હું સળગું ત્યાં લોકો જીવંત ભઠ્ઠી જોયા કરે!
એ સ્મશાને સળગું ખુદ મને ના દેખાયા કરે!
જગતે જીવતાં ખૂબ સળગાવી મને નાખ્યો છે,
મને ઉપાડો કે પછાડો શું ફરક પાડી રાખ્યો છે?
તમેં ઉપાડી જાઓ આરામથી ઠાઠડીમાં સૂતો છું.
સ્મશાને દાટો,સળગાવો હું ક્યાં જીવિત રહ્યો છું?
'વાત્ત્સલ્ય'થી ખૂબ મનાવ્યાં તમને માની ના વાત!
ખૂબ સાંભળી બહાનાબાજી,રડો હવે કાળી રાત?
- વાત્ત્સલ્ય