છલનો પડછાયો
અસલમ શેખ ને લઈ ને તે નવયુવાન પ્રગતિનગર ખાતે આવેલ રો ના મુખ્યાલય પર પહોંચ્યો. ત્યાં વિજય કપૂર તેમની પહેલે થી રાહ જોઈ રહ્યા હતા. તેમને આવતા જોઈ ને વિજય કપૂર ખુશ થઈ ને બોલ્યો શાબાસ શ્રેય તે ખુબજ સરસ કામ કર્યું છે,
વિજય :- આવ અસલમ કેમ છે?
અસલમ :- ઓહ ગ્રેટ વિજય કપૂર, તું સેના માં હતો ત્યારે પણ મને નડતો હતો અને હજી પણ નડી રહ્યો છે. તારી નીચે કામ નો કરવું પડે એટલે જ મેં ફિલ્ડ છોડી ને દિલ્હી ના મુખ્યાલય માં બદલી લઈ લીધી હતી અને કાયમ ત્યાંજ કામ કર્યું. તું પણ ફિલ્ડ છોડી ને તારા રાજકીય કોન્ટેક્ટ નો લાભ લઈ ને સીધો રો માં આવી ગયો પણ મારો પીછો નો છોડ્યો. અરે મેં તારું શું બગાડ્યું છે કે તું મારો પીછો છોડતો જ નથી.
વિજય :- અસલમ તું પહેલે થી ગલત હતો અને આજે પણ ગલત જ છો. તારા માટે હમેશા પૈસા જ મહત્વ ના રહ્યા છે જ્યારે કે મારા માટે હમેશા મારો દેશ સહુ પ્રથમ રહ્યો છે. જ્યારે પાકિસ્તાન સરહદ પર આપણે આતંકી ઑ નો પીછો કરતાં પાકિસ્તાન ની સરહદ ની અંદર ચાલ્યા ગયા હતા અને આપણે આપણાં પાંચ સાથીદારો ગુમાવ્યા હતા અને સાત આતંકવાદી ઑ ને ઠાર કર્યા હતા પણ તારી તરફ જે બે આતંકવાદી ઑ હતા તે આરામ થી ચાલ્યા ગયા હતા તે જાણીજોઈ ને આડાઅવળી ગોળી ઑ ચલાવી હતી જેથી તેમને લાગી નો જાય અને આરામ થી છટકી જાય ત્યારે જ મને તારા પર પહેલી વાર શંકા આવી હતી કે તું કોઈ ગેમ રમી રહ્યો છે પણ આપણાં પાંચ સાથીદારો ના મોત અને પુરાવા ના અભાવે હું ત્યારે કઈ કરી નો શક્યો પણ હું તારી ઉપર નજર રાખતો થઈ ગયો હતો અને કદાચ તને તે ખબર પડી ગઈ હતી તેથી તું બીમારી નું બહાનું કરી ને દિલ્હી મુખ્યાલય માં બદલી કરાવી ને ચાલ્યો ગયો અને તે તારી જાત ને દિલ્હી ઓફિસ માં તે તારું સામ્રાજ્ય ઊભું કરી દીધું. હું તો ફિલ્ડ માં લડતો રહ્યો અને ઘણા નાના મોટા ઓપરેશન માં વ્યસ્ત રહ્યો અને ઘણા આતંકી ઑ ને ઠાર માર્યા એટલે દિલ્હી માં બધા ના ધ્યાન માં આવ્યો અને મને આતંકી ઑ સાથે ની મૂઠભેડ ના અનુભવ અને પાકિસ્તાન માં મેં ઊભા કરેલા સોર્સ ના કારણે મને રો માં બોલાવવા માં આવ્યો અને મેં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માં ઘણા મિશન કર્યા અને તે સુંદર કામગીરી ને કારણે હું આજે આ સ્થાને પહોંચ્યો છું. તારી જેમ આત્મા અને દેશ ને ક્યારેય વેચવાનો વિચાર પણ નો કરી શકું.
અસલમ :-વિજય તને આ બધા માટે શું મળે છે, મારી સાથે આવી જા, તારી સાત પેઢી ને પણ ખાતા નો ખૂટે તેટલું એક વર્ષ માં કમાશે.
