કