શીર્ષક - " વાત વાતમાં "

દિલથી દિલની મુલાકાત થઈ ગઈ, વાત વાતમાં;
પ્રણયની પછી શરૂઆત થઈ ગઈ, વાત વાતમાં;

નજર મળીને નજર ઝૂકી હતી બસ પળભરમાં,
ખામોશ રહીને રજૂઆત થઈ ગઈ, વાત વાતમાં;

થોડાં કહ્યાં એમણે, થોડાં કહ્યાં મેં હાલ એ દિલ!
ના જાણે ક્યારે આ રાત થઈ ગઈ, વાત વાતમાં?

સૂરજ, ચાંદ ને સિતારાની વાત મૂકી દિધી પડખે!
મારું જ દિલ એક સોગાત થઈ ગઈ, વાત વાતમાં;

ચમન, પવન, ગગનની મારે ક્યાં જરૂરત છે 'વ્યોમ' ?
મારી એ સમસ્ત કાયનાત થઈ ગઈ, વાત વાતમાં;

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111865425

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now