભકામના:પુષ્પા એસ ઠાકોર