#માઇક્રોફિકશન
#વાર્તા - નંદુ ની છોકરી જવાન થઈ ગઈ

સુરેશ અને રમેશ બન્ને એક એપાર્ટમેન્ટમાં રહેતા અને નોકરી પણ એક સાથે જ કરતા. સુરેશ-રમેશ જ્યારે નોકરી જવા માટે બસ-સ્ટોપ પર જતા, ત્યારે બસ-સ્ટોપની બાજુમાં ચા ની લારી પર ચા ની ચૂસકીની મજા માણતા. એમના એપાર્ટમેન્ટમાં રહેતા નંદુભાઈ ની છોકરી નો કોલેજ જવાનો સમય પણ એજ એટલે એ પણ બસ સ્ટોપ પર આવતી. નંદુભાઈ ની છોકરી જોઈને સુરેશ ચા ની ચૂસકી ની મજા માણતા માણતા એવી પણ મજાક કરી લેતો કે નંદુ ની છોકરી જવાન થઈ ગઈ. આવું અવાર નવાર થતું રહેતું. થોડા વર્ષો બાદ સુરેશ ની છોકરી મોટી થઈ, એટલે આગળ ના અભ્યાસ માટે બીજા શહેર મોકલવાની વાત આવી, ત્યારે સુરેશ ના મોઢેથી અનાયાસે નીકળી ગયું, સાચે નંદુ ની છોકરી જવાન થઈ ગઈ, અને આજ હું પોતે નંદુ બની ગયો.

✍️ગીરીશ મકવાણા
13/04/2020

Gujarati Story by Girish Makwana : 111395890

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now