પ્રલયનો પ્રયોગ
કબીર સિંહ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઘરે પહોંચ્યો અને પોતાની દીકરી મીતા ને રસ્તા માં અજાણ્યો માણસ મળ્યો હતો અને જે વાત કહી હતી તે કહી અને તેણે આપેલ 5000 ફ્રાન્ક તેણે મીતા ને આપી ને કહ્યું કે તું જલ્દી જય ને તારી ફી ભરી દે બાકી બધુ આપણે પછી વિચારીશું.
મીતા :- પપ્પા તમને શું લાગે છે તે વ્યક્તિ કોણ હશે?
કબીર :- ખબર નહીં પણ મને તો દેવદૂત લાગ્યો છે અત્યારે તો. પણ વાતચીત પર થી ભારતીય હોય તેવું લાગ્યું છે.
મીતા :- પપ્પા તમે અણુ વૈજ્ઞાનિક હતા એટલે તમારો ખોટો લાભ લેવા માંગતા લોકો માં થી પણ કોઈ હોય શકે.
કબીર :- ખબર નહીં પણ અત્યારે તો તારી ફી ભરી શકાય છે એટલે મને તો દેવદૂત જ લાગી રહ્યો છે.
મીતા :- પણ પપ્પા તે કોઈ ગલત ઈરાદા થી તમારી પાસે આવ્યો હોય અને તમારા જ્ઞાન નો લાભ લઈ કોઈ મોટી આતંકી હુમલા ને અંજામ આપે તો કેટલા નિર્દોષ લોકો મરી જાય. .
કબીર :- બેટા એવું તો હું પણ નહીં ઈચ્છું, એટલે મને જો તેની વાત યોગ્ય નહીં લાગે તો હું ના કહી નીકળી જઈશ અને કહી દઇશ કે તમારા 5000 ફ્રાન્ક થોડા દિવસ માં પરત કરી દઇશ.
મીતા :- પપ્પા હું ફી ભરી દઇશ પછી તમે કઈ રીતે પરત કરશો. પપ્પા તમે પહેલા તે માણસ ને મળો અને તે શું કહેવા માંગે છે તે જુવો પછી મારી ફી ભરવી કે નહીં તે જોઈશું.
કબીર :- અરે બેટા હું બધુ જોઈ લઇશ પણ તું અત્યારે જઈ ને તારી ફી તો ભરી દે
.
મીતા :- નહીં પપ્પા તમે પહેલા તે માણસ ને મળો પછી આગળ જોઈશું.
કબીર :- સારું હું થોડી વાર માં તેની હોટેલ જાવ છું.
મીતા :- પપ્પા જો જો તમારી જરૂરિયાત નો ગેરફાયદો કોઈ ઉઠાવી નો લે.
કબીર :- ઠીક છે બેટા હું ધ્યાન રાખીશ, ચાલ બેટા હું જાવ છું અને 5000 ફ્રાન્ક પણ સાથે લઈ જાવ છું.
-*-*-*-*-*-*
સિકયાંગ ના તે બંધ યુનિટ માં આજે ખુબજ હિલચાલ થઈ રહી હતી, જય અને પ્રિયા પોતાના યુનિટ માં બેઠા બેઠા cctv માં તે જોઈ રહ્યા હતા.
પ્રિયા :- સર, આજે સામે વધુ હિલચાલ થઈ રહી છે.
જય :- હા આજે ચાઇનીઝ આર્મી ના ઘણા લોકો અને પોલીસ પણ દેખાઈ રહી છે, લાગે છે, ખબર નહીં કેમ પણ આજે કઈક વધારે લાગી રહ્યું છે. પ્રિયા આજે વાતાવરણ ના રીડિંગ શું કહે છે?
પ્રિયા :- સર આજે કઈક વિચિત્ર રીડિંગ આવી રહ્યા છે.
જય :- મતલબ
પ્રિયા :- આજે દર કલાકે પ્રોટીન, અલગ અલગ ગેસ, ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ અને બીજા બે ત્રણ અલગ અલગ મ્યુટએશન આવી રહ્યા છે. મતલબ કે આજે ત્યાંથી જાણી જોઈને બધા ભ્રમ માં પડે તે રીતે પ્લાન કરવામાં આવ્યું છે. આનો સ્પષ્ટ મતલબ એ થઈ રહ્યો છે કે આજે ત્યાં કઈક મોટું થઈ રહ્યું છે. કદાચ આજે કોઈ ટેસ્ટિંગ કરવાના હોય તેવું લાગી રહ્યું છે.