વિજય :- અસલમ તું ક્યારેય આ દેશ માટે વફાદાર રહી નો શક્યો, જે દેશ એ તને આટલું માન સન્માન આપ્યું તે પોતાની માતા ને વહેચી નાખતા તને શરમ નથી આવી રહી? મારી સાત પેઢી બેસી ને ખાય તેટલા પૈસા ની મારે કોઈ જરૂર નથી. મને તો એ વાત ની હમેશા જ ખુશી રહેશે કે મારી આગલી પેઢી ઑ ને મારા પર ગૌરવ રહેશે. બીજું અત્યારે તારી પાસે જે માહિતી છે તે મેં જ પ્લાન કરી તારી પાસે પહોંચાડી હતી જેથી હું તને રંગે હાથ પકડી શકું. બીજું આઈએસઆઈ નો એજન્ટ પણ ત્યાં પહોંચે તે પહેલા જ એક અકસ્માત ના કારણે હોસ્પિટલ માં હતો એટલે જ તને પકડી ને અંહી લાવવા માં આવ્યો છે. હવે તું થોડા દિવસો અમારો મહેમાન રહેવાનો છે.
અસલમ :- વિજય તને શું લાગે છે કે હું થોડા દિવસ ગાયબ રહીશ તો આ બધી વિદેશી ગુપ્તચર સંસ્થાઓ અને આતંકી ઑ શાંત રહેશે? મને શોધવા આકાશ પાતાળ એક કરી દેશે અને ખૂંનખરાબા કરી દેશે.
વિજય :- જોર થી હસતાં હસતાં તેની ચિંતા તું નો કર અસલમ, બહાર કોઈ ને ખબર નથી પાડવાની કે તું ગાયબ છે કેમ કે તું બધા સમક્ષ જ રહેશે. અને જોર થી બોલ્યા શ્રેય અંહિયા આવ.
અસલમ તો ફાટેલ આંખો થી જોતો જ રહ્યો કેમ કે રો નો એજન્ટ તેના ગેટઅપ માં તૈયાર થઈ ને ઊભો હતો, હવે તેણે જોયું કે તેના અને શ્રેય ના કદ કાઠી માં કોઈ ફરક ન હતો એટલે કોઈ પણ થાપ ખાઈ જાય કે આ અસલમ જ છે.
-*-*-*-*
શિવ ને આજે ક્યાંય ચેન નોતું પડી રહ્યું તે નાસ્તો કરી ને ઓફિસ પહોંચ્યો ત્યાં જઇ ને સહુ પ્રથમ પોતાના દીકરા જય ને ફોન કર્યો અને દરેક વાત નો અહેવાલ માંગ્યો, જય એ ત્યાં સ્નેહા સાથે જે વાત થઈ હતી તે બધી કરી અને તે આવતી કાલે સહુ પ્રથમ ચીન ના વાણિજ્ય મંત્રાલય માં જશે અને ત્યાં જઇ ને આપણાં ત્યાંની સરકાર સાથે થયેલા આપણાં કરાર ની વાત કરીશ અને આ હેરાનગતિ શું કામ કરવા માં આવે છે તે જાણવાનો પ્રયાસ કરીશ. પછી તેણે શિવ ને પ્રિયા તથા બીજા જે સ્ટાફ ને સિકયાંગ માટે પસંદ કર્યા છે અને તે લોકો આવતા અઠવાડિયે બધા આવી જશે તે માહિતી આપી અને સાથે સાથે કહ્યું કે અંહિયા એક સારા ડોક્ટર કમ રિસર્ચ એનાલિસ્ટ ની પણ જરૂર છે મને અમદાવાદ, મુંબઈ કે દિલ્હી માં આ માટે કોઈ ધ્યાન માં નથી આવી રહ્યું તો હવે તે જોઈ લેશું.
શિવ આ બધી વાતો પર વિચારતા વિચારતા ફરી પાછો ઉર્વશી ના ખ્યાલ માં ખોવાઈ ગયો. પોતાના નકાર ના જવાબ પછી ઉર્વશી નો રડતો ચહેરો તેને દેખાઈ રહ્યો હતો. ત્યાંથી નીકળી ને ઉર્વશી સીધી હોસ્ટેલ પહોંચી ને પોતાનો સામાન લઈ અને રૂપાવટી પરત આવી ગઈ અને પોતાના પિતા ને કહ્યું કે પપ્પા હવે આપ કહેશો ત્યારે અને ત્યાં લગ્ન કરી લઇશ. મને આપની પસંદગી પર કોઈ વાંધો નથી.
