આજે અમસ્તું લખવા બેઠો છું ,
તારી જાણ બહાર તારા વિશે લખવા બેઠો છું ...
નથી નિહાળી મેં આવી ખૂબસૂરતી પહેલાં ,
એ નમણી આંખો માં હું આજ ડૂબવા બેઠો છું ...
ગુલાબી ગાલના એ ખંજનની કસમ ,
તને જોયા પછી ખુદ નું ભાન ભૂલી ને બેઠો છું ...
ઘાયલ થઈ તારી આંખોથી ,
તારા સ્મિતનો મરહમ લગાવી બેઠો છું ...
તારું નામ સાંભળતા ઉઠે છે લહેર દિલ માં ,
તને જોવાની ચાહમાં દુનિયા ભૂલાવી બેઠો છું હું ...
પ્રેમ થાય કે ન થાય તને મારા થી એની જાણ નથી ,
પણ , હું તો તને મારું સર્વસ્વ આપી બેઠો છું ...
શબ્દો ની રમતમાં ભલે કાચો હોવ ,
પણ ,મારી દરેક કવિતા માં "" ક્રિષ્ના "" તને સજાવી બેઠો છું હું ...