અચાનક તેમના cctv કેમેરા સામે એક લશ્કરી વાહન ઊભું રહ્યું અને સનશાઈન યુનિટ ના બધા cctv કેમેરા અને ઇન્ટરનેટ બંધ થઈ ગયું જાણે તે વાહને બધુ ત્યાંથી બ્લોક કરી દીધું હોય તે રીતે.
અચાનક એક ગાડી આવી ને ઊભી રહી અને તેમાં થી ત્રણ ફોરેનર ઉતર્યા અને તેની પાછળ બીજી ગાડી ઊભી રહી તેમાં થી એક ચાઇનીઝ લેડિસ અને બે બીજા ચીના ઉતર્યા હજી તે આગળ જાય ત્યાં સુધી માં બીજી એક ગાડી ઊભી રહી અને તેમાંથી અમુક પાકિસ્તાની લોકો ઉતર્યા અને ઝડપ થી ચાલી ને તે યુનિટ ની અંદર ચાલ્યા ગયા.
યુનિટ ની અંદર તેનો વડો વાન જીએ એ બધા ને આવકાર આપ્યો અને સામે ની કેપ્સ્યુલ લિફ્ટ માં જવાનો ઈશારો કર્યો. કેપ્સ્યુલ લિફ્ટ માં ગયા પછી હાન યિંગ ને ખ્યાલ આવયો કે લિફ્ટ ઉપર જવાને બદલે અંડર ગ્રાઉંડ જઈ રહી છે અને અંડર ગ્રાઉંડ માં લગભગ સાત માળ જેટલું નીચે ગયા પછી લિફ્ટ ઊભી રહી અને બધા બહાર આવ્યા. યુનિટ ને બહાર થી જોતાં કોઈ ને એવી ખબર નો પડે કે આ જર્જરિત યુનિટ માં આટલી બધી સારી વ્યવસ્થા છે કે આવું કઈક ચાલી રહ્યું છે. બહારથી જોવામાં જે ઇમારત વર્ષો જૂની અને બંધ દેખાતી હતી,
તેની અંદર જમીનથી સાત માળ નીચે ચાલી રહી હતી માનવજાતના અંતની કથા લખાઈ રહી હતી
.
અંડરગ્રાઉન્ડ લેબોરેટરી (ભૂગર્ભ પ્રયોગશાળા)માં આજે વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. ધાતુના દરવાજા ખૂલતા જ ઠંડી હવા અને મશીનોના ઘોંઘાટ ના અવાજ એકસાથે ઘૂસ્યા. દિવાલો પર ઘણા મોટા સ્ક્રીનો ઝબકતા હતા, અને દરેક સ્ક્રીન પર એક જ વાક્ય ચમકતું હતું
“પ્રોજેક્ટ એ–૪૭ : અંતિમ પરીક્ષણ”
લેબમાં ચારે બાજુ ચાંદી જેવી ઝળહળાહટ. અંદર અનેક વૈજ્ઞાનિકો સફેદ સુરક્ષા વસ્ત્રોમાં પોતાના સાધનો સાથે ઉભા હતા. મધ્યમાં કાળા રંગનો લાંબો મેજ હતો – તેના આગળ ચીનનો વડો વૈજ્ઞાનિક વાન જી, અને સાથે ત્રણ અન્ય પ્રતિનિધિઓ અમેરિકા તરફથી રિચર્ડ સ્મિથ, પાકિસ્તાન તરફથી મુઝફ્ફર અલી, ઉત્તર કોરિયાનો વૈજ્ઞાનિક હાન–સૂંગ, અને ચીનની વૈજ્ઞાનિક હાન યિંગ, જેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.
વાન જીએ હાથ ઉંચો કર્યો –
“આજે આપણે માનવ ઇતિહાસનો સૌથી મોટો મોરચો સર કરવા જઈ રહ્યા છીએ. આ પ્રયોગ સફળ રહ્યો, તો દુનિયા હવે શક્તિશાળી રાષ્ટ્રોના હાથે નહીં, પણ વિજ્ઞાનના એક સૂક્ષ્મ કણના હાથમાં શાસિત થશે.”.
