આજે સરદાર વલ્લભભાઈ પટેલ એટલેકે આપણા સરદાર સાહેબ ની જન્મજંયતિ એની સાથે જ સોસીયલ મિડિયા પર ચારેતરફ સરદાર સાહેબ ના ફોટો , વિડીયો અને સ્ટટેસ લોકો એટલા ઉત્સાહ થી મુકી રહીયા છે કે વાત જવા દો અને ઉત્સાહ હોવ જ જોઈએ પરંતુ વાત એ છે કે જે સરદાર વલ્લભભાઈ પટેલ ના ફોટો કે સ્ટટેસ મુકવામાં આવ્યા છે એમના જીવન ઉપરતો થોડી દ્રષ્ટિ નાખો તેમનુ સાદગી પુણ જીવન અને સાથે આજે એકતા દિવસ પરંતુ માત્ર સોસીયલ મિડિયા પરજ એકતા દેખાઈ છે કે શું ?? જો સરદાર વલ્લભભાઈ પટેલ ના સિધ્ધાંત અને નિયમો નું પાલન થયું હોત તો જાતિવાદ જેવા મુદા જીવીતજ ના હોત તમારું શું માનવું છે એટલે યુવાનો ને જરૂર એટલું કહીશ એક યુવા મિત્રો આપણા માટે સરદાર સાહેબ માત્ર એક દિવસ માટેજ નથી આપણે મન તો સરદાર સાહેબ હર હમેશા જીવીત છે તેઓ જીવીત છે આપણા એકતા રૂપી .
રાજનૈતિક ફાયદાઓ માટે ધણા આપણી એકતાને તોડીને આપણી માનસિકતા ને બંદલવા ધણા પ્રયત્ન કરે છે.
અને એક સમાજ એક સમાજ ને નામે સમાજના આગેવાનો હવે બંધ કરો ઐક સમાજ ને નામે સમાજને જ તોડવાનું
દરેક સમાજ એક સમાજ ની જગ્યાએ હવે એક દેશ એક સમાજ એ સમાજ છે માનવ સમાજ આવી વિચારધારા વિકસાવી કેટલી યોગ્ય રેહશે.
એટલે યુવા મિત્રો આપણે મન સરદાર હમેશા અમર છે
એમના વિચારો અને એમના સિધ્ધાંતો ને જીવીત રાખવા અને દેશમાં એકતા ફેલાવી એજ એમની મૂર્તિ એજ એમનિ બુક અને એજ એમનું મૂવી હશે ........ અમારે એક દિવસ ની એકતા નથી જોતી . અને હા માત્ર સોસીયલ મિડિયા પર તો નથી જ જોતી જેને ઉજવણી કરવી હોય એ કરીલો માત્ર એક દિવસ માટે પરંતુ અમારે માટે તો હર હમેશા જીવશે........એકતા માં
??સરદાર જીવે છે એકતા દ્વારા ??
કલમ:- કિશન એચ કલ્યાણી
(યુવા જાગૃતિ એજ યુવા શક્તિ)