Gandhinagar in Gujarati Book Reviews by Gautam Patel books and stories PDF | ગાંધીનગર

Featured Books
Categories
Share

ગાંધીનગર

 બોમ્બે રિઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ રચાયેલા આશરે ૧,૯૬,૦૦૦ ચોરસ કિલોમીટરના ગુજરાત રાજ્યનું નવું પાટનગર અમદાવાદના ટ્વીન સિટી તરીકે સાબરમતીની પશ્ચિમે સ્થપાવાનું હોવાની ભીતરી બાતમીના આધારે મિલમાલિકો સહિતના માલેતુજારો એ તરફ જમીનો ખરીદવા લાગ્યા. પાટનગર બંધાય ત્યારે જમીનના ભાવો વધતા ટૂંકા ગાળામાં નફાનો મોટો ગાળો મળી રહે એવી ગણતરી એ સૌએ રાખી હતી. પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ કસ્તુરભાઇ લાલભાઇએ પણ કેટલાક સોદા પાડ્યાના ખબર ફેલાયા પછી ખરીદારી ઓર વધી, કેમ કે તેઓ પાટનગર યોજનાને લગતા કેપિટલ પ્રોજેક્ટ સર્કલના મેમ્બર હતાઅને પાટનગરના સ્થળની બાબતે અમદાવાદ માટે તેમનો આગ્રહ જાણીતો હતો. ઊંચકાતા ભાવો સાથે ઊંચા માર્જિનનો નફો તારવી લેવા માગતા સૌ રોકાણકારો ની ધારણા અંતે જો કે ખોટી પડવાની હતી. કોઇએ ક્યારેય ન ધાર્યું હોય એ સ્થળ ગુજરાતના નવા પાટનગરના બાંધકામ માટે પસંદ થવાનું હતું.પસંદગીનો સવાલ ૧૯૬૦ પહેલાં ક્યારેય જાગ્યો ન હતો. ૧૦ મી સદીમાં મૂળરાજ સોલંકીએ અણહીલવાડ પાટણને ગુજરાતનું સર્વપ્રથમ પાટનગર બનાવ્યા પછી૧૪૧૧ માં અહમદશાહે કર્ણાવતીને પોતાની સલ્તનતના પાટનગર અહમદાબાદમાં (અમદાવાદમાં) ફેરવી નાખ્યું.બ્રિટિશ રાજ દરમ્યાન અનેક રજવાડાંમાં વહેચાયેલું ગુજરાત પાટનગર વગરનું રહ્યું. ૧૯૪૭ માં સ્વતંત્રતા પછી ત્રણ વર્ષ એ જ સ્થિતિમાં વીત્યાં. ભારત ૧૯૫૦ માં પ્રજાસત્તાક બન્યું ત્યારે બંધારણ મુજબ ગુજરાતને ત્રણ રાજકીયહિસ્સામાં વહેંચી દેવામાં આવ્યું.પાકિસ્તાન જોડે સરહદ ધરાવતા કચ્છનું લશ્કરી મહત્ત્વ જોતાં એ પ્રદેશને કેન્દ્ર સરકારે પોતાના વહીવટ નીચે લીધો. બધું મળીને ૨૦૮ નાનાં-મોટાં ભુતપૂર્વ દેશીરજવાડાંના વિલિનીકરણ દ્વારા બનેલા સૌરાષ્ટ્રનો જુદો ચોકો રચાયો અને રાજકોટને તેનું પાટનગર જાહેર કરવામાંઆવ્યું.  વિભાજનમાં ત્રીજો હિસ્સો સંયુક્ત રીતે ઉત્તર, મધ્ય તથા દક્ષિણ ગુજરાતનો હતો. આ તમામ પ્રદેશ મુંબઇ પ્રાન્તનો ભાગ બન્યો.૧૯૦૮ થી કનૈયાલાલ મુનશી અનેરણજિતરામ મહેતા જેવા વિચારકો કચ્છ, સૌરાષ્ટ્ર તથા ગુજરાતના સંગઠનની પરિકલ્પના કરી તેના માટે મહાગુજરાત જેવો શબ્દપ્રયોગ યોજી રહ્યા હતા. આ પ્રકારનું સંગઠન રચી તેને અલગ રાજ્યનુંસ્વરૂપ આપવામાં દિલ્હીની કોંગ્રેસી નેહરુ સરકારને જરાય રસ ન હતો. વિચ્છેદિત કહી શકાય એવા મહાગુજરાતના ત્રણ ટુકડામાં રહેતા ગુજરાતીઓ વળી પોતપોતાના વિસ્તારમાં સંતુષ્ટ હતા, કેમ કે નકશા પર અંકાયેલા પ્રાન્તિય સીમાડા પ્રાદેશિક ભૂમિ પર તેમના માટે ક્યાંય અવરોધક બનતા ન હતા. મુંબઇમાં ૧૯૫૬ દરમ્યાન ગુજરાતીઓ સામે રમખાણો ફાટી નીકળ્યાં અને ગુજરાતમાં તેમના પગલે મહાગુજરાતનું આંદોલન શરૂ થયા પછી ભૌગોલિક નકશો બદલવાનો વખત આવ્યો. ચારેક વર્ષ બાદ મે ૧, ૧૯૬૦ ના રોજ ત્રણેય ઘટકોના સમન્વય વડે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. રાજ્યના પાટનગરને લગતા આયોજનનો સવાલ પણ ત્યારે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો. ઉમેદવારી કરી શકે તેવાં મુખ્ય શહેરો આરંભમાં તો વડોદરા તથા અમદાવાદ હતાં. મુંબઇ-દિલ્હી રેલ્વેલાઇન પર આવેલા વડોદરાનું ભૌગોલિક સ્થાન અત્યંત મોકાનું હતું. ઉપરાંત વડોદરાની શાખ પણ સાંસ્કૃતિક નગરી તરીકેની હતી.નેગેટિવ પાસાં હોય તો એ કે મુંબઇ રાજ્યની મહારાષ્ટ્ર તરફી નીતિને કારણે વડોદરાને પૂરતી માત્રામાં વીજળીનો પુરવઠો મળતો ન હતો, એટલે પાટનગર તરીકે ફેલાવો પામ્યા બાદ વધારાનો જરૂરી વીજસપ્લાય તો સહેજે મળી શકેનહિ. શહેરની વસ્તી (૪,૦૦,૦૦૦) પણ જરા ગીચ હતી. આમ છતાં, પાટનગર બનવા માટે વડોદરાને કદાચ એટલા માટે નામંજૂર કરાયું કે ગુજરાત રાજ્યનો જન્મ મુંબઇમાં ગુજરાતી વિરૂદ્ધ મરાઠી પ્રજાનાં હુલ્લડોના પગલે થયો હતો અને વડોદરાના ટ્રેડ માર્ક જેવા ગાયકવાડ મરાઠી હતા.અમદાવાદ બીજા કારણસર રદબાતલ ઠર્યું. કસ્તુરભાઇ લાલભાઇનો અને જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનો પુષ્કળ આગ્રહ હોવા છતાં અનોખાસ્થાપત્યના અલ્ટ્રા મૉડર્ન ચંદીગઢની તથા ભુવનેશ્વરની તોલે આવી શકતું ગુજરાતનું આધુનિક પાટનગર મિલોનાં ભૂંગળાં વાળા અમદાવાદના સાન્નિધ્યમાં શોભે તેમન હતું. ડૉ. જીવરાજ મહેતાએ એટલે જ રાજ્ય સ્થપાયાના સવા મહિના પહેલાં માર્ચ ૧૯, ૧૯૬૦ ના રોજ ગાંધીનગર નામનું પાટનગર અમદાવાદની પચ્ચીસેકકિલોમીટર ઉત્તરે બાંધવાની જાહેરાત કરી નાખી. પસંદ કરાયેલું સ્થળ મહેસાણા જિલ્લાના કલોલ તાલુકામાં હતું. ભૂમિનું લેવલ ત્યાં અમદાવાદ કરતાં ૨૧ મીટરવધારે ઊંચું, માટે વરસાદી પાણીનો ભરાવો થવાની વકી ન હતી. રેલ્વેલાઇન આસપાસમાં ક્યાંય નહિ, પણ અમદાવાદ-આબુનો ધોરીમાર્ગ એ સ્થળથી પાંચ કિલોમીટર પશ્ચિમે અને મુંબઇ-દિલ્હીનો નેશનલ હાઇ-વે નં. ૮ પાંચ કિલોમીટર પૂર્વે પસાર થતો હતો. ડૉ. જીવરાજ મહેતાની સલાહ મુજબ ગુજરાતના રાજ્યપાલે એ જ વર્ષે વટહુકમ બહાર પાડી સૂચિત પાટનગરનું ૫,૫૦૦ હેક્ટર (૫૫ ચોરસ કિલોમીટર) ક્ષેત્રફળનું સ્થળ તેમાં સ્પષ્ટ કર્યું. આમાંથી ૪,૩૦૦ હેક્ટર વિસ્તાર પશ્ચિમ તરફ અને ૮૦૦ હેક્ટર વિસ્તાર પૂર્વ તરફ હતો. બાકીનું ૪૦૦ હેક્ટર ક્ષેત્રફળ સાબરમતી નદીએ રોક્યું હતું.સ્થળની પસંદગી થયા પછીયે ગાંધીનગરનું ટાઉન પ્લાનિંગ હાથ ધરી શકાયું નહિ. તેલ અને વાયુપંચના નિષ્ણાતો ત્યાં ભૂગર્ભમાં ખનિજ તેલના ભંડારો છે કે કેમ એ જાણવા માટે સર્વેક્ષણ કરી રહ્યા હતા અને તે કામકાજ રગશિયા વેગે ચાલતું હતું. પેટ્રોલિયમ ન હોવાનુંસર્ટિફિકેટ મળ્યા પછી જ પાટનગરનું બાંધકામ શરૂ કરી શકાય તેમ હતું.જુલાઇ, ૧૯૬૪ પહેલાં એ સર્ટિફિકેટ ગુજરાત સરકારના હાથમાં આવ્યું નહિ.ગ્રીન સિગ્નલ મળ્યા પછી સૂચિતપાટનગરને પહેલાં મહત્ત્વ અનુસારનો મોભો પ્રાપ્ત થાય એ માટે સરકારે ગાંધીનગર ફરતે એ જ નામનો ખાસ જિલ્લો આંકવાનું નક્કી કર્યું. નિર્ણય કદાચ અમેરિકા ની રાજધાની વૉશિંગ્ટનની આસપાસ વૉશિંગ્ટન-DC (ડિસ્ટ્રીક્ટ ઑફ કૉલમ્બિયા) નામનો જિલ્લો રચનાર અમેરિકાનો દાખલો નજર સામે રાખીને લેવાયો હતો. ડિસેમ્બર, ૧૯૬૪ માં ગુજરાત સરકારે નોટિફિકેશન બહાર પાડી નવા ગાંધીનગર જિલ્લા માટેઅમદાવાદ જિલ્લાનો તથા મહેસાણા જિલ્લાનો બધું મળીને ૫૮,૦૦૦ હેક્ટરએટલે કે ૫૮૩ ચોરસ કિલોમીટર પ્રદેશટ્રાન્સફર કર્યો જેમાં કુલ ૭૯ ગામડાંનોસમાવેશ થતો હતો. ઉદ્યોગો તો ઠીક, બેન્કની એકાદ બ્રાન્ચ પણ એ પ્રદેશમાં ક્યાંય ન હતી.આ તરફ સૂચિત પાટનગરનું ટાઉનપ્લાનિંગ અને ટાઉનનાં સેંકડોં મકાનોનું આર્કિટેક્ચરલ પ્લાનિંગ કોને સોંપવું તે પ્રશ્ન સરકારને ક્યારનો મૂંઝવી રહ્યો હતો.ગાંધીનગર પ્રોજેકટ સર્કલ ના મેમ્બર હોવાના નાતે કસ્તુરભાઇ લાલભાઇ પાટનગરનું ટાઉન પ્લાનિંગ લુઇસ કાહનને સોંપવાની ગુજરાત સરકારને ભારપૂર્વક સલાહ આપી રહ્યા હતા. કાહનને પણ તે પ્રોજેક્ટમાં રસ હતોખરો, પરંતુ વાટાઘાટો એ મુદ્દે અટકી કે ગુજરાત સરકાર ફોરેન એક્સ્ચેન્જના તત્કાલિન કાયદા મુજબ તેને ફક્ત રૂપિયાના ચલણમાં ફીનું ચૂકવણું કરી શકે તેમ હતી, જ્યારે કાહન અમેરિકન ડૉલરમાં રકમ મેળવવાનો આગ્રહી હતો. મહિનાઓ સુધી મડાગાંઠનો છેડો ન આવ્યો ત્યારે કસ્તુરભાઇ પોતે કાહનને ચાર વર્ષની મુદતી સેવાના વળતર તરીકે ૧,૦૦,૦૦૦ ડૉલર આપવા તૈયાર થયા, પરંતુ તે ઑફરનો તેમને સાનુકૂળ કે સમયસર પ્રતિભાવ ન મળ્યો. આ તરફ ગુજરાત સરકારે લુઇસ કાહનના હકારાત્મક કે નકારાત્મક જવાબની વધુ રાહ જોયા વિના જાન્યુઆરી, ૧૯૬૫ માં ગાંધીનગરના મુખ્ય ટાઉન પ્લાનર તથા આર્કિટેક્ટ તરીકે હરગોવિંદ કાલિદાસ મેવાડા નામના ગુજરાતીની નિમણૂંક કરીનાખી--અને તે પણ માસિક ફક્ત રૂપિયા ૩,૦૦૦ ના પગારે !જાન્યુઆરી ૨૩, ૧૯૨૧ના રોજમહેસાણા જિલ્લાના ખોબા જેવડા ગામે સુથાર કુટુમ્બમાં જન્મેલા હરગોવિંદ મેવાડાની ગાંધીનગર સુધીની મજલ વાયા અમેરિકાના માર્ગે બહુ લાંબી ચાલી હતી. વડોદરાની કલાભવન ઇન્સ્ટિટ્યૂટમાં આર્કિટેક્ચર ભણ્યા પછી વધુ અભ્યાસ માટે અમેરિકા જવાની નાણાંકીય સહાય તેમને રાજસ્થાનના દેશી રજવાડા કિશનગઢના મહારાજાએ આપી. અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંતેમણે આર્કિટેક્ચરની પહેલાં બેચલર્સ ડિગ્રી અને ત્યાર બાદ ૧૯૪૯માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી. સ્વદેશ પાછા ફરતા પહેલાં તેઓ હજી થોડુંક ખેડાણ કરી લેવા માંગતા હતા માટે ઈલોનોઇસયુનિવર્સિટીમાં તેમણે ટાઉન પ્લાનિંગની પણ માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ પૂરો કર્યો.આ બીજી યુનિવર્સિટી તેમના માટે સાચા અર્થમાં પાઠશાળા બની, કેમ કે ત્યાં શહેરી આયોજનને લગતું જે જ્ઞાન એ વિષયના પ્રખર જાણકાર પ્રો. કાર્લ લોમાાનના હાથ નીચે મેળવ્યું તે ગાંધીનગરના પ્રોજેક્ટ વખતે તેમને કામ લાગવાનું હતું.૧૯૫૦માં મેવાડા ભારત પાછા આવ્યા ત્યારે ચંદીગઢનો પ્રોજેક્ટ નવોસવો હાથ ધરાયો હત મોટા ગજાનો ફ્રેન્ચ આર્કિટેક્ટ લ કોર્બુસિએ તેનો સૂત્રધાર હતો. અમેરિકામાં તાલીમ પામેલા ભારતીય સ્થાપત્યવિદો તે જમાનામાં ડઝનેક તો માંડ હતા, એટલે લ કોર્બુસિએ ચંદીગઢના આયોજન માટે પોતાના મદદનીશ તરીકે મેવાડાને રોકી લીધા. એકાદ વર્ષનો અનુભવ મેળવ્યા બાદ ઉત્તર પ્રદેશ, આસામ તથા રાજસ્થાન સરકારોના શહેરી આયોજકના તથા આર્કિટેક્ચરલ સલાહકારના હોદા વારાફરતી સંભાળનાર મેવાડાએ તે સમયગાળા દરમ્યાન દાખવેલી સર્જનશક્તિનો નોંધપાત્ર દાખલો એ કે કિશનગઢના મહારાજા માટે તેમણે ફક્ત રૂા. ૮,૦૦,૦૦૦ના બજેટખર્ચે મિત્રનિવાસ પેલેસ નામનો રાજમહેલ બાંધ્યો.સ્થાપત્યની અર્વાચીન શૈલી જેટલી જ હથોટી તેમને પ્રાચીન શૈલી પર હોવાનું તે અદ્ભુત પ્રમાણ હતું. રાજમહેલ કરતાં રાજધાનીના તકાદા સહેજે બહુ જુદા હતા. સુવિધાના અને સુંદરતાના ધોરણે ચંદીગઢની અને ભુવનેશ્વરની તુલનાએ સહેજ પણ ઓછી ગુણવત્તાનું ન હોય એવા પાટનગરનું આયોજન કરવામાં મેવાડાએ પોતાના મદદનીશ પી.એમ. આપ્ટેના સહયોગમાં દરેક વાતે અત્યંત ઝીણું કાંત્યું. ઉદાહરણતરીકે ૪૫ મીટર પહોળા રસ્તા અને પરિસીમાના ૬૫ મીટર પહોળા રસ્તા પણ એકંદરે લંબચોરસ નગરવિસ્તારની સમાંતર આંકવાને બદલે તેમણે૩૦ વાયવ્ય-અગ્નિ તથા ૬૦ ઇશાન-નૈઋત્ય દિશા તરફ રાખ્યા જેથી બપોરના સમયે તેમના પર હંકારતા મોટરચાલકો સામા સૂર્ય વડે અંજાય નહિ.વધુ ચીવટભર્યું પ્લાનિંગ સરકારી તેમજરહેણાંક મકાનોના સંકુલો અંગેનું હતું. ગાંધીનગર માટે ફાળવાયેલા તમામ૫૫ ચોરસ કિલોમીટર વિસ્તારને જાણે સ્વતંત્ર અને સ્વાવલંબી મિનિનગરોમાં વહેંચી દેવાનોહોય તેમ ચંદીગઢની રાહે સેક્ટરો પાડવામાં આવ્યા.