શિવ ને એક મહિના પછી મનોહરદાસ જી નો ફોન આવ્યો કે શિવ બેટા પંદર દિવસ પછી ઉર્વશી ના લગ્ન છે અને તારે જ બધી જવાબદારી ઉપાડવા ની છે કેમ કે તારી તો બેસ્ટ ફ્રેન્ડ પણ છે. આ સાંભળી ને શિવ આખી રાત રડતો રહ્યો અને પોતાની ગરીબી અને પોતાની જાત ને કોસતો રહ્યો. શિવ પણ પોતાનું કર્જ ઉતારવા માંગતો હતો તેથી તે પણ ત્રણ દિવસ પછી રૂપાવટી પોતાના ઘરે પહોંચી ગયો અને ઉત્સાહપૂર્વક ઉર્વશી ના લગ્ન નું કામ કરવા લાગ્યો.
લગ્ન ના બે દિવસ પહેલા ઉર્વશી તેને મળવા તેના ઘરે આવી હતી જે તેની આખરી મુલાકાત હતી.
શિવ :- કોંગ્રૈચ્યુલેશન્સ ઉર્વશી.
ઉર્વશી :- થેન્ક્સ શિવ.
શિવ :- એ તો કહે તારા એ શું કરે છે? એ પણ ડોક્ટર છે કે શું?
ઉર્વશી :- ના બરોડા માં એમને મોટી ફેક્ટરિ છે, તે અને તેના બે ભાઈ ઑ તે સંભાળે છે. હિતેન બીજા નંબર ના ભાઈ છે અને તેમણે એન્જિનિયરિંગ કરી પછી એમબીએ કર્યું છે અને ફેક્ટરિ માં મેનેજમેન્ટ એ સંભાળે છે. તું હવે ક્યારે લગ્ન કરે છે?
શિવ :- વાહ સરસ. મારા જેવા ફકીર ના લગ્ન તો હજી ઘણા સમય પછી થશે. હજી તો મારે કેરિયર બનાવવા ની છે.
ઉર્વશી :- બસ આજે તને જોવા અને છેલ્લી વાર મળવા આવી છું. અને તેના મોઢા માંથી ડૂસકું નીકળી ગયું.
તેના ગયા પછી શિવ પણ પથારી માં પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો અને બડબડવા માંડ્યો કે મને માફ કર જે ઉર્વશી હું તારો ગુનેહગાર છું.
શિવ અને ઉર્વશી ની બસ આ આખરી મુલાકાત હતી ત્યાર બાદ તેને તે ક્યારેય મળી નો શક્યો. બસ સમય સમય પર ઉર્વશી ના સમાચાર મળતા હતા. એક દિવસ તેના પતિ ના અકસ્માત માં અવસાન ના સમાચાર મળ્યા હતા અને એક દિવસ ઉર્વશી પણ નથી રહી તેવા સમાચાર મળ્યા હતા અને તે દિવસે શિવ આખો દિવસ રૂમ માં ભરાઈ ને ખુબજ રડ્યો હતો.
શિવ પાછો પોતાની યાદો માં થી બહાર આવ્યો અને ફરી પોતાના કામે લાગ્યો અને અચાનક યાદ આવતા તેણે પોતાની પુત્રી વિશાખા ને ફોન કરી ને પૂછ્યું કે બેટા તે તારા સુપરમેન ને ડીનર નું આમંત્રણ આપ્યું કે નહીં?
વિશાખા :- હા પપ્પા, હર્ષિત તો બસ હવે સાંજ ની રાહ જોઈ રહ્યો છે એ તો આપને મળવા માટે આતુર છે. ઓકે બાય પપ્પા હું પણ શોપિંગ કરવા જઇ રહી છું.
-*-*-*-*-*
સોવિયેત યુનિયનનું વિભાજન: સ્વતંત્રતા તરફના 15 દેશોના પગલા
વિશ્વ રાજકારણના ઇતિહાસમાં 1991નું વર્ષ એક ઐતિહાસિક ફેરફાર તરીકે ઓળખાય છે. આ વર્ષે વિશ્વના સૌથી વિશાળ દેશોમાંનું એક – સોવિયેત યુનિયન (USSR) – 69 વર્ષના શાસન પછી તૂટી પડ્યું. આ વિભાજન માત્ર એક રાજકીય ઘટનાની સમાપ્તિ નહોતું, પણ એમાંથી જન્મ પામેલા 15 નવા રાષ્ટ્રીય રાજ્યો માટે સ્વતંત્રતા અને નવી ઓળખાની શરૂઆત હતી.
