એ ભરાવદાર દાઢી વાળો
તું મને ગમે છે.
એ કાળી કાળી મૂછ વાળો તું મને ગમે છે.
ડાયરામાં તું ગાતો હોય
બધાંની વચ્ચે બેસીને !
એ ઊડતી કાલી ઘટા વાળો
તું મને ગમે છે.
વહેલો મોડો પણ તું ઘેર જ આવે છે.
હું તારી વિજોગણ બની રાહ જોવી તારી ગમે છે.
બધાંથી અદકેરું હાસ્ય સભર તારું જોઉં મુખડું !
મલકાતો મલકાતો મારા નટખટ તું મને ગમે છે.
તારી પાસે તો રાસ રચતી ગોપીઓનો ખજાનો છે.
તે છતાં તું વહેલા મોડો મારી કને આવે છે.
- વાત્ત્સલ્ય
-वात्त्सल्य