ઓરે પવન.......💫
શિયાળાની શીતળ ઠંડીમાં તને નભમંડળમાં રમતો જોયો છે..
માગશર માસની પહેલી ચ્હામાં વરાળ ભેગો પ્રસરતો જોયો છે..
પેલા ઠંડા પાણીના શીતળ સ્નાનમાં તને સંતાયેલો જોયો છે..
તારું આમ રમવું, પ્રસરવું, ને સંતાવુ કંઈક નવી સફરનો અનુભવ કરાવે છે...
માટે જ હરહંમેશ બારેમાસ તને મહેકતો જોવો છે...🌞🤩
-nirali polara