પ્રેમ કેવો હોયછે!
જેને એકબીજા સાથે પ્રેમ કર્યો હશે તેનો જલદી ખબર પડી જશે ને જેને કોઇને કયારેય પ્રેમ નથી કર્યો તેને તો પ્રેમ એટલે શું પણ ખબર નહી હોય! પણ આ જમાનામાં આવુ કોઇ હોય ખરુ!
ભારતદેશનુ હરિયાણા રાજ્યમાં આવો જ પ્રેમઘેલો પ્રેમી રહેતો હતો
આ પ્રેમી મીડીયામાં આવતી ચેટ એપ ઉપર જઇને જાત જાતની સુંદર છોકરીઓ શોધતો હતો તેમાંય વળી કોઇ છોકરી જવાબ આપે કે કોઇ છોકરી ના આપે પણ તે કદી નિરાશ થતો ના હતો કારણકે તેને પ્રેમ જ કરવો હતો તેથી તે લગાતાર છોકરીઓની શોધમાં હતો..અચાનક એક એપ ઉપર એક છોકરી આવી તેને આ પ્રેમીને જવાબ આપવામાં રસ પડયો...
આમ રોજબરોજ ગાડી ચાલવા લાગી
આમ આ બંન્નેની લાઇન ક્લીયર થતી ગઇ બસ નવરા પડે ને મોબાઇલો લઇ ને બેસી જાય...
હાય કેમ છો!
મજામાં, તુ કેમ છે!
હું પણ મજામાં...
શું કરો છો!
કંઇ નહી આમ જ બેઠો છું
તારી યાદમાં
એમ નથી રહેવાતું એકલા!
બસ આમને આમ દરરોજ આવો વાર્તાલાપ ચાલુ રહે, એક બીજાથી રહેવાય નહીં જાણે જનમોજનમના પ્રેમી હોય! એક દિવસે આ છોકરીએ પ્રેમીને પોતાના દેશમાં આવવાનું આમંત્રણ આપ્યુ ને છોકરો સાત સમુન્દર પાર પણ ગયો ને તેના ઘરવાળાઓને મળ્યો..
ઘરવાળાઓએ આ પ્રેમીને જમાઇ બનાવવાનું નકકી કર્યુ ને પંદર દિવસ પછી તે પાછો ભારત આવ્યો
આ બાજુ છોકરાના ઘરના લોકો ને તો આમેય વાંધો ના હતો
એક દિવસ લગ્નની તારીખ નકકી થઇ એટલે છોકરીવાળા લગ્નની તારીખ નકકી કરવા માટે તો તેઓ સમય પહેલા આવી ગયા પણ આ બાજુ ભારતમાં કોરોના ને લીધે દરેક જગ્યાએ લોકડાઉન શરુ થઇ ગયુ હતુ આના લીધે આ લોકોનું લગ્ન પાછળ ઠેલાતુ હતું લગ્ન પણ રજીસ્ટર જ કરવાનું હતું પણ લોકડાઉનને લીધે કોર્ટો પણ બંધ હોયછે છેવટે છોકરી પરદેશની હતી છેવટે વકીલ જજ વચ્ચે કોઇ સમજુતી કરીને કોર્ટ ખોલાવીને રજીસ્ટર લગ્ન કરી લીધા આજે આ બંને પતિ પત્ની છે
છોકરી મેકસીકોની છે...હમણાં તો દેખાયછે માધુરી દિક્ષીત...પછી ખબર નહીં હો!