1991ના ડિસેમ્બર મહિનામાં સત્તાવાર રીતે USSRનું વિભાજન થયું. તેમાંથી નીચેના 15 દેશો સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બહાર આવ્યા:
1. રશિયા (Russia)
USSRનો સૌથી મોટો અને પાવરફુલ ઉત્તરાધિકારી. આજે પણ રશિયા ઘણી રીતે પૂર્વ-USSRની વારસત ઉજવે છે.
2. યુક્રેન (Ukraine)
અનાજના ભંડાર તરીકે ઓળખાતું, યુક્રેન હવે યુરોપિયન આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મોખરે છે. આજકાલ રશિયા સાથેના યુદ્ધ માટે ચર્ચામાં છે.
3. બેલારૂસ (Belarus)
અત્યાર સુધીનું તિહ્યું અધિકૃત શાસન, રશિયાની નજીકનો સાથી.
4. મોલડોવા (Moldova)
યુરોપ અને રશિયા વચ્ચે સંતુલન સાધવા પ્રયાસશીલ એક નાનું દેશ.
5. લિથુઆનિયા (Lithuania)
6. લાત્વિયા (Latvia)
7. એસ્તોનિયા (Estonia)
આ ત્રણેય બાલ્ટિક દેશોએ સૌથી પહેલા સ્વતંત્રતાની જાહેરાત કરી. આજે યુરોપિયન યુનિયન અને NATOના સભ્ય છે.
8. જ્યોર્જિયા (Georgia)
કૉકેસસ પર્વત વિસ્તારનું સુંદર દેશ, EU તરફ ઝુકાવવાળું.
9. આર્મેનિયા (Armenia)
પહેલાં ખ્રિસ્તી રાષ્ટ્ર તરીકે ઓળખાતું, આજકાલ અઝરબૈજાન સાથેના વિવાદમાં.
10. અઝરબૈજાન (Azerbaijan)
ઇલક્શન આધારિત વિશ્વાસ અને તેલ ભંડારો સાથે વિકસતી અર્થવ્યવસ્થા.
11. કઝાખસ્તાન (Kazakhstan)
વિશાળ પ્રદેશ ધરાવતું મધ્ય એશિયન દેશ, વૈશ્વિક ઊર્જા બજારમાં મહત્વ ધરાવે છે.
12. ઉઝબેકિસ્તાન (Uzbekistan)
ઈતિહાસિક શહેરો (સમરકંદ, બુખારા) અને ઇસ્લામિક વારસો ધરાવતું દેશ.
13. તૂર્કમેનિસ્તાન (Turkmenistan)
કુદરતી ગેસથી સમૃદ્ધ પણ બંધ પ્રકૃતિ ધરાવતું દેશ.
14. કિર્ગિઝસ્તાન (Kyrgyzstan)
પર્વતોની ધરતી – ત્રેકિંગ અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતી.
15. તજાકિસ્તાન (Tajikistan)
અફઘાનિસ્તાનની સરહદ સાથે આવેલું, આરંભમાં ગૃહયુદ્ધથી પીડાયેલું.
આ માં નો એક દેશ એટલે કે તુર્કમેનિસ્તાન જે એક બાજુ મધ્ય એશિયાઈ દેશો વૈશ્વિક સંવાદના કેન્દ્રમાં આવી રહ્યા છે, ત્યાં તૂર્કમેનિસ્તાન હજુ પણ પોતાનું અનોખું સ્તિત્વ જાળવી રાખે છે – એક શાંત, અંતર્મુખ અને અજમાયું ઓછું એવું રણરાજ્ય. 27 ઑક્ટોબર 1991ના રોજ, USSRના વિભાજન સાથે તૂર્કમેનિસ્તાનને જ્યારે સંપૂર્ણ સ્વતંત્રતા મળી, ત્યારે દુનિયાએ તેને માત્ર એક રણપ્રદેશ સમજીને અવગણ્યું હતું. પરંતુ સમય જતાં, આ દેશે પોતાની ઓળખ સ્થાપિત કરવાનું શરૂ કર્યું – તાણાભર્યા શાસન વચ્ચે વિકાસની શ્વાસ લેતો દેશ બનવા તરફના પગલાં ભર્યાં. તૂર્કમેનિસ્તાનનું મોટું ભાગ કરાકુમ રણ (Karakum Desert) થી ઢંકાયેલું છે. તેની સીમાઓ કઝાખસ્તાન, ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન અને કેસ્પિયન સમુદ્ર સાથે મળે છે.
અહીંની પ્રાચીન સંસ્કૃતિમાં પર્સિયન, તૂર્કી અને ઇસ્લામિક અસર સ્પષ્ટ દેખાઈ આવે છે. લોકનૃત્યો, કિલિમ (ગાલીચા), અહલ-ટેકે ઘોડાની જાતિ અને ધીમા જીવનશૈલી તૂર્કમેન સંસ્કૃતિનું મર્મ છે. તૂર્કમેનિસ્તાનનું નામ સંભવતઃ વિશ્વના નકશા પર બહુ જ વિચારણામાં નથી આવતું, પણ તે એક એવું દેશ છે, જેની અંદર ભવિષ્ય માટેની અસાધારણ શક્યતાઓ છુપાઈ બેઠી છે.
તેના ભૌગોલિક સ્થિતી, ઊર્જાસ્રોતો અને શાંતિપ્રિય લોકો આ દેશમાં ઉર્જાસભર સંભાવનાઓ છોડી જાય છે – જો કે એ તેટલાં ખુલ્લા દરવાજા નથી, પણ દરવાજા ની આગ જેવી અંદરથી સળગતી આશાઓ છે.
પાકિસ્તાની આતંકવાદી / સ્મગલર કાસિમ તુર્કમેનિસ્તાન ની રાજધાની અશગાબાત માં ફરી રહ્યો હતો. અશગાબાત ઈરાનની સરહદની નજીક, કરાકુમ રણના પશ્ચિમ ભાગે આવેલ એક સુંદર શહેર છે, જે વિશ્વની સૌથી વધુ સફેદ માર્બલની ઇમારતો ધરાવતું શહેર (Guinness World Record) તરીકે પણ પ્રખ્યાત છે. ઐતિહાસિક રીતે પર્સિયન અને રશિયન સંસ્કૃતિના સંગમ સાથે વિકાસ પામ્યું છે આ શહેર. તૂર્કમેનિસ્તાનમાં ઘણાબધા લોકો સુન્ની મુસ્લિમ છે (અંદાજે 89% – 93%). કહેવા તો તે બિનસાંપ્રદીયક દેશ છે પણ મુસ્લિમ સોચ જ ત્યાંનો પાયો છે.
યુએસએસઆર ના વિઘટન પછી અસ્તિત્વ માં આવેલ આ દેશ માં ઈરાન, અફઘાનિસ્તાન અને બીજા મુસ્લિમ દેશો પર કંટ્રોલ રહે તે માટે ત્યાં ઘણા બધા છુપા લોકેશન પર અણુબોમ્બ ગોઠવેલા હતા જે 1991 માં અચાનક થયેલા વિઘટન બાદ એમ ને એમ પડ્યા હતા. કાસિમ ને પણ આ માહિતી મળતા તે તુરંત અંહિયા પહોંચી ગયો હતો અને તેની સાથે ભારત નો વોન્ટેડ નંબર 1 સ્મગલર, આતંકી હનીફ પણ જોડાણો હતો. હનીફ ને પોતાના ત્યાં ઘણા જ કોન્ટેક્ટ હતા અને તેમનો ટાર્ગેટ વહેલી તકે ત્યાંનાં રાજકારણી ઑ ને ફોડી ને આ બોમ્બ મેળવવા નો હતો. આ માટે તેઓ અહલ વેલાયત પહોંચ્યા હતા જે તેની રાજધાની નો એક ભાગ હતો અને કૃષિ અને સરકારી કેન્દ્ર તરીકે મહત્વ ની જગ્યા છે ત્યાંનાં એક ફાર્મ હાઉસ પર એક મુલાકાત કરવાની હતી ત્યાંનાં ગેંગસ્ટર અને પ્રખ્યાત દાણચોર બશીર તથા ત્યાંનાં સેના ના એક અધિકારી ગુરબાંગુલી, રૂસ્તમ તથા રાજકારણી નિયાઝોવ હાજર હતા.
ક્રમશ: