સુરત... મારું સુરત. આ નામ માત્ર નકશા પર દોરાયેલું એક શહેરનું નથી, પણ એક એવી જીવંત અને ધબકતી સંવેદના છે જે મારા રક્તકણોમાં ભળી ગયેલી છે. સૂર્યપુત્રી તાપીના ખોળે રમનારું અને મારા જેવા લાખો લોકોના સપનાઓને પોતાની વિશાળ અને ઉદાર છાતીમાં ધરબીને ધબકતું, ભારતવર્ષના પશ્ચિમ કિનારાનું આ એક અનોખું રત્ન છે. પુસ્તકોમાં ભલે આ શહેર ‘હીરાનગરી’, ‘કાપડ ઉદ્યોગનું કેન્દ્ર’ કે ‘બ્રિજ સીટી’ તરીકે ઓળખાતું હોય, પણ હું જાણું છું ત્યાં સુધી સુરતની ખરી ઓળખ આંકડાઓની માયાજાળમાં નથી. એક ભૂગોળના શિક્ષક તરીકે હું વર્ષોથી નકશાઓ પર આંગળી ફેરવતો આવ્યો છું, અક્ષાંશ અને રેખાંશના ગણિત સમજાવતો આવ્યો છું, પણ આ આટલા વર્ષના અનુભવે મને સમજાવ્યું છે કે નકશા પર દોરેલાં નિર્જીવ કાળાં ટપકાં અને જમીનની સાચી, ધબકતી તાસીરમાં જમીન-આસમાનનો ફેર હોય છે.
કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1
કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર ખંડ – ૧ પ્રકરણ ૧: અસ્તિત્વ સુરત... મારું સુરત. આ નામ માત્ર પર દોરાયેલું એક શહેરનું નથી, પણ એક એવી જીવંત અને ધબકતી સંવેદના છે જે મારા રક્તકણોમાં ભળી ગયેલી છે. સૂર્યપુત્રી તાપીના ખોળે રમનારું અને મારા જેવા લાખો લોકોના સપનાઓને પોતાની વિશાળ અને ઉદાર છાતીમાં ધરબીને ધબકતું, ભારતવર્ષના પશ્ચિમ કિનારાનું આ એક અનોખું રત્ન છે. પુસ્તકોમાં ભલે આ શહેર ‘હીરાનગરી’, ‘કાપડ ઉદ્યોગનું કેન્દ્ર’ કે ‘બ્રિજ સીટી’ તરીકે ઓળખાતું હોય, પણ હું જાણું છું ત્યાં સુધી સુરતની ખરી ઓળખ આંકડાઓની માયાજાળમાં નથી. એક ભૂગોળના શિક્ ...Read More
કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 2
પ્રકરણ : 2 પડઘો સુરતની રાતો ક્યારેય સંપૂર્ણપણે સૂતી નથી, પણ શનિવારની આ રાત કઈંક અલગ જ હતી. રસ્તાઓ પરથી વાહનોની અવરજવર હવે ધીમી પડી ગઈ હતી, સ્ટ્રીટ લાઈટોના પીળા થાંભલાઓ જાણે દિવસભરના થાક પછી માથું ઢાળી બેઠા હોય તેમ લાગતું હતું. મિત્રો સાથેની મહેફિલ પૂરી કરીને હું જ્યારે છૂટો પડ્યો, ત્યારે ઘડિયાળના કાંટા બારને વટાવી ચૂક્યા હતા. ગાડીના ટાયર ડામરના રસ્તા પર 'ઘરરર...' કરતા સરકતા હતા, પણ એ અવાજ મારા મનમાં ચાલતા વિચારોના વાવાઝોડાને દબાવી શકતો નહોતો. સામાન્ય રીતે મિત્રોને મળ્યા પછી મન હળવું થઈ જતું હોય છે, એક તાજગી મળતી હોય છે. પણ આજે... આજે ...Read More