Gujarati Quote in Motivational by મનોજ જોશી

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*હરિ કથા સત્સંગ*
શક્તિ-આરાધના, રામચરિતમાનસની આરાધના અને રાષ્ટ્રીય આરાધનાના આ દિવસોમાં ભગવાન વેદની દિવ્યવાણી- 'संगच्छध्वम् संवदध्वम्....' મુજબ આજે આઠમા દિવસે, આપ સૌ સાથે સંવાદ કરવા હું ઉપસ્થિત થયો છું.
ગોસ્વામીજીએ રામચરિત્માનસ અને પોતાના અન્ય ગ્રંથોમાં, તેમ જ ભારતીય વૈદિક વાઙમયમાં જે જે ઋષિમુનિઓ એ પોતાના વિશુદ્ધ અંત:કરણથી રાવણની જે પરિભાષા કરી છે, એનું લિસ્ટ બહુ મોટું છે. રાવણ દુનિયામાં એક અકાળ છે. બીજું, 'मोह दशमौलि....' રાવણ સાક્ષાત્ મોહ છે, અંધારું છે, ભ્રમ છે, ફરેબ છે. અને *આજે હું આપને કહેવા માગું છું કે રાવણ વિશ્વનો મહા રોગ છે.*
આજ દેશ અને દુનિયા પર એક મહામારીએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે એ યુગનું સ્મરણ થવું સ્વાભાવિક છે. રામ જન્મ પહેલાંનો એ સમય હતો- ત્રેતાયુગ. જેમાં રાવણ વરદાન મેળવીને બહુ બલીષ્ઠ થયો. પછી એણે જે હાહાકાર મચાવ્યો, એનું માનસમાં વિશદ્ વર્ણન છે. ગોસ્વામીજી લખે છે -
अतिशय देख धर्म के हानी।
परम सभीत धरा अकुलानी।।
ધર્મની અત્યંત હાની થતી જોઈને ધરતી ગ્લાની અનુભવે છે,ભયભીત થઈ જાય છે. ધરતી ગાયનું રૂપ લે છે અને બહુ જ આક્રંદ કરે છે. પોકાર કરવા લાગે છે. 'આ મહારોગ ને કારણે, મારાં પર વસતાં સહુ જડ-ચેતનનું પરિપાલન હવે હું કેમ કરી શકીશ?' એની ધરતી ને ચિંતા છે.
તેથી ધરતી સમાજના ચિંતનશીલ, મનનશીલો, વિવેકશીલો, કર્મશીલો ધર્મશીલો.... પાસે જઈને કહે છે કે- "રાવણ રૂપી મહા રોગથી બચવાનો ઉપાય મને બતાવો. આપે જે કહ્યું છે તે કાલાંતરે ગ્રંથસ્થ તો થયું છે, પણ આજે જે હાહાકાર મચ્યો છે, તેનાથી બચવાનો ઉપાય શું છે?"
ઋષિ- મુનિઓ કહે છે કે -
"આ પ્રકોપ - આ ત્રાસદેયી ઘટના ઘટના એવી પ્રબળ બની ગઇ છે કે અમારું ચિંતન-મનન પણ અટકી ગયું છે, નિદિધ્યાસન તો દૂરની વાત છે!! અમે અસહાય છીએ."
રડતી પૃથ્વી દેવતાઓ - પૂણ્યશીલો- પાસે જાય છે. - સર્વ સામાન્ય સમાજથી, પોતાના સુકૃતને લીધે ઉપર ઉઠેલો સમાજ એટલે દેવસમાજ.- તેમની પાસે જઇને પૃથ્વી પોતાની વેદના પ્રસ્તુત કરે છે. દેવતાઓ કહે છે કે- " આ અમારા હાથની પણ વાત નથી. જ્યારે રાવણ ગદા લઈને આવે છે, અને માત્ર પોતાના હાથમાં જ રાખીને ગદા ગુમાવે છે, ત્યાં તમે ભાગીને પર્વતની ગુફાઓમાં છુપાઈ જઈએ છીએ!"
પૂજ્ય બાપુએ કહ્યું કે આજે એક એવો જ મહારોગ ગદા ઘુમાવે છે.એનાં સંક્રમણથી બચવા માટે ભલભલા પોતાના હાથ ઉંચા કરીને ગુફામાં બેસી ગયા છે. કોઈ વિશેષ અનર્થ ન થઇ જાય, એટલે સહુએ લાચાર થઇ અને પોતપોતાની ગુફામાં જઈને બેસી જવું પડ્યું છે.
આખરે ધરતી, માનવીઓ, ઋષિમુનિઓ અને દેવતાઓએ સૃષ્ટિકર્તા પાસે જવા સિવાય કોઈ ઉપાય રહ્યો નહીં. એટલે સર્જનહાર એવા બ્રહ્માના લોકમાં ધરતી જાય છે.
सुर मुनि गंधर्बा मिलि करि सर्वा
गे बिरंचि के लोका।
संग गोतनुधारी भूमि बिचारी
परम बिकल भय सोका।।
કૈલાશ પતિ ભગવાન મહાદેવ કૈલાસનાં વટવૃક્ષ નીચે બેસીને પાર્વતીજીને આ પ્રસંગ સંભળાવે છે. અને કહે છે કે આ ઘટના બની, એ વખતે પોતે પણ ત્યાં હાજર હતા. અને એ વખતે-
ब्रह्मा सब जाना मन अनुमाना
मोरे कछू न बसाई।
जा करि तैं दासी सो अबिनासी
हमरेउ तोर सहाई।।
બ્રહ્મા બધું જાણે કહે છે કે 'મેં રાવણને મંદિરમાં અજવાળું પ્રકટાવવા માટે ચિનગારી આપી હતી. પણ રાવણે એનો દુરુપયોગ કર્યો અને આખા મંદિરને આગ લગાવી દીધી.
હવે તો આપણા સહુની ઉપર જે પરમ સત્તા વિરાજમાન છે,એને જ આપણે સૌ સાથે મળી અને પોકારીએ.'

Gujarati Motivational by મનોજ જોશી : 111382350
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now