અનુક્રમે ક, ખ, ગ, ઘ વગેરે કહેવાતા મુખ્ય રસ્તા ઉત્તર-દક્ષિણલંબાતા હતા, જ્યારે પૂર્વ-પશ્ચિમના નં. ૧ થી ૭ ના રસ્તા એ દરેક સાથેકાટકોણ રચે, એટલે સમગ્ર ગાંધીનગર ૧ કિલોમીટર ×૦.૭૫ કિલોમીટર ના ૩૦ લંબચોરસ સેક્ટરો માં વહેંચાતું હતું. ચંદીગઢમાં આવા દરેક સેક્ટરનું ક્ષેત્રફળ ૨૫૦ એકર, તોગાંધીનગરમાં ૧૮૫ એકર હતું. દરેક સેક્ટરને પોતાનું અલાયદું શોપિંગ સેન્ટર, સ્કૂલ, મેડિકલ ક્લિનિક, સભાગૃહ વગેરે હોય એવી ગણતરી સાથેનું પ્લાનિંગએટલા માટે કરાયું કે મોટા સાથરાના નગરમાં લોકોએ પોતાની દૈનિક જરૂરિયાતો અને જીવનનિર્વાહ માટે રોજેરોજ લાંબું અંતર કાપવાનું થાય નહિ. ગાંધીનગરના એકાદ વિસ્તારમાં સામટા અનેક લોકોની ભીડ પણ જામે નહિ. આર્કિટેક્ટ મેવાડાનો અંદાજ દરેક સેક્ટરમાં એવરેજ ૭,૦૦૦ જણાને એટલે કે પ્રત્યેક એકરે ફક્ત ૪૦ જણાને વસાવવાનો હતો.પ્રથમ તબક્કાનું બાંધકામ ચાલ્યું એ દરમ્યાન અર્થાત્ મે, ૧૯૬૦ થી મે,૧૯૭૦ સુધી અમદાવાદ ગુજરાતનું પાટનગર રહ્યું. સરકારી કર્મચારીઓ માટેના અને માળખાકીય સુવિધાના બધા આવાસો બંધાયા પછીરૂા.૨૯ કરોડના અંદાજિત ખર્ચ સામે ફક્ત રૂ।.૨૪ કરોડ ખર્ચાયા હતા. આમાંરૂા.૨ કરોડ જમીનના સંપાદન માટે, રૂ।.૧૧ કરોડ લગભગ ૬,૦૦૦ રહેણાંકક્વાર્ટ્સ માટે, રૂા.૩ કરોડ સાર્વજનિક મકાનોના બાંધકામ માટે, રૂા.૭ કરોડ નું બજેટ ફાળવાયું હતું.ગાંધીનગર-અમદાવાદ એક્સપ્રેસ-વે, વૉટર સપ્લાય પ્લાન્ટ, ડ્રેઇનેજ, સ્ટ્રીટ લાઇટવગેરે માટે તથા રૂા.૧ કરોડપરચૂરણ મથાળા નીચે ખર્ચાયા હતા. જૂન, ૧૯૭૦માં સચિવાલય ગાંધીનગર ખાતે ટ્રાન્સફર થયું એ પછી બીજી સરકારી ઇમારતો ચણાયા બાદ ૧૭,૭૦૦ ચોરસ મીટરની વિધાનસભાના ઉદ્ઘાટનનો વારો તો છેક ૧૯૮૨માં આવ્યો. વિધાનસભા સહિતના જે સરકારી મકાનો ટાઉન પ્લાનિંગના બીજા તબક્કામાં બંધાયાં તેમનો કુલ ખર્ચ રૂા.૧૭ કરોડનીઅંદાજિત રકમ કરતાં સહેજ વધારેઆવ્યો. આમ છતાં ગુજરાતના નવાપાટનગરનું કુલ બજેટ સો કરોડથી ખાસવધ્યું નહિ. આ ભાવે આજકાલ તો મોટાશહેરના પ્રાઇમ વિસ્તારમાં એકાદમલ્ટિપ્લેક્સ પણ બાંધી શકાય નહિ.સસ્તા ભાવમાં બનેલું ગાંધીનગર જો કે સત્તાનું બહુ મોંઘેરુ ચુંબકીય કેન્દ્ર બની ચુક્યું છે.

https://www.facebook.com/share/p/1AU3FfHXuY/