લેબના મધ્યમાં એક વિશાળ કાચનો ચેમ્બર (પારદર્શક કક્ષ) હતો. બાજુમાં કમ્પ્યુટર સ્ક્રીન પર વાયરસ ની 3–ડી છબી દેખાતી હતી લીલો–કાળો ગોળાકાર દેહ, જેના ચારે બાજુ નાની નાની કાંટાની માળા જેવી રચના હતી.
હાન–સૂંગ બોલ્યો –
“આ છે ‘એ–૪૭’ — એક એવું સંશ્લેષિત (કૃત્રિમ રીતે બનાવાયેલ) વાયરસ, જેમાં માનવ બનાવેલી બુદ્ધિ (કૃત્રિમ જ્ઞાન) સમાયેલ છે. એ માનવ શરીર સાથે સંપર્ક થતાં જ રક્તના હિમોગ્લોબિન (રક્તમાં ઓક્સિજન વહન કરતું પ્રોટીન) પર પ્રહાર કરે છે. શરીર અંદરથી ઓક્સિજન ગુમાવે છે અને વ્યક્તિ શ્વાસ લેતો હોવા છતાં શ્વાસ લઈ શકતો નથી.”.
હાન યિંગ એ પૂછ્યું –
“પણ તેની અસર કેટલી ઝડપથી દેખાશે?”
વાન જી બોલ્યો –
“જો મોટો ડોઝ (અધિક માત્રા) આપો તો વ્યક્તિ ત્રણથી પાંચ મિનિટમાં મૃત્યુ પામે. પરંતુ જો ખૂબ નાની માત્રા આપો — માઇક્રો લેવલના એરોસોલ (હવામાં તરતું અણુ સ્વરૂપ) — તો વ્યક્તિ ધીમે ધીમે અંદર થી બળી જાય છે, પણ બહારથી સામાન્ય દેખાય છે. તેની અંદર વાયરસ ધીરે ધીરે નસો અને અંગો પર કાબૂ મેળવતો જાય છે, અને ચોવીસ કલાકમાં તેની આખી શરીર વ્યવસ્થા ઠપ થઈ જાય છે.”
મુઝફ્ફર અલી બોલ્યો –
“અને એ દરમ્યાન શું તે વ્યક્તિ બીજા લોકોને સંક્રમિત કરી શકે?”
હાન–સૂંગના ચહેરા પર હળવી હાસ્યની લહેર આવી.
“હા… એ જ તો તેની સૌથી મોટી શક્તિ છે. શરૂઆતના ૪૮ કલાકમાં જ્યારે દર્દી સામાન્ય દેખાય છે, ત્યારે તે હકીકતમાં જીવંત સંક્રમણનો સ્ત્રોત (લિવિંગ કેરિયર) બની જાય છે. તેની ખાંસી, શ્વાસ, અને શરીરનો સ્પર્શ – બધું જ વાયરસથી ભરેલું હોય છે. એટલે તે જે પણ વ્યક્તિના સંપર્કમાં આવે છે, તે બધાને અજાણતાં વાયરસ લાગતો જાય છે.”
રિચર્ડ સ્મિથ બોલ્યો –
“અને નવા સંક્રમિતમાં લક્ષણો ક્યારે દેખાય?”
હાન–સૂંગ –
“પ્રાથમિક દર્દી પછી બીજા લોકોને લક્ષણો અડતાલીસ કલાક (૪૮ કલાક) પછી દેખાય છે. એટલે આ દરમ્યાન તે બીજો વ્યક્તિ પણ સતત સંક્રમણ ફેલાવતો રહે છે. આવી રીતે એક વ્યક્તિમાંથી બીજા, બીજા પરથી ત્રીજા – ચેઈન ક્યારેય અટકતી નથી.”
હાન યિંગના ચહેરા પર ધ્રુસકો આવ્યો –
“એટલે થોડા દિવસોમાં આખું શહેર સંક્રમિત થઈ શકે!”
વાન જી ઠંડા અવાજે બોલ્યો –
“હા… અને કોઈને શરૂઆતમાં ખબર પણ નહીં પડે કે મૃત્યુની ઘડિયાળ શરૂ થઈ ગઈ છે.”
હોલમાં અચાનક સિરેન વાગી — “ટેસ્ટિંગ તૈયાર છે.”
ત્રણ કેદીઓને લાવવામાં આવ્યા. તેઓને કાચના ચેમ્બરમાં બંધ કરવામાં આવ્યા. તેમના ચહેરા પર ડર, આંખોમાં ભય.
વાન જીએ હળવે કહ્યું –
“પ્રારંભ કરો.”
એક ટેક્નિશ્યને બટન દબાવ્યું. ચેમ્બરમાંથી ધીમો, પારદર્શક ધુમાડો છૂટવા લાગ્યો. પ્રથમ પળોમાં કઈ બદલાવ ન દેખાયો. બાદમાં એક કેદીએ ગળામાં હાથ નાખ્યો – જાણે શ્વાસ અટકી રહ્યો હોય.
તેના ચહેરા પર નસો ફૂલી, આંખો લાલ થઈ ગઈ. બીજો માણસ ઉઠ્યો, પણ પગમાં ઝટકા લાગવા લાગ્યા. ત્રણેય ધ્રુસકે ધ્રુસકે રડતાં જમીન પર પડ્યા.
સ્ક્રીન પર આંકડા ઝબકવા લાગ્યા:
“હૃદય ધબકારા: ૦ – શ્વાસ: ૦ – સમય: ૪ મિનિટ ૩૮ સેકંડ.”
હાન યિંગ ધ્રુસકે બોલી –
“એ જીવંત માણસો હતા!”
વાન જી ઠંડા અવાજે બોલ્યો –
“અને હવે એ સંશોધન છે.”
રિચર્ડ સ્મિથ ધીમેથી બોલ્યો –
“વાયરલ અસર નિશ્ચિત છે, પણ નાનું ડોઝ કેટલી અસરકારક છે તે બતાવો.”.
વાન જીએ કહ્યું –
“અમે થોડા દર્દીઓને માઇક્રો માત્રામાં આપ્યું છે. આગામી ૨૪ કલાકમાં તેઓ મૃત્યુ પામશે, પરંતુ એ પહેલા તેઓ જે પણ સંપર્કમાં આવશે તે બધા આગામી ૪૮ કલાકમાં લક્ષણ બતાવશે. એ સમયે સુધી વાયરસ ચાર સ્તરે ફેલાઈ ચૂકશે.”
સ્ક્રીન પર ગ્રાફ દેખાયો —
એક વ્યક્તિ → ૫૦ લોકો → ૨૫૦૦ લોકો → ૧૨,૦૦૦ લોકો —
અને નીચે લખેલું હતું :
“સંક્રમણ દર : ૧:૫૦ – સમય : ૪૮ કલાક”.
હાન યિંગ હેરાન થઈ બોલી –
“આ તો માનવજાત માટે પ્રલય છે.”
વાન જી હસ્યો –
“નહીં, આ તો નવી વ્યવસ્થા છે. જે દેશ પાસે રોગ છે અને તેના ઉપચાર (ઍન્ટીડોટ – વિરોધી દવા) છે, એ દેશ જ દુનિયાને ચલાવશે.”
લેબમાં થોડીવાર શાંતિ છવાઈ ગઈ. પાછળના સ્ક્રીન પર હવે લખાણ ઝબકતું હતું :
“પરિણામ : સફળ પરીક્ષણ – મૃત્યુદર ૧૦૦ ટકા – પ્રાથમિક ચેપ ૨૪ કલાક – દ્વિતીય ચેપ ૪૮ કલાક – વાયરસ હવામાં જીવંત સમય : ૧૨ થી ૨૪ કલાક.”
ચેમ્બર ની અંદર પડેલા મૃત શરીર પરથી હળવો ધુમાડો ઉઠતો હતો. તે ધુમાડો હવે હવામાં ફેલાતો જઈ રહ્યો હતો — જાણે માનવજાતની અંતિમ પ્રાર્થના બની ગયો હોય.
હાન યિંગ શાંતિથી પોતાના આંખ બંધ કરી બોલી –
“આજે વિજ્ઞાન એ ઈશ્વરનો સ્વરૂપ નહીં, પણ પ્રલયનું મુખ જોયું છે.”
વાન જી સ્મિત કરીને બોલ્યો –
“આ ઈતિહાસમાં માનવજાતનો સૌથી મોટો વિજય ગણાશે.”
લેબની લાઈટ ધીમે ધીમે બુઝાઈ ગઈ.
સ્ક્રીન પર છેલ્લું લખાણ ઝળહળ્યું —“પ્રોજેક્ટ એ–૪૭ : માનવ પરિક્ષણ સફળ. વાયરસ સક્રિય. વિશ્વ બદલાયું.” અને સિકયાંગની ધરતી નીચે, માનવજાત પોતાનું સૌથી ભયાનક હથિયાર બનાવી ચૂકી હતી.
-*-*-*-*-*-*-*
નવું દિલ્હી – રો હેડક્વાર્ટર.રાત્રિનો સમય. ક્લોકમાં ૨:૧૫ વાગ્યા હતા. સમગ્ર ઈમારતના ઉપરના માળે પ્રકાશ માત્ર એક રૂમમાં જ બળતો હતો.
કોન્ફરન્સ હોલ નંબર 2 .દરવાજા પર “.TOP SECRET”નો લાલ ચિહ્ન ચમકતું હતું.
દરેક રો અધિકારી , મિલિટરી ઈન્ટેલિજન્સ, નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ અને હેલ્થ સેલના વડાઓ પોતાની ફાઈલ સાથે બેઠા હતા. દિવાલ પર ઈલેક્ટ્રોનિક નકશો સિકયાંગ વિસ્તાર ચમકતો હતો.
વિજય કપૂર રૂમમાં પ્રવેશ્યા. તેમના ચહેરા પર શાંતિ હતી, પરંતુ આંખોમાં વાદળો જેવી ચિંતા.તેઓએ હાથમાં ફાઈલ બંધ કરી ને ટેબલ પર મૂકી.
વિજય કપૂર: “સાહેબો, હવે આપણી પાસે સમય બહુ ઓછો છે.
સિકયાંગમાં બાયોલોજિકલ હથિયારનું પરીક્ષણ સફળ થયું છે — એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ એક મહત્વની માહિતી મળી છે.આ લેબની બાજુમાં આવેલી ફાર્માસ્યુટિકલ ફેક્ટરી ‘સનશાઈન ફાર્મા’ સીધી રીતે કયાંય સામેલ નથી… પરંતુ એ ફેક્ટરીનું સ્થાન આપણા માટે એક તક છે.”
રૂમમાં શાંતિ છવાઈ ગઈ. હેલ્થ સેલના અધિકારી ડૉ. રાણા બોલ્યા —
ડૉ. રાણા: “સર, સનશાઈન ફાર્મા નિર્દોષ છે તો આપણે કેવી રીતે તેમાં પ્રવેશ લઈ શકીએ?”
વિજય: “અમે કોઈને દોષારોપણ કરવા જઈ રહ્યા નથી, રાણા સાહેબ. અમે ફક્ત તેમની નજીકતાનો ઉપયોગ રાષ્ટ્રીય હિત માટે કરવાનો છે કાયદેસર, નૈતિક અને સહકારથી. એ લેબ અને એ ફેક્ટરી વચ્ચે ફક્ત પચાસ મીટર નું અંતર છે.અને એ વિસ્તારને નિયંત્રિત કરવાની જરૂર છે, પણ સીધું દબાણ કર્યા વિના.”
એજન્ટ શ્રેય : “સર, તેનો અર્થ કે આપણે ફેક્ટરીને કવર તરીકે (Cover site) ઉપયોગ કરી શકીએ?”
વિજય:(સ્મિત સાથે) “બરાબર વિચારો છો, શ્રેય પણ ‘કવર’ એટલે ગેરકાયદેસર પગલું નહીં.સનશાઈન ફાર્મા એક વૈધ સંસ્થા છે અમને તેમની મદદ અને સહયોગથી તેમની ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવો છે.એનો અર્થ કે આપણે તેમની સુવિધાઓને મેડિકલ સપ્લાય, સ્ટોરેજ, વાહન વ્યવસ્થા, અને માનવબળ રાષ્ટ્રના હિતમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. બીજું તેના માલિક શિવ મહેતા એક દેશ પ્રેમી વ્યક્તિ છે તે ક્યારે પોતાના વ્યક્તિગત ફાયદા ઑ ને નહીં જુવે પણ દેશ હિત માં પોતાની ફેક્ટરી ની કુરબાની આપવી પડે તો પણ આપી દેશે.”
એજન્ટ શૈલેષ:“સર, ફેક્ટરીના લોકો તૈયાર થશે?”
વિજય:“તેમને સહકાર આપવો પડશે.પણ એ માટે તેમની પાસે સ્પષ્ટ કારણ હોવું જોઈએ.અમે તેમને કહીશું કે સરકાર તેમની સહાય માંગે છે રાષ્ટ્રીય હેલ્થ સેફ્ટી પ્રોટોકોલ માટે.સરકાર અને કંપની વચ્ચે એક કાયદેસર સમજૂતી (Official MoU) થશે.કંપની ને ભારત માં તે યુનિટ કરતાં પણ વધુ જમીન અંહિયા ફ્રી માં આપીશું તથા તેમને યુનિટ બનાવવા માટે સરકાર વગર વ્યાજે મોટી લોન આપશે તથા ૨૦ વર્ષ સુધી બધા ટેક્સ પણ ફ્રી કરી આપશે તો તે લોકો ના નહીં કહી , હા એ મને પણ ખબર છે કે શિવ મહેતા ને કઈ ના આપો તો પણ તે ના નો પાડે તેવા દેશભક્ત છે. ”
રૂમમાં બેઠેલા અધિકારીઓ નોંધ લેતા હતા. વિજય હવે ધીમા સ્વરે સમજાવતા ગયા
“જુઓ, મિત્રો… આ લડાઈ ગોળીબારથી નહિ, બુદ્ધિ અને શિસ્તથી જીતવાની છે. તેથી આપણે ત્રણ દિશામાં એકસાથે કાર્ય કરવું પડશે.”
પ્રથમ દિશા — માહિતી અને નિરીક્ષણ
વિજય:“સૌથી પહેલાં સિકયાંગ વિસ્તારના સેટેલાઇટ ઈમેજ અને રિયલ ટાઇમ ડેટા. દર મિનિટે અપડેટ આવવો જોઈએ. કોઈ અસમાન્ય પરિવહન, ધુમાડો, કે ક્વોરેન્ટાઇન ઍક્ટિવિટી જો દેખાય તો તરત જ રિપોર્ટ. સનશાઈન ફાર્માના આસપાસની ચળવળ પર પણ નીતિપૂર્વક નજર રાખવી. પણ યાદ રાખજો કોઈ અતિરેક નહી.તેઓ આપણા માટે સંસાધન છે, લક્ષ્ય નહીં.”
બીજી દિશા — તાત્કાલિક હેલ્થ તૈયારી
વિજય:“દ્વિતીય, આરોગ્ય પ્રણાલી.હવે જો આ વાયરસ ફેલાવાની શક્યતા વધે, તો આપણા પાસે અલગાવ (Quarantine), સારવાર, અને લોકલ રેસ્પોન્સ માટે તૈયાર માળખું હોવું જોઈએ. દેશ ના દરેક ભાગ માં તાત્કાલિક હોસ્પિટલો ઊભી કરો તથા ખુલ્લા મેદાનો માં લોકો ને રાખી શકી એ તેવી વ્યવસ્થા કરો, દવા આજથી બધી ભેગી કરવાની શરૂ કરો આપણે દેશ ની બધી ફાર્મા કંપની ઑ માધ્યમથી આપણે દવાઓ, PPE કિટ્સ, ઓક્સિજન સિલિન્ડર અને અન્ય આવશ્યક સામગ્રી ઝડપી પહોંચાડી શકીએ.તે લોકો પાસે પહેલેથી જ વિતરણ નેટવર્ક છે બસ હવે એને નાગરિક રક્ષણ માટે અનુકૂળ બનાવવું છે.”
એજન્ટ રવિ:“સર, ફાર્માના માલિકો સહયોગ કરશે?”
વિજય:“અમે તેમને વિશ્વાસમાં લઈશું.તેમને ખ્યાલ અપાવવો કે એ પગલું ફક્ત તાત્કાલિક છે, અને દેશના હિત માટે છે.સાથે તેમને પૂરતું વળતર અને સુરક્ષા આપવાની જવાબદારી પણ આપણા પર રહેશે.કોઈ દબાણ નહીં — ફક્ત સહકાર.”
ત્રીજી દિશા — આંતરરાષ્ટ્રીય અને રાજકીય પગલાં
વિજય: “ત્રીજી અને સૌથી નાજુક દિશા — રાજદ્વારી. અમે ચીન અને પાકિસ્તાન પર સીધો આરોપ નથી લગાવી શકતા,પણ કાયદેસર રીતે પુરાવા ભેગા કરવા પડશે. આ બાબત WHO અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સુધી પહોંચાડવાની છે. જગતમાં બતાવવું છે કે ભારત ન ફક્ત તૈયાર છે,પરંતુ માનવતાની સુરક્ષા માટે માર્ગદર્શન આપતું છે.”
એજન્ટ કિરન:“સર, એટલે આ સમયે કોઈ પ્રતિશોધ નથી?”
વિજય:(મંદ હાસ્ય સાથે) “કિરન, પ્રતિશોધ ત્યારે લઈએ, જ્યારે હાથમાં પુરાવા હોય.હાલ અમારું ધ્યેય — બચાવ, રક્ષણ અને વિશ્વાસ. અમારા લોકો સુરક્ષિત રહે એ જ વિજય છે.”
રૂમમાં હવે થોડી શાંતિ છવાઈ ગઈ. વિજયે પોતાની ફાઈલ બંધ કરી, આંખોમાં સીધું જોઈને બોલ્યા “યાદ રાખજો, આ સમય લડવાનો નથી — વિચારવાનો છે. સનશાઈન ફાર્માની નજીકતાને આપણા માટે ઢાલ બનાવવી છે. દરેક પગલું કાયદેસર, શાંત અને વિવેકપૂર્ણ હોવું જોઈએ. જો આપણે આ યોજના સફળતાથી અમલમાં મૂકીશું, તો માત્ર દેશ નહીં, આખું માનવજાત આપણા પ્રયાસને યાદ રાખશે.”
અંતિમ શબ્દો બોલીને વિજય ચુપ રહી ગયા.
રૂમમાં ફક્ત પ્રોજેક્ટરના હળવા અવાજ અને નકશાની ઝબક ચાલતી રહી. દરેક અધિકારીને ખ્યાલ આવી ગયો યુદ્ધનો પ્રારંભ હવે હથિયારોથી નહિ, પરંતુ સમજ, સહકાર અને સંયમથી થવાનો હતો.
વિજય:“હવે બીજો મોરચો સાંભળો.આ ખતરો છે અણુ બોમ્બ જે પાકિસ્તાની આતંકી ઑ એ તુર્કમેનિસ્તાન થી મેળવી લીધો છે અને તે લોકો તક ની રાહ જોઈ રહ્યા છે મુંબઈ અથવા બીજા કોઈ પણ પોર્ટ પર તેણે લાવવાનો અને સાથે સાથે તે લોકો એક અણુ વિજ્ઞાની ની શોધ કરી રહ્યા છે જે તેની રીલીઝ સિસ્ટમ બનાવી આપે અને તે કોનો કોન્ટેક્ટ કરશે તે માહિતી આપણ ને હમણાં જ પાકિસ્તાન માં થી મળી શે તો હવે તેના પર કામ શરૂ કરી દીધું છે.”
એજન્ટ શૈલેષ:“સર, એ લોકો એ બોમ્બ ક્યાં રાખ્યું છે?”
વિજય:“અમારા ઇન્ટેલ મુજબ હજુ તુર્કમેનિસ્તાન માં જ છે ત્યાંની અહલ વેલાયત, ડેરવેન્ઝા ક્રેટરના નજીક વિસ્તારની એક અંડરગ્રાઉન્ડ ગુફામાં. હાલ એ લોકો એક વિદેશી એજન્સી સાથે સંપર્કમાં છે, જ્યાંથી તેઓને ‘ટ્રીગર કોડ’ મેળવવો છે.”
તેમણે સ્ક્રીન પર ત્રણ શબ્દો ટાઈપ કર્યા:
Intercept – Contain – Neutralize
વિજય:“આ ત્રણ શબ્દો હવે આપણા ધર્મ સમાન છે.
અમે એ બોમ્બને ચલાવાની પ્રક્રિયા પહેલા જ અટકાવવી પડશે.”
શ્રેય :“કેવી રીતે સર?”
વિજય:“ત્રણ સ્તરે —એક, સાયબર ઈન્ટેલિજન્સ —
જે જગ્યાએ પણ અણુ કોડની માંગ થશે,અમારી સાયબર ટીમ ત્યાં હેક કરીને એ ફાઈલ નાશ કરશે.હાલ અમે દસ દેશોમાં એ હેતુ માટે ટ્રેકિંગ ચાલુ કર્યું છે. બે, ફિલ્ડ ઓપરેશન અમારા બે એજન્ટ પાકિસ્તાનની અંદર છે.તેઓ એ બોમ્બનું સ્થાન જાણી ગયા છે.જ્યાં સુધી કોડ ન મળે, એ બોમ્બ નિષ્ક્રિય રહેશે. જ્યારે સમય આવશે, અમે આંતરરાષ્ટ્રીય સહયોગથી એને દૂર કરીશું. અને ત્રણ, રાજકીય દબાણ ચીન, અમેરિકા, અને રશિયા સાથે ચર્ચા શરૂ થઈ રહી છે. જો દબાણ વધશે, તો એ આતંકી સંગઠનને ટેકનિક મળવી મુશ્કેલ થઈ જશે.”
એજન્ટ કિરણ:“સર, જો એ લોકો એ કોડ શોધી લે તો?”
વિજય:(ઘેરા સ્વરે) “ત્યારે અમારી બેકઅપ યોજના છે. અમારી ઈન્ટરસેપ્ટ સિસ્ટમ એ ડિવાઇસના સિગ્નલને બ્લોક કરી શકે છે. તે પછી એ બોમ્બ એક નિષ્ક્રિય ધાતુના ટુકડા જેવો થઈ જશે.”
રૂમમાં થોડો શ્વાસ પાછો ફર્યો.
વિજય:“જુઓ, સાહેબો…એક બાજુ વાયરસ છે અદૃશ્ય, પણ જીવલેણ. બીજી બાજુ બોમ્બ છે દેખાતો નથી, પણ વિનાશકારી છે. આ બે ખતરાં વચ્ચે આપણું દેશ છે અને એ દેશનો ઢાલ બનવું આપણું ધર્મ છે.”
તેમણે દરેક અધિકારીની આંખમાં જોઈને કહ્યું “આ લડાઈ બંદૂકોથી નહિ, બુદ્ધિ અને વિશ્વાસથી જીતવાની છે.સનશાઈન ફાર્મા આપણું હેલ્થ ફ્રન્ટ છે, અને પાકિસ્તાનના આતંકીઓ સામે અમારી ગુપ્ત બુદ્ધિ એ વોરફ્રન્ટ છે.”
ડૉ. રાણા:“સર, સમય કેટલો છે?”
વિજય:
“૨૪ કલાક અથવા કહી ના શકાય તેટલો જ સમય છે આપણાં હાથમાં.દરેક ટીમ ૩ કલાકમાં પ્રારંભિક રિપોર્ટ આપે.એક પણ ખામી થઈ, તો આખું દક્ષિણ એશિયા તબાહ થઈ શકે છે.”
રૂમમાં તણાવ વધ્યો, પણ દરેક ચહેરા પર નક્કર નિર્ધાર દેખાતો હતો.
વિજયે ફાઈલ બંધ કરી, ઊભા રહીને બોલ્યા “યાદ રાખજો, આપણા સામે જે છે એ વિનાશ છે.પણ આપણા અંદર જે છે એ વિશ્વાસ છે. એક વાયરસને આપણે બુદ્ધિથી હરાવશું, અને એક બોમ્બને સંયમથી. ભારતને બચાવવાનો સમય આવી ગયો છે.”
વિજયે હાથ ઉંચો કર્યો “જય હિંદ!”
બધા અધિકારીઓ ઊભા થઈને એકસાથે બોલ્યા “જય હિંદ!”
રૂમમાં અવાજ ગુંજ્યો, અને ઘડિયાળે ૩ વાગ્યા.પરંતુ દેશ માટેની એ લડાઈ હવે શરૂઆત લઈ રહી હતી.