Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

નસીબ....

લકીરો હોવી હાથોમાં પર્યાપ્ત નથી હોતું,
પુરુષાર્થનો એકડો પણ ચિતરવો પડે છે.

તું એક ડગલું તો ભર, નવ્વાણું એ ચાલશે,
મંજિલ પામવા પહેલ તો કરવી જ પડે છે.

રામભરોસે બેસી રેહવાથી કશું નહિ મળે!
નસીબને પણ કર્મથી ઉજાગર કરવું પડે છે.

કદાચ વાર લાગી શકે ! પણ નિરર્થક નહિ,
મહેનતનું ફળ એણે પણ આપવું જ પડે છે.

બાકી, બેઠા બેઠા તરસ નહિ બુઝાય વ્હાલા,
પાણી પીવા ખોબો તો તારે જ ધરવો પડે છે.

મિલન લાડ. વલસાડ.

milanvlad1

got 2nd number for this poem...

milanvlad1

❤️

mirayapandyagmailcom

seharsehar125526

ap031296

હૈદરાબાદ ની મીઠી પળ

upendrasinhzala142751

ખુદ હી ખુદા.
=======

ભગવાન/ગોડ/અલ્લાહ/ઈશ્વર.
શું છે? સૂફીનાં ઉદાહરણ લઈએ.સૂફીઓ એટલે? અલ્લાહ/ગોડના મેસેન્જર્સ?
તેમના અનુયાયીઓ? બિલકુલ નહી! એક સુફી થઇ ગયા જેમનું નામ કદાજ સાંભળ્યું હોય. અલ-હલ્લાજ મન્સુર. એક દિવસ નદી કિનારે કિતાબ લઈ બેઠા હતા. ત્યાંથી બીજા સુફી નીકળે છે. એ સુફી અલ-હલ્લાજ મન્સુરને કિતાબમાં મશગુલ જોઈ અને પૂછે છે. “તું અહી શું કરી રહ્યો છે? આ કિતાબમાં શું છે?”
અલ-હલ્લાજ મન્સુર જવાબ આપે છે “આ કિતાબમાં હું ઈશ્વરને શોધું છું”
ત્યારે એ સુફી તેની પાસેથી એ કિતાબ લઇ અને નદીમાં ફેંકી દે છે અને કહે છે કે જો તને ઈશ્વરની શોધ કરવી હોય તો આ કિતાબમાં નહી, પણ ચાલ મારી સાથે મારી પાછળ હું તને ઈશ્વર પાસે લઇ જાઉં.
ત્યારે અલ-હ્લ્લાજ મન્સુર ગુસ્સે થઇ જાય છે અને કહે છે કે એ કિતાબને નદીમાં શા માટે ફેંકી? એ કિતાબમાં મારો ઈશ્વર છે, મારું સર્વશ્વ છે. હવે હું ઈશ્વર ને ક્યાં સોધીશ?
ત્યારે એ સુફી નદીમાં હાથ નાખી અને એ કિતાબ તેને પાછી આપે છે અને કહે છે કે “લે કિતાબ શોધી લે તારા ઈશ્વર ને.”
મન્સુરને આશ્ચર્ય થાય છે અને તે સુફીની પાછળ પાછળ જાય છે...
ત્યાર બાદ મન્સુરના જીવનમાં એક નવો સુરજ ઉગે છે. મન્સુરને તેની પોતાની અંદર રહેલી શક્તિ/ઉર્જા/આત્મા જે પોતાનું સંચાલન કરતી હતી તેની પ્રતિતી થાય છે, પોતે ખુદ ઈશ્વર/અલ્લાહ હોવાનો દાવો કરે છે. પોતે અલ્લાહ અલ્લાહ હોવાનો દાવો શા માટે કરે છે? પછી મન્સુર સાથે શું થયું? પણ તે વાર્તાનું હું માત્ર ફિલોસોફીકલ રેફરેન્સ ઉપર જ લઉં છું. એવી કોઈ ફિલોસોફી હશે. ઘટના સત્ય છે કે નહી એ ગોણ બાબત છે. પૂછડું પકડી ને ચાલો કોઈના અનુયાયી બનીને રહો ખુશ રહો આબાદ રહો જી-હુજુરમાં જે કાઈ ૬૦-૭૦-૮૦ કે સો વર્ષની જિંદગી વિતાવી દો અને જલસા કરો!
આવુંજ કંઇક બુદ્ધ સાથે થયું હતું? આવુંજ કાંઇક ઈશુ સાથે થયું હતું? તમને કોઈ અધિકાર નથી! તમારી ઉર્જા/આત્માને ક્યાંક ને ક્યાંક તો નમાવવાની જ. તો પછી એજ ઉર્જાને ખુદમાં ઓતપ્રોત કેમ નહી? ખુદના અનુયાયી કેમ ન બની શકાય? સવાર સાંજ અરીસા સામે બે પાંચ મિનીટ ઉભા રહીને પોતાની આરતી કેમ ના ઉતારી શકાય? અરે એ એજ પ્રકૃતિને જીવતી જાગતી દેન છે!
જોકે ઓશો એ પોતાની દરેક વાતમાં ભીતર શબ્દ નો પ્રયોગ કર્યો છે. આ ભીતર એટલે શું? અરે કોઈ પણ થીયરી ઉપાડી લો આલ્બર્ટ અઈન્સટાઇનની કે કવોન્ટમની કે પછી ન્યુટનની. કે પછી એરીસટોટલની!
દરેકની થીયરીમાં ઉર્જા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છ. ક્યાય આત્માની વાત નથી કરી નથી કરી અને નથી કરી..ઓશોએ કરોડો અનુયાયી ઉભા કર્યા એ અલગ બાબત છે. પણ ઘણું બધું પીરસી ગયા..
દુનિયાના ઘણા બધા દેશોમાં એ મહાનુભાવ ઉપર બેન હતો. શામાટે? જો કે હું તો અમુક અંશે ઓશોને પણ નથી માનતો. કેમ કે તેને પણ પોતાનો એક સમુદાય બનાવ્યો, ઓશોઈઝ્મને કોમર્સિયલ સ્ટેન્ડ બનાવ્યું! ઓશો જગાડવામાં અને જાગવામાં માનતા હતા પણ લોકો જાગી જાગી અને ઓશોના અનુયાયી બનવા લાગ્યા હતા...
તેમની એક બુક છે “હમને ચાંદ દિખાયા ઔર તુમને ઉંગલી પકડ લી”
અનુયાયીઓને સ્પષ્ટ કહ્યું હતું કે હું શું બતાવું છું અને તમે શું કરો છો?
ખેર આમારા અંગત વિચાર છે. કોઈએ ફોલો કરવા ન કરવા એ તો ખુદ/પોતાની/અંદર રહેલી ઉર્જા પર નિર્ભર છે કે ન્યુટન ની ગતિનો નિયમ એ ઉર્જાને કઈ તરફ લઈ જાય છે!

#_નીલેશ_મુરાણી .

nilesh.murani

annugangwal171024