મારાં એક શ્વાસમાં તારો વિશ્વાસ વસે છે,
ઘાવ મારાં જોઈ તું આમ કાં હસે છે !
પ્રેમ વગરનું હૈયું હોય એ કેમ પરવડે મને ;
તું હટે ત્યાંથી ને કાળજું વ્હેંત ખસે છે,
સુકાઈ ગઈ સરવાણી આ આંખોની આજે;
હવે ત્યાં તારા નામનું કાજળ કોણ ઘસે છે,
ઊંઘ વગરની રાતો રોજ બોજ બની છે;
વેરાન શ્વાસો, જાગરણ બની ડસે છે,
લોકને લગતા રળિયામણા ડુંગરો,વૈરી છે મારાં;
છળ કરી, કણે કણ મારાં પર ધસે છે.
આરઝૂ.