આજે દુનીયા બહુ જ લાલચુ બની ગઇ છે જેની પાસે પૈસો છે તે આજે મહાનછે ને જેની પાસે પૈસો નથી તેને કોઇ પુછનાર નથી તે પછી દુરના સગા હોય કે નજીકના ભલે ગમે તે હોય પણ જો તમારી પાસે કોઇ રીતે અચાનક પૈસો આવી જશે તો તમારી ખબર પુછવા લોકો લાઇન કરી દેશે...
જી હા હુ વાત કરવા માગુછુ જે રેલવે સ્ટેશન ઉપર પોતાના પેટનો ખાડો પુરવા (ફિલમી ગીત ગાઇને) હાથ લંબાઇને પૈસાની એક ભિખ માગતી હતી જેનુ નામ છે રેનુ મંડલ જે પશ્રિમ બંગાળની છે તેનો પતિ વરસો પહેલા મરણ પામ્યો હતો ને એક છોકરી છે જે પરણ્યા પછી કદી તેની માને મળવા આવી નથી અચાનક મિડીયા ઉપર પોતાની માના ગીતના વખાણ જોઇને તુરત તેને શોધતી શોધતી માને મળવા આવી ગઇ..સવાલ એ થાયછે કે તે અત્યાર સુધી પોતાની માને કેમ મળવા ના આવી!કારણકે હવે તેની મા ફિલમ ઉધોગમાં આવી ગઇછે હવે તેની ગરીબી રહી નથી હિમેશ રેશમીયાએ તેને પોતાની ફિલમમાં એક ગીત ગાવા માટે આઠ લાખ રુપીયા આપ્યા છે ને આપણા દિલદાર સલમાનભાઇએ તેને મુંબઇમાં રહેવા માટે પચ્ચાસ લાખનુ ઘર આપ્યુછે માટે તે હવે ગરીબ રહી નથી તેની પાસે હાલ પૈસા છે ને રહેવા માટે એક સુદર ઘર પણ છે કદાચ આ કારણે જાણીને તેની સગી દિકરી મા મા કરતી તેની પાસે આવી ગઇછે. કદાચ હમેશને માટે...
ફિલમના ગીતની કડી આ પ્રમાણેછે
તેરી મેરી મેરી તેરી યે પ્રેમ કહાણી...
રેનુ મંડને સ્ટેજ ઉપર લાવનાર એક સામાન્ય છોકરો છે જેને રેનુ પાસે એક સુદર ગીત ગવડાવીને તેનો વિડીયો બનાવ્યો હતો ત્યારબાદ તેને મિડીયામાં વાઇરલ કરી દિધો હતો જેને કુલ પચ્ચાસ લાખ લોકોએ તેને જોયો હતો..ને પછી તેને એક સ્ટેજ પ્રોગ્રામમાં ગીત ગાવાનો મોકો મળ્યો ને ત્યા આપણા ગુજરાતી હિમેશ રેશમીયા તેમાં જજ હતા સાથે અલકા યાજ્ઞીક પણ હતી તે બંન્નેને આ રંનુનુ ગીત બહુજ ગમી ગયું પછી હિમેશે તેને પોતાની ફિલમમાં એક ગીત ગાવા માટે ઓફર કરી ને તેને બે લાઇન ગાઇ બતાવી તો હિમેશને તે બે લાઇન બહુજ ગમી ગઇને આખુ ગીત રેનુ પાસે ગવડાવી દિધુ બસ તેના જ હિમેશે આઠ લાખ કેશ આપી દીધા પણ તમને હાલ તેનુ આખુ ગીત સાંભળવા નહી મળે કારણકે ફિલમ હજી બની રહીછે...હાલ તો રેનુજી તો આનંદમાં છે ને ઘણા ખુશ પણ છે નસીબ ઉપર તેમનુ આડુ પડેલુ પાદડુ હવે ખસી ગયુછે ને હવે તેમને બીજા ઘણા બધા ગીતો ઓફરો પણ જલદી મળવા લાગશે તેમાં કોઇ શંકા નથી..સ્ટેશન ઉપર બેસીને ફિલ્મી ગીતો ગાતી રેનુજી કાલે તમને ઓડી ગાડીમાં દેખાય તો નવાઇ ના પામશો કારણકે તેમાં તેમની સાચી મહેનત ને સાચી લગન છે..."જબ ખુદા દેતા હૈ તો છપ્પડ ફાડકે દેતા હૈ" તે આનુ નામ.