Dhwani Shastra - 12 in Gujarati Horror Stories by Maulik Vasavada books and stories PDF | ધ્વનિ શસ્ત્ર - ભાગ 12

Featured Books
  • મારુ ઘર, મારી નિયતિ છે - 26

    આગળ આપણે જોયું, માનવ ધનરાજને ઓફિસમાં જઈને મળે છે અને કહે છે,...

  • સત્ય અને અસત્ય

    સત્ય અને અસત્યમાનવજીવનનું સૌથી મોટું શણગાર સત્ય છે. જો જીવનમ...

  • તલાશ 3 - ભાગ 57

    ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

  • પાંગરેલા પર્ણ

                           !! વિચારોનું વૃંદાવન!!              ...

  • એકાંત - 29

    રિમાએ રિંકલ અને હાર્દિકનાં સંબંધમાં દરાર પાડવાનું કામ શરૂ કર...

Categories
Share

ધ્વનિ શસ્ત્ર - ભાગ 12

"જોસેફ તે પાવર સપ્લાય બંધ કર્યા ન હતો?" ડોક્ટર પ્રતિભાએ ગુસ્સે થઈ પુછ્યું.

"શું વાત કરો છો? હું તો બધું જ બંધ કરીને આવ્યો તો?" જોસેફે જણાવ્યું.

જોસેફ નું ટયુનિગ ફોર્ક હવામાં ઉડતા નીચે રેકોર્ડ કરવાની જગ્યાએ જઈને પડી ગયું. ડોક્ટર પ્રતિભાએ મોઢું બગાડીને જોસેફ ને નીચે જવા તરફ ઈશારો કર્યો.

બન્ને જણ નીચે પહોંચી પહેલા તો કોમ્પ્યુટર બંધ કરી દે છે. પછી જોસેફ ને સુચના આપતા ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું:
"પહેલા હું કોઈ અવાજ બોલીને સંભળાવીશ. આ ફયુઝન જનરેટર પર એ અવાજ ને રેકોર્ડ કરી પછી એની બધી માહિતી ની ચકાસણી કરીને કોમ્પ્યુટર સાથે સરખાવીએ કે બરાબર કામ કરે છે કે નહીં?" 

"ઠીક છે." જોસેફ હામી ભરે છે.

ડોક્ટર પ્રતિભાએ માઈક હાથમાં લઈને ગીત ગાવાનું શરૂ કર્યું:
"એ મેરે વતન કે લોગો.. જરા આંખ મેં ભર લો પાની.." 

જોસેફ અંદરથી હાથ બતાવી રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું હતું એ દર્શાવે છે. લાલ લાઈટ ચાલુ થઈ અને ડોક્ટર પ્રતિભાએ પોતાના અવાજમાં એક સરસ ગીત રેકોર્ડ કરી લીધું.

ડોક્ટર પ્રતિભા હવે જોસેફ સાથે પોતાના રેકોર્ડ કરેલા ગીતને સાઉન્ડ વિઝ્યુલાઈઝર નામના મશીનમાં સ્થળાંતર કરવા માટે સમજાવે છે.

"આ મશીન શું પ્રકિયા કરે છે?" જોસેફે પુછ્યું.

"આપણે જ્યારે કંઈ પણ બોલીએ કે ગીત ગાઈએ ત્યારે હવા સાથે સંપર્ક થવાથી અવાજ પેદા થાય છે. આ અવાજ ને આપણે રેકોર્ડ કરી પછી આ મશીનમાં નાખવાથી એ આ અવાજ ના સ્પંદનો ને ઈલેક્ટ્રોનિક સિગ્નલ માં ફેરવી આપે છે.‌" ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

"એ પછી શું?" જોસેફ ની ઉત્સુકતા વધી રહી હતી.

" આ ઈલેક્ટ્રોનિક સિગ્નલ ને ફયુઝન જનરેટર નામના મશીનમાં નાખીને આપણે એ અવાજ ના તરંગો તેમજ તેના ગ્રાફ મેળવી શકીએ છીએ. એટલે જ મેં પહેલા પોતાના અવાજ થી ચકાસણી કરવું યોગ્ય માન્યું. આપણે ટેસ્ટ કેસ પર પ્રયોગો કરીએ એ પહેલાં ખાતરી કરી લેવી સારી કે બધું યોગ્ય રીતે કામ કરે છે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

જોસેફ પણ ધ્વનિ ઈજનેર હતો પણ આ તો થોડી અલગ પ્રકારની ડિઝાઇન હતી. જોસેફ અને ડોક્ટર પ્રતિભાએ કોમ્પ્યુટર પર ડોક્ટર પ્રતિભા ના અવાજ નું રેકોર્ડિંગ સાંભળ્યું પણ અચાનક જ જોસેફ રેકોર્ડિંગ રોકી દે છે.

"શું થયું?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

"જો એક તીણો‌ અવાજ સાથે જ હસી રહ્યો હતો. " જોસેફે જણાવ્યું.

"ના. મને તો કંઈ સંભળાતું નથી." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
આમ ને આમ જ બે ત્રણ કલાક સુધી રેકોર્ડર વગાડવામાં આવ્યું. ડોક્ટર પ્રતિભાએ તો બધું જ સામાન્ય ગણાવ્યું પણ જોસેફ ને કંઈક ગડબડ લાગતી હતી. છેલ્લે ડોક્ટર પ્રતિભાએ બધું જ સામાન્ય હોવાની માહિતી આપી પછી જોસેફ એ રેકોર્ડ કરેલા ભાગને ફયુઝન જનરેટર માં નાખી દે છે.

લગભગ મધરાત થઈ ગઈ હતી. મહિપાલ સિંહનો જે પ્રતિનિધિ જોસેફ ના ઘરે પહોંચ્યો હતો તેણે ઘરમાં કોઈ પણ ન હોવાની માહિતી મહિપાલ સિંહને આપતા તેણે જોસેફ ના નંબર પર ફોન કરીને તેની લોકેશન જાણવા માટે પ્રયત્ન કર્યો હતો.

"શું થયું જોસેફ?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

"આ મહિપાલ સિંહ મને દર દસ મિનિટે ફોન કરીને મારી લોકેશન જાણવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. હું શું કરું?" જોસેફે જણાવ્યું.

"મને પહેલા કેમ ન કહ્યું?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

"મને એમ કે તમને કેમ ટેન્શન આપું?" જોસેફે જણાવ્યું.

"એક કામ કર તું હમણાં જ નીકળી જા. વળી એ તારી પાછળ જ અંહી ન પહોંચી જાય અથવા તો તારો મોબાઈલ ઓફ કરી દે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

"મોબાઈલ ઓફ કરી દઉ." જોસેફ જણાવે છે.

પછી મોબાઈલ ઓફ કરીને જોસેફ ફયુઝન જનરેટર થી ધ્વનિ તરંગો ના ઈલેક્ટ્રોનિક સિગ્નલ ડોક્ટર પ્રતિભાની સાથે જોવા બેઠો‌ તો ખુબ આશ્ચર્ય વચ્ચે એ બધી જ ધ્વનિ ડોક્ટર પ્રતિભાએ જે ગીત રેકોર્ડ કર્યું હતું એ પ્રકારનું જ બતાવતું હતું.

"જો જોસેફ ક્યાં છે બીજી ધ્વનિ તરંગો? હું જે પ્રકારે ગીત ગાતી હતી એ જ ધ્વનિ તરંગો પેદા થયા છે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

"હા મને પણ એ જ સમજાતું નથી કે એ ધ્વનિ ક્યાં ગઈ?" જોસેફ સમજ્યો નહીં.

"હવે એ સાબિત થઈ ગયું છે કે આપણા યંત્ર સરખી રીતે કામ કરી રહ્યા છે.હવે આપણે ટેસ્ટ કેસ‌ પર પ્રયોગો શરૂ કરી શકીશું." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

લગભગ રાત્રે ત્રણ વાગી ચુક્યા હતા. ડોક્ટર પ્રતિભાએ ફોન કરી એક ચોક્કસ કોડ કહીને ફોન મુકી દીધો. જોસેફ તો હવે બધું હતપ્રભ બની જોઈ જ રહ્યો હતો. અચાનક જ જોસેફ ને તેની દીકરી નો અવાજ સંભળાયો:
"પપ્પા પપ્પા મને ‌બચાવશો નહીં." જોસેફ પોતાના કાન પર‌ હાથ મુકી દે છે.

"શું થયું જોસેફ?" ડોક્ટર પ્રતિભાએ અચાનક જ જોસેફ ના વર્તન થી હતપ્રભ બનીને પુછ્યું.

"બસ‌ કંઈ નહીં." જોસેફ કંઈ કહી ન શક્યો.

"જોસેફ ચાલ આપણે રેકોર્ડિંગ રૂમમાં જઈને ટયુનિગ ફોર્ક વાપરીને અશ્ર્વય ધ્વનિ સ્પંદનો પેદા કરીએ." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

જોસેફ પોતાની સાથે ટયુનિગ ફોર્ક લઈને જ્યાં થી અવાજ નો ઉદ્દગમ કરી શકાય એવા રેકોર્ડ રૂમમાં પહોંચી પછી ડોક્ટર પ્રતિભાની રાહ જોવા લાગ્યો.

ડોક્ટર પ્રતિભાએ પોતાના ફોનથી એક કોડ કહીને ઓકે કહેતા ભોંયરામાં દીવાલ ફરી ગઈ. જોસેફ તો હતપ્રભ બની જોઈ જ રહ્યો.ત્રણ ચાર સાદા કપડામાં સજ્જ તાકતવર અધિકારી સાથે મોઢા પર કાળા રંગનું માસ્ક પહેરાવીને વીસ થી પચીસ વર્ષની ઉંમર ના એક યુવકને લાવવામાં આવ્યો.

ડોક્ટર પ્રતિભાએ પણ ચુપચાપ જ ઈશારો કરીને તેના ચહેરા પર માસ્ક ને લગાડી રાખવાની સુચના આપી પછી તેની આંખો પર પટ્ટી બાંધીને તેને જે રૂમમાં હેડફોન રાખવામાં આવ્યા હતા ત્યાં લઈ જવામાં આવ્યો.

"આના કાન પર હેડ ફોન ભરાવી દો. હાથ પગ ને સખ્તાઈ થી બાંધી પછી જ મોઢું ખોલી દો. એ ચીસો પણ પાડી શકે પણ એ અવાજ બહાર નહીં જાય. આખુંય સિસ્ટમ સાઉન્ડ પ્રુફ છે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

જોસેફ પોતાની જગ્યાએ થી જ આ બધું જોઈને હેબતાઈ ગયો હતો. એ સમજી જ નથી શકતો કે આ શું થઈ રહ્યું હતું? શું આ કરવું યોગ્ય હતું? 

"જોસેફ.." ડોક્ટર પ્રતિભાએ અચાનક જ રેકોર્ડ રૂમમાં દરવાજો ખોલ્યો.

"મારી વાત ધ્યાનમાં રાખીને કામ કરજે. તું કદાચ પહેલી વખત જ આવા કોઈ પ્રોજેક્ટ માં કામ કરી રહ્યો છે. આ પ્રોજેક્ટ ખુબ જ ગુપ્ત અને રહસ્યમય રીતે પાર પાડવામાં આવશે. 

તારી સામે કોઈ માણસ નથી. એ ફક્ત એક ટેસ્ટ કેસ છે. આપણે તેની પર પ્રયોગો કરવાના છે. તારે એમ સમજી જ કામ કરવાનું છે. તું જ મીટિંગ માં ધ્વનિ શસ્ત્ર ની વાત કરી રહ્યો હતો એ જ છે આ ધ્વનિ શસ્ત્ર!! આપણે એ બનાવવાના છીએ." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

"હું પ્રયત્ન કરીશ. પણ મને આ યોગ્ય નથી લાગતું." જોસેફે કહ્યું.

"હવે તું પાછો નહીં ફરી શકે.આ બધું મીટિંગ માં બોલવા પહેલા વિચાર કરવાની જરૂર હતી. ડોક્ટર મજમુદારે પણ આ પ્રોજેક્ટ માટે જ પોતાના જીવનનું બલિદાન આપ્યું." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

"મારે શું કરવાનું છે?" જોસેફ પોતાની જાતને સંભાળીને  પછી કહે છે.