રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ

(2)
  • 84
  • 0
  • 6.1k

આ રચના સંપૂર્ણપણે કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત તથા કોઈપણ ઘટના, ધર્મ, પ્રદેશ સાથે સંબંધ નથી. જો કોઈ સામ્યતા જણાય તો એ સંયોગ માત્ર છે. **************** ડિસેમ્બરની હાડ થીજવી દેતી ઠંડક પેરિસની ગલીઓને સૂમસામ કરી બેઠી હતી એવામાં હિટર ઓન હોવાં છતાં Champ de Mars નામક એપાર્ટમેન્ટમાં પોતાના ૧૪૭૦ ચો. ફૂટ નાં આલીશાન, આધુનિક સુવિધાઓથી સજ્જ બૅડરૂમમાં સૂતેલાં એ ૨૫ વર્ષનાં સુદ્રઢ બાંધો ધરાવતા સુંદર નવયુવાનને પરસેવો વળી રહ્યો હતો. એ સ્વપ્ન જોઈ રહ્યો હતો અને સ્વપ્નમાં એને કોઈ રહસ્યમય અવાજ પોકારી રહ્યો હતો. એ ઝબકીને જાગી ગયો. એનાં શ્વાસોશ્વાસની ગતિ અને ધમણની માફ્ક ઉપર-નીચે થતી છાતી રેલાતા પ્રસ્વેદ બિંદુઓને દિશા આપી રહી હતી. એણે ટૅબલલેમ્પ ચાલું કરી આખાં રૂમમાં બધે નજર ફેરવી પણ કોઈ ન દેખાયું. રૂમમાં કોઈ નથી એમ ખાતરી થતાં એ નવયુવાન સૂકાયેલા ગળાને ભીનું કરવા સાઈડ ટેબલ પર પડેલી ક્રિસ્ટલની બોટલમાંથી પાણી ગ્લાસમાં ભરી એક જ ઘૂંટડે ગટગટાવી ગયો.

1

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 1

અસ્વિકરણ:આ રચના સંપૂર્ણપણે કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત તથા કોઈપણ ઘટના, ધર્મ, પ્રદેશ સાથે સંબંધ નથી. જો કોઈ જણાય તો એ સંયોગ માત્ર છે.****************ડિસેમ્બરની હાડ થીજવી દેતી ઠંડક પેરિસની ગલીઓને સૂમસામ કરી બેઠી હતી એવામાં હિટર ઓન હોવાં છતાં Champ de Mars નામક એપાર્ટમેન્ટમાં પોતાના ૧૪૭૦ ચો. ફૂટ નાં આલીશાન, આધુનિક સુવિધાઓથી સજ્જ બૅડરૂમમાં સૂતેલાં એ ૨૫ વર્ષનાં સુદ્રઢ બાંધો ધરાવતા સુંદર નવયુવાનને પરસેવો વળી રહ્યો હતો. એ સ્વપ્ન જોઈ રહ્યો હતો અને સ્વપ્નમાં એને કોઈ રહસ્યમય અવાજ પોકારી રહ્યો હતો. એ ઝબકીને જાગી ગયો. એનાં શ્વાસોશ્વાસની ગતિ અને ધમણની માફ્ક ઉપર-નીચે થતી છાતી રેલાતા પ્રસ્વેદ બિંદુઓને દિશા ...Read More

2

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 2

"નથી લીધો રસ્તો, ન જાવું એ તરફ મારે,છતાં દર વળાંકે સામે, એ જ રસ્તો આવે,ખબર નથી પડતી પ્રારબ્ધે શો રચ્યો છે!નથી જોઈતી તોય મંઝિલ શોધતી મને આવે."- મૃગતૃષ્ણાપોર્શે પેરિસના રસ્તાઓ પર સરકતી રહી, અને સમય પોતાના વિચારોમાં ખોવાયેલો હતો. એફિલ ટાવરની જેમ જ એના મનમાં પણ પ્રશ્નો ઉંચા ને ઉંચા થઈ રહ્યા હતા. દાદુ, વ્યોમ રૉય, બાજુમાં બેસીને બહારના દ્રશ્યો નિહાળી રહ્યા હતા, પણ એમનું ધ્યાન સમયના ચહેરા પર વારંવાર છવાતી ગડમથલ પર જ હતું."આપણે પહોંચી ગયા," સૅમે ગાડી પાર્ક કરતાં કહ્યું. એમની સામે એક જુનવાણી, પથ્થરોથી બનેલું, શાંત દેખાતું ચર્ચ હતું. એનું સ્થાપત્ય ગોથિક શૈલીનું હતું, અને એની ...Read More

3

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 3

"ન શોધું તોય, કોણ જાણે કેમ અણધાર્યુ મળે છે!ન માગું તોય સામેથી વણમાગ્યુ મળે છે."- મૃગતૃષ્ણાડબ્બી એનાં ખિસ્સામાં હતી, એનો સ્પર્શ હજી પણ એના આંગળા પર અનુભવાતો હતો, જાણે કોઈ જીવંત વસ્તુ હોય.શુટિંગના બાકીના ભાગમાં સૅમનું મન ભમતું રહ્યું. એ કેમેરા સામે હતો, સૂચનાઓનું પાલન કરતો હતો, પણ એનું ધ્યાન વારંવાર ખિસ્સામાં રહેલી પેલી ડબ્બી અને ચાવી તરફ જતું હતું. "રૉય પરિવાર સાથે જોડાયેલું... એક જૂનું રહસ્ય... એક અધૂરી શોધ." દાદુના શબ્દો એના મનમાં પડઘાતા રહ્યા.એણે ક્યારેય પોતાના પરિવારના ભૂતકાળ વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું નહોતું. દાદુએ એના મમ્મી-પપ્પાના અકાળે અવસાન વિશે વાત કરી હતી, પણ એ સિવાય પરિવારના ઇતિહાસ વિશે ...Read More

4

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4

"જિંદગી તારી થપાટોનો સષાટો ક્યાંક દુઃખ ભર્યો તો ક્યાંક સુખરૂપ,રોમાંચક તો ખરી જ તું અને પાછી બહુરૂપ."- મૃગતૃષ્ણા_____________________૪. ડાયરીનું ધ્રુજતા હાથે ડાયરીનું પહેલું પાનું ખોલ્યું. એના પિતા, આદિત્ય રૉયના સુઘડ અને મરોડદાર અક્ષરો એની નજર સામે ઉપસી આવ્યા. તારીખ આજથી લગભગ સત્તર વર્ષ પહેલાંની હતી. સૅમ ત્યારે માંડ આઠ વર્ષનો હશે. એણે વાંચવાનું શરૂ કર્યું, દરેક શબ્દ એના મનમાં ઊંડો ઉતરતો ગયો."પ્રિય ડાયરી, આજે ફરી એ જ સ્વપ્ન... એ જ પોકાર. હવે તો જાણે એ મારા અસ્તિત્વનો એક ભાગ બની ગયો છે. ઓરોબોરોસનું પ્રતીક મને ઘેરી વળે છે, અને કોઈક અજાણી શક્તિ મને ખેંચી રહી છે. પપ્પા (વ્યોમ રૉય) ...Read More

5

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 5

"નક્કી આ પ્રારબ્ધ જ છે,જ્યાં કેડી નથી ત્યાં રસ્તા ખૂલે છે,ઘનઘોરમાં પણ ભાનુ ઉગે છે.માત્ર ધગશ ને વિશ્વાસ જરૂરી જો હામ હોય તો પથ્થરમાય ફૂલો ખીલે છે."- મૃગતૃષ્ણા ____________________૫. લુવ્ર મ્યુઝિયમબીજી સવારનો સૂર્ય પેરિસ પર એની સોનેરી આભા પાથરી રહ્યો હતો, પણ સૅમ અને વ્યોમ રૉયના મનમાં એક અજંપાભરી ઉત્તેજના હતી. નાસ્તો પણ માંડ ગળે ઉતર્યો. એમના મનમાં ગઈ રાત્રે વાંચેલી ડાયરીના શબ્દો અને લુવ્ર મ્યુઝિયમમાં છુપાયેલા રહસ્યના વિચારો ઘુમરાઈ રહ્યા હતા."આપણે કયા સમયે નીકળીશું?" સૅમે પૂછ્યું, એનો અવાજ સામાન્ય કરતાં થોડો વધુ ગંભીર હતો."મ્યુઝિયમ ખૂલતાંની સાથે જ. ભીડ ઓછી હશે, અને આપણે શાંતિથી આપણું કામ કરી શકીશું," વ્યોમ ...Read More

6

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 6

"ક્યારેક અંધાર તો ક્યારેક પ્રકાશમય છે.આ જિંદગીનાં રસ્તા કેટલાં રહસ્યમય છે.તાગ મેળવવો અઘરો કંઈકેટલાંય ભય છે.અદ્રશ્ય રહી દ્રશ્ય થતાં સમય છે."- મૃગતૃષ્ણા_____________________૬. સર્પ વીંટીરાત્રિના અંધકારમાં, Champ de Mars એપાર્ટમેન્ટનો સ્ટડી રૂમ જાણે કોઈ રહસ્યમય પ્રયોગશાળામાં ફેરવાઈ ગયો હતો. ટેબલ પર પિતાની ડાયરી, લુવ્રમાંથી મળેલો ચર્મપત્ર, ચાંદીની ડબ્બી, પેલી જૂની ચાવી અને સર્પ આકારની વીંટી – આ બધી વસ્તુઓ એક અદ્રશ્ય કડીથી જોડાયેલી હતી, જે સૅમને એના પરિવારના ભૂતકાળ અને એક પ્રાચીન રહસ્ય તરફ દોરી રહી હતી."સર્પની આંખો જ્યાં પથ્થરના રક્ષકને જુએ છે..." વ્યોમ રૉય આ પંક્તિ વારંવાર મનમાં બોલી રહ્યા હતા."પેરિસમાં પથ્થરના રક્ષકો તો ઘણા છે. નોત્રે ડેમના ગાર્ગોઈલ્સ, ...Read More

7

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 7

"વીતાવી જિંદગી જે આસ પર એ રસ્તા વળી ગયા.જો લાગ્યો જરા લાગણીશીલ અમને ધુતારા ગળી ગયાં.કોની વાર્તા કહું, મારી તારી ઓ જિંદગી!લાગણીની થપાટે સંબંધ બળી બળી ગયા."- મૃગતૃષ્ણા__________________૭. કેટાકોમ્બ્ઝઅજંપે વિતેલ લાંબી રાત હળવેથી ધીમાં પગલે ચાલી નીકળી અને બીજા દિવસની સવાર એક નવી અનિશ્ચિતતા લઈને આવી.કેટાકોમ્બ્ઝનું નામ જ સૅમના મનમાં એક અજીબ ભય અને કુતૂહલ જગાવી રહ્યું હતું. પેરિસની ધરતી નીચે, લાખો આત્માઓની વચ્ચે, એમના પિતાના રહસ્યનો બીજો પડાવ હતો.વ્યોમ રૉયે કેટાકોમ્બ્ઝના પ્રવાસી માર્ગો અને (જેટલી માહિતી ઉપલબ્ધ હતી તેટલા) બિનસત્તાવાર નકશાઓનો અભ્યાસ કર્યો હતો. "આપણે પ્રવાસીઓ સાથે જ અંદર જઈશું, જેથી કોઈને શંકા ન જાય. પણ એકવાર અંદર ...Read More

8

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 8

"તને શોધું કે મને! ઓ જિંદગી!અસમંજસમાં અટવાયો છું.શોધવા નીકળું ખુદને તો પામી લઉં તને કદાચ."- મૃગતૃષ્ણા___________________૮. પહેલો પ્રતિકારપેલો માણસ સૅમ તરફ ફર્યો, એની આંખોમાં હિંસા ચમકી રહી હતી. "હવે તારો વારો, છોકરા."સૅમ ડરી ગયો હતો, પણ એનામાં અચાનક એક અજીબ હિંમત આવી. એના પિતા, એના દાદુ... એ એમને નિરાશ ન કરી શકે. એણે આજુબાજુ જોયું. નજીકમાં જ એક મોટું, જાડું હાડકું (femur bone) પડ્યું હતું. એણે ઝડપથી એ ઉપાડી લીધું અને પોતાની રક્ષા માટે તૈયાર થયો.આ એક અસમાન લડાઈ હતી. એક અનુભવી હત્યારો અને એક યુવાન, બિનઅનુભવી છોકરો. પણ સૅમ પાસે ગુમાવવા માટે ઘણું બધું હતું.પેલો કાળો ઓછાયો, 'ગાર્ડિયન ...Read More

9

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 9

"ફરી કહું છું જિંદગી પાછી વળી જા.હું માણસ નથી સીધી લીટીનો એટલું કળી જા.નમકનો સોદો રહેવા દે, ન આમ જા.લઈ જખ્મો ફરું છું તાજાં, ન લોહીમાં ભળી જા."- મૃગતૃષ્ણા____________________૯. ડ્રેગનનું અભયારણ્યપેરિસની એ નિર્જન, સાંકડી ગલીમાં ચંદ્રનો આછો પ્રકાશ પથરાયેલો હતો. કેટાકોમ્બ્ઝની ભયાનક ગૂંગળામણ પછી ખુલ્લી, તાજી હવા ફેફસામાં ભરતાં સૅમ અને વ્યોમ રૉયને અપાર શાંતિનો અનુભવ થયો. પણ આ શાંતિ ક્ષણિક હતી, એ તેઓ જાણતા હતા."આપણે અહીં વધુ સમય ઊભા રહી શકીએ નહીં," વ્યોમ રૉયે હાંફતાં કહ્યું. એમના માથા પર વાગેલા ફટકાની અસર હવે વર્તાઈ રહી હતી. એમને ચક્કર જેવું લાગી રહ્યું હતું. "પેલા માણસના સાથીઓ ગમે ત્યારે અહીં ...Read More

10

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 10

"કારણ શું હશે! બસ, થયો જે મોહભંગ.જિંદગીને ચઢ્યો ફરીથી કેસરિયો રંગ.ને રહી સહી જે હામ હતી તે નસ નસમાં આવી.હવે તો હે ડર! તું છે, હું છું ને આપણી જ જંગ."- મૃગતૃષ્ણા_________________૧૦. ગાર્ડિયન્સ ઓફ શૅડોઝસૅમ આ ઠંડો, તિરસ્કારભર્યો અવાજ સાંભળીને થીજી ગયો.વ્યોમ રૉયે, માથાના દુખાવા છતાં, તરત જ પ્રતિક્રિયા આપી. એમણે સૅમને પોતાની પાછળ ધકેલી દીધો, એમનું દુર્બળ શરીર આશ્ચર્યજનક રીતે એક મજબૂત ઢાલ બની ગયું."તમે કોણ છો?" વ્યોમ રૉયે ધ્રૂજતા પણ દ્રઢ અવાજે પૂછ્યું. "અને તમને 'સર્પેન્ટ્સ હાર્ટ' થી શું લેવાદેવા છે?"તલવારધારી માણસ સૂકું હસ્યો. "અમે એ લોકો છીએ જેઓ સદીઓથી આવા રહસ્યોનું રક્ષણ કરતા આવ્યા છીએ... અને ...Read More

11

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 11

"ભલે મારગ મળે કે ના મળે, ગોતી લઈશું.ડર સાથે પણ મિત્રતા કેળવી લઈશું.તિમિર રહ્યું સંગાથી, અમે તો આગિયા,લો ઉડીને અમે આ અંધારી રાતમાં."- મૃગતૃષ્ણા____________________૧૧. સર્પેન્ટ્સ હાર્ટપેરિસની એ સાંકડી, પથ્થર જડેલી 'Rue du Dragon' માંથી બહાર નીકળીને, સૅમ અને વ્યોમ રૉય મુખ્ય માર્ગ પર આવ્યા. સવારનો આછો ઉજાસ હવે સ્પષ્ટ થઈ રહ્યો હતો. શહેર ધીમે ધીમે પોતાના રોજિંદા ધબકાર તરફ પાછું ફરી રહ્યું હતું. પરંતુ સૅમ અને વ્યોમ રૉયના મનમાં અશાંતિનો ઘુઘવાટ હતો. 'સર્પેન્ટ્સ હાર્ટ', એ લાલ પ્રકાશ ફેલાવતી, ધબકતી વસ્તુ, સૅમની બેગમાં સુરક્ષિત હતી, પણ એની સાથે જોડાયેલા પ્રશ્નો અને ભય ઓછા થયા નહોતા."આપણે ક્યાંક છુપાવું પડશે, દાદુ," સૅમે ...Read More

12

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 12

"વેપાર હોય વાણીનો તો અમારી તોલે કોણ છે?ત્રાજવે તોળાઈ શબ્દો ઘૂમતાં ચારેયકોર છે.કિંમત વધી જાય છે, અર્થ ફરી જાય જંગનો વિષય છે જરા નમતું ન જોખો."- મૃગતૃષ્ણા____________________૧૨. વેધશાળાબીજા દિવસે સવારે, પ્રોફેસર લેક્રોઈના ઘરે, વાતાવરણ ગંભીર પણ આશાસ્પદ હતું. નાસ્તાના ટેબલ પર, આદિત્ય રૉયની ડાયરી, કેટલાક જૂના નકશા અને પ્રોફેસરના પોતાના હસ્તલિખિત નોંધો ફેલાયેલા હતા. 'સર્પેન્ટ્સ હાર્ટ' ટેબલની મધ્યમાં, એક મખમલી ગાદી પર મૂકેલું હતું, એનો લાલ પ્રકાશ હવે વધુ શાંત અને સ્થિર લાગતો હતો."મેં આખી રાત આદિત્યની ડાયરી ફરીથી વાંચી," પ્રોફેસર લેક્રોઈએ પોતાની કોફીનો ઘૂંટ લેતાં કહ્યું. "અને મને લાગે છે કે આપણે એક મહત્વપૂર્ણ કડી ચૂકી ગયા હતા."એમણે ...Read More

13

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 13

"મંજિલ નજદીક આવે તો ચાલવું કઠણ બની જાય છે.ઉત્સાહ અને હતાશાનો અદ્ભુત સમન્વય સર્જાય છે.હા અને ના, જીત અને સફળતા અને અસફળતામા મન ભરમાય છે.સમર્પણ જ ત્યારે સહારો બની રાહબર બની જાય છે."- મૃગતૃષ્ણા____________________૧૩. સર્પેન્ટ્સ હાર્ટની શક્તિગુંબજના પ્રવેશદ્વાર પર થયેલા જોરદાર ધમાકાથી વેધશાળાની શાંતિ ક્ષણભરમાં તૂટી ગઈ. ધૂળ અને લાકડાના ટુકડા હવામાં ઉડ્યા. સૅમ, વ્યોમ રૉય, પ્રોફેસર લેક્રોઈ અને મોન્સિયર ડુપોન્ટ સ્તબ્ધ થઈ ગયા. એમનો સૌથી મોટો ભય સાચો ઠર્યો હતો. 'ગાર્ડિયન્સ ઓફ શેડોઝ' એમને શોધી કાઢ્યા હતા, અને આ વખતે તેઓ કોઈ પણ ભોગે 'સર્પેન્ટ્સ હાર્ટ' મેળવવા આવ્યા હતા."તેઓ અંદર આવી રહ્યા છે!" મોન્સિયર ડુપોન્ટે ગભરાટમાં પાછળ હટતાં ...Read More

14

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 14

"આજ નવીન હું છું ને નવી મારી કહાણી છે.કંઈક બદલાયું મુજમાં ને ઘણાં બદલાવ હજું બાકી છે,આ તો બસ, છે પરતોને અનાવૃત કરવાની,ઘણું ઉલેચવાનુ આ સમયની રેતમાંથી બાકી છે."- મૃગતૃષ્ણા_____________________૧૪. નવો અધ્યાયવેધશાળામાંથી નીકળતાં વ્યોમ રૉય અને સૅમે મોન્સિયર ડુપોન્ટનો ઝૂકીને આભાર માન્યો તથા ભવિષ્યમાં પણ એમની જરૂર પડે તો મદદ કરવા વિનંતી કરી.ડુપોન્ટૈ પણ સૅમનો હાથ પકડી, માથું હલાવી સહમતી દર્શાવી."હવેથી આપણે સૌ એક મહાન મિશનની એક ટીમ છીએ ડુપોન્ટ."પ્રોફેસર લેક્રોયે ડુપોન્ટ અને સૅમની પીઠ પર હાથ મૂકી કહ્યું."ચાલો. મળતાં રહીશું. નવાં શિખરો સર કરતાં રહીશું. આજે છૂટાં પડશું તો કાલે મળીશું." વ્યોમ રૉયે ટિખળ કરી ને બધાં હસતાં ...Read More