ગુલમર્ગ, જમ્મુ કાશ્મીર , ૧૧ એપ્રિલ એપ્રિલ નો મહિનો હતો .સફેદ પર્વત કે જે હિમાલયની ઓળખાણ સમાન છે એ એપ્રિલ મહિનામાં પોતાની ટોચ પર પડ્યા બરફ ના ઓગળી જવાથી ખળ ખળ વહેતા ઠંડા પાણીથી પોતાની જાતને સાવ જ બદલાઈ ગયા રંગ રૂપમાં જોઈ રહ્યા હતા. ક્યાંક ક્યાંક પહાડ ની શિલાઓ પર વહેતા પાણીનો ધોધ નયનરમ્ય નજારો બતાવી રહ્યું હતું. પક્ષીઓ સફરજન ના બગીચામાં કલરવ કરતા પ્રકૃતિ ના નવા રૂપરંગ નો આનંદ લેતા હતા. "એ..એ.. જલ્દી કરો. સમય નથી. હમણાં નવ વાગ્યે જ ખચ્ચર પર નીકળી જવું પડશે. " આવેશ ખાને કહ્યું. ૧૦૦ થી વધુ પર્યટકો નો ટોળું ગુલમર્ગની તળેટીમાં ભેગું થયું હતું. પ્રોફેસર જોસેફ પોતાના પરિવાર સાથે ગુલમર્ગ ફરવા માટે આવ્યા હતા.
ધ્વનિ શસ્ત્ર - ભાગ 1
ગુલમર્ગ, જમ્મુ કાશ્મીર , ૧૧ એપ્રિલએપ્રિલ નો મહિનો હતો .સફેદ પર્વત કે જે હિમાલયની ઓળખાણ સમાન છે એ એપ્રિલ પોતાની ટોચ પર પડ્યા બરફ ના ઓગળી જવાથી ખળ ખળ વહેતા ઠંડા પાણીથી પોતાની જાતને સાવ જ બદલાઈ ગયા રંગ રૂપમાં જોઈ રહ્યા હતા.ક્યાંક ક્યાંક પહાડ ની શિલાઓ પર વહેતા પાણીનો ધોધ નયનરમ્ય નજારો બતાવી રહ્યું હતું. પક્ષીઓ સફરજન ના બગીચામાં કલરવ કરતા પ્રકૃતિ ના નવા રૂપરંગ નો આનંદ લેતા હતા."એ..એ.. જલ્દી કરો. સમય નથી. હમણાં નવ વાગ્યે જ ખચ્ચર પર નીકળી જવું પડશે. " આવેશ ખાને કહ્યું.૧૦૦ થી વધુ પર્યટકો નો ટોળું ગુલમર્ગની તળેટીમાં ભેગું થયું હતું. પ્રોફેસર જોસેફ ...Read More
ધ્વનિ શસ્ત્ર - ભાગ 2
"શું થયું ડેવિડ?" સામંથા પણ ડેવિડની દિશામાં આગળ વધી. મારિયા પણ ડેવિડ તરફ આગળ વધી તો ડેવિડ ના કપાળ વચ્ચે થી લોહીનો પ્રવાહ અવિરતપણે ચાલુ હતો.આ સમય દરમિયાન પર્યટકો પણ ગોળીના અવાજ થી ગભરાઈ એ વટવૃક્ષ તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે જ ઘાટીના પ્રવેશદ્વાર તરફ બે થી ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓ પર્યટકોને ચારેય તરફથી ઘેરી વળે છે.ડેવિડ ના મૃતદેહની પાછળ જ એક આતંકવાદી બંદૂક લઇને આગળ વધી રહ્યો હતો. વટવૃક્ષ ની પાસે જ આવેશ ખાન નો મૃતદેહ પડયો હતો. મારિયા પણ કંઈ કરી શકે એ પહેલાં જ આતંકવાદીએ મારિયા ને પોતાના કબ્જામાં લઈ લીધી.સામંથા ને હજી તો ડેવિડ વિષે ...Read More
ધ્વનિ શસ્ત્ર - ભાગ 3
"જોસેફ .. જોસેફ.." દુબેજીએ કહ્યું."હ..હા.." જોસેફને જાણે સામંથા કંઈક કહેવા માંગતી હતી."હવે ત્રીજા મૃતદેહને પણ જોઈ ખાતરી કરી લે એ તમારી પુત્રી મારિયા જ છે?" દુબેજીએ કહ્યું.જેમ જ જોસેફ મારિયા ના મૃતદેહને જોવે છે તો મારિયા અચાનક જ ઊભી થઈ જોસેફને પ્રશ્ન કરવા લાગી:"પપ્પા તમે કેમ ન આવ્યા? અમારી મદદ કેમ ન કરી?""જોસેફ.. જોસેફ.." દુબેજીએ જોસેફને પુછ્યું."હ.."જોસેફ જાણે ઊંઘ થી ઊઠ્યો."શું વિચાર કરી રહ્યો હતો? બીજા લોકો પણ ચકાસણી કરવા માટે લાઇનમાં ઊભા છે." દુબેજીએ સમજાવ્યું."મારિયા મને કંઈક કહી રહી હતી. એ ઊભી થઈ હતી." જોસેફે જણાવ્યું."હું તારી માનસિક હાલત સમજી શકું છું. પણ હાલ આ સમય આ બધી ...Read More
ધ્વનિ શસ્ત્ર - ભાગ 4
"તું આ શું કરી રહ્યો હતો?" એક અજાણ્યા અવાજે જોસેફને રોકી દીધો."આ માણસને પકડી લો." પોલીસ કર્મચારીએ કહ્યું."સર .." પોતાની જાતને સંભાળી લેતા પોલીસ કર્મચારીએ બીજા અધિકારીઓને રોકી દીધા.જોસેફ વધુ કંઈ પણ વાતચીત કર્યા વગર જ પોલીસ સ્ટેશન થી બહાર નીકળી પોતાના હોટેલ રૂમમાં પહોંચી ગયો. તેને દુબેજી ની આકસ્મિક રીતે ઘટેલી મૃત્યુ થી શોક લાગ્યો હતો. પોતે કેવી રીતે બધું જ જોઈ શક્યો એ તો એની સમજણ શક્તિ થી બહાર હતું.ભારત સરકાર માટે આ ઘટના ખુબ જ દુ:ખદ હતી અને ગમે તેમ બદલો લેવા માટે સરકાર તૈયાર હતી. એ જ દિવસે સવારે હાઈ પ્રોફાઈલ મીટિંગ ચાલુ થઈ ગઈ. ...Read More
ધ્વનિ શસ્ત્ર - ભાગ 5
ચારેય તરફ ધડાકા સાથે ડ્રોન હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા. જોસેફ ખુબ જ થાકી ગયો હતો. તેના મગજમાં બસ પરિવાર ની જ છબિ દેખાય રહી હતી. એ ક્યારે ઊંઘી ગયો તેને જ ખબર ન પડી.એ રાત્રે ભારતે પણ વળતો જવાબ આપતા મિસાઈલ હુમલા કરીને પાકિસ્તાનને ઘણું નુકસાન પહોંચાડ્યું.બન્ને દેશમાં ઘણા નાગરિકોના પણ મૃત્યુ થયા. જોસેફ જ્યારે સવારે ઊઠ્યો તો પોતાની જાતને સરકારી ગેસ્ટ હાઉસ ના જ એક રૂમમાં જોવે છે.એ પછી યાદ કરે છે કે મોડી રાત્રે તેને પોલીસ જીપ અંહી જ મુકી ગઈ હતી. જોસેફે સૌથી પહેલાં જ સમાચાર જોવા માટે ટી.વી ચાલુ કર્યું તો બન્ને પક્ષે ડ્રોન ...Read More
ધ્વનિ શસ્ત્ર - ભાગ 6
"પણ સર આમાં મારી કોઈ જ ભુલ નથી. હું ખબર નહીં કેમ જાતે જ આ બધું કહેવા લાગ્યો." જોસેફે હવે તું શું કરીશ?" ડોક્ટર મજમુદારે પુછ્યું."આવિષ્કાર જ આવશ્યકતા ની જનની છે. એ પ્રમાણે જ મારે ગમે તે રીતે મારે આવું કોઈ શસ્ત્ર વિકસિત કરવું જ પડશે." જોસેફે જણાવ્યું."કોઈ છે તો નહીં ને ઓનલાઈન?" ડોક્ટર મજમુદારે પુછ્યું."ના સર. " જોસેફે જણાવ્યું."મને વચન આપ કે હું જે માહિતી તને આપવા જઈ રહ્યો છું એ વિષે તું કોઈને કંઈ પણ નહીં કહે. " ડોક્ટર મજમુદારે વચન માગ્યું."આ ધ્વનિ શસ્ત્ર એક કલ્પના નથી પણ હકીકત છે." ડોક્ટર મજમુદારે જણાવ્યું."શું સર?" જોસેફ હતપ્રભ બની ...Read More
ધ્વનિ શસ્ત્ર - ભાગ 7
જોસેફ અચાનક જ ફોટાઓ જોઈને ગળગળો થઈ ગયો. એ બધું હજી સરખી રીતે ભુલ્યો પણ ન હતો અને કુદરત નાની નાની ઘટનાઓથી તેને બધું યાદ અપાવતી હતી. અઠવાડિયા થી વધુ સમયથી ઘર બંધ હોવાથી ખુબ જ ગંદું થઈ ગયું હતું. જોસેફે સૌથી પહેલાં તો પોતાના સામાન ને બાજુએ મૂકીને મુખ્ય રૂમમાં લાઈટ પંખા ચાલુ કરીને પછી થોડી સાફ સફાઈ કરીને પોતાના બેડ પર ચાદર બદલી.એ દરેક નાની નાની ઘટનાઓથી પોતાની જાતને સંભાળી ગમે તેમ રસોડામાં પાણી ને બધું ભરી લે છે. ઘરમાં જ પડ્યા થોડા નાસ્તાને ખાઈ પછી જોસેફ બેડ પર સુઈ ગયો અને પોતાની આંખો બંધ કરીને પત્ની, ...Read More
ધ્વનિ શસ્ત્ર - ભાગ 8
"સર કોઈ જાતના પ્રયોગ ખાતર આ કામ ન કરી શકાય." જોસેફે ના પાડી દીધી."ઠીક છે. પણ આ કેસ જેટલો દેખાય છે એટલો નથી." મહિપાલ સિંહે જોસેફને જણાવ્યું.જોસેફ પણ હવે મગજમાં પ્રશ્નો ની વણઝાર લઈને નીકળી ગયો. પોલીસ સહિત ફોરેન્સિક ટીમે ડોક્ટર મજમુદાર ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપે એ પહેલા બધી જ ચકાસણી કરી લીધી.મહિપાલ સિંહે પોતાની ટીમના લોકો સાથે વાતચીત કરતા કહ્યું:"ડોક્ટર મજમુદાર ના પરિવાર ની વાતચીત પરથી એમ લાગે છે કે ગત રાત્રે તેઓ ખુબ ટેન્શનમાં હતા અને અચાનક જ અંહી આવવા માટે પ્લાન બનાવ્યો હતો.કોઈ બહુ મોટું રહસ્ય છે પણ તેના આસીસ્ટનટ ને પણ ખબર નથી. ...Read More
ધ્વનિ શસ્ત્ર - ભાગ 9
"સર આ રીતે?" જોસેફ ગભરાઈ ગયો."તું ફક્ત કામ થી મતલબ રાખ." ટેક્સી ડ્રાઈવરે જોસેફને ટેકસીમાં બેસવા માટે સમજાવ્યો.જોસેફ પોતાની સાથે લઈને પછી ટેક્સી ડ્રાઈવર સાથે નિયત સમયે નીકળી ગયો. ટેક્સી ડ્રાઈવરે ચુપચાપ જ ધીમી ગતિએ ટેક્સી ચલાવી જેથી રહેણાંક વિસ્તારમાં કોઈ બીજાને રાત્રે ખબર ન પડે."હવેથી રોજ રાત્રે જ નોકરી કરવાની?" જોસેફે પુછ્યું."એ તને ઓફીસ માં જ કહેશે." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.રાતની ચાંદનીમાં ટેક્સી જ્યારે ફેક્ટરી પાસે પહોંચી તો ત્યાં કોઈ જાતની પણ હલચલ ન હતી. જાણે કોઈ હતું જ નહીં પણ એ જ ભુલ હતી!! સિક્યોરિટી ગાર્ડ ને ટેક્સી ન રોકવા માટે સ્પષ્ટ રીતે સુચના હતી."અંહી ચેકીંગ કરવું પડશે." ...Read More
ધ્વનિ શસ્ત્ર - ભાગ 10
"જોસેફ દરવાજો બંધ કર." ડોક્ટર પ્રતિભાએ ખોવાયેલા જોસેફ ને સમજાવ્યો."હા." જોસેફ હોશમાં આવ્યો.જોસેફે દરવાજો બંધ કરતા જ ડોક્ટર પ્રતિભા ચાલુ કરી ચારેય તરફ કાળી ફિલ્મ ની પટ્ટી ચઢાવી દે છે. જોસેફ તો હતપ્રભ જ રહી ગયો. એ દિવસે તો ફક્ત બે જ રૂમ દેખાયા હતા. પણ આ તો ખુબ મોટું કક્ષ હતું.એક પેસેજ થી આગળ વધતા જ એ રૂમ આવ્યો કે જ્યાં ડોક્ટર મજમુદાર અને હાડપિંજર પડ્યું મળી આવ્યું. એ રૂમ ની આગળ જ નીચે સીડીઓ જતી હતી."ડોક્ટર પ્રતિભા આ રૂમ ક્યાં પુરો થાય છે?" જોસેફે પ્રશ્ન કર્યો."આ જે ટેસ્ટ કેસ હોય એને બેસાડીને સંભળાવા માટે ની જગ્યા હતી. ...Read More
ધ્વનિ શસ્ત્ર - ભાગ 11
"શેનો અવાજ?" જોસેફ પણ હતપ્રભ બની ગયો.જે ફોટો ફ્રેમ નીચે પડી હતી એ જોસેફ ના પરિવારનો ફોટો હતો. પણ ની વાત એ હતી કે એ ફોટો માં જોસેફ જ ન હતો.એ ફોટો ફકત માં અને બાળકો નો હતો.જોસેફ ફોટો જોઈ હતપ્રભ બની ગયો. મહિપાલ સિંહે ફોટો ની માંગ કરતા જોસેફ તેને ફોટો આપે છે. કુતરો પણ ફોટા ને સુંઘી પછી ચુપ થઈ ગયો. પછી અચાનક જ રડવાનું શરૂ કરી દીધું."હે.. હે..સેમ.." મહિપાલ સિંહે કુતરાને બોલાવ્યો પણ એ તો વિચિત્ર અવાજની સાથે ભસતો અને રડતો જ રહ્યો."આ કુતરાને શું થયું?" જોસેફે કુતુહલતાવશ પુછ્યું."આ તો પ્રશિક્ષણ પામેલું કુતરું છે. પણ શું ...Read More
ધ્વનિ શસ્ત્ર - ભાગ 12
"જોસેફ તે પાવર સપ્લાય બંધ કર્યા ન હતો?" ડોક્ટર પ્રતિભાએ ગુસ્સે થઈ પુછ્યું."શું વાત કરો છો? હું તો બધું બંધ કરીને આવ્યો તો?" જોસેફે જણાવ્યું.જોસેફ નું ટયુનિગ ફોર્ક હવામાં ઉડતા નીચે રેકોર્ડ કરવાની જગ્યાએ જઈને પડી ગયું. ડોક્ટર પ્રતિભાએ મોઢું બગાડીને જોસેફ ને નીચે જવા તરફ ઈશારો કર્યો.બન્ને જણ નીચે પહોંચી પહેલા તો કોમ્પ્યુટર બંધ કરી દે છે. પછી જોસેફ ને સુચના આપતા ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું:"પહેલા હું કોઈ અવાજ બોલીને સંભળાવીશ. આ ફયુઝન જનરેટર પર એ અવાજ ને રેકોર્ડ કરી પછી એની બધી માહિતી ની ચકાસણી કરીને કોમ્પ્યુટર સાથે સરખાવીએ કે બરાબર કામ કરે છે કે નહીં?""ઠીક છે." જોસેફ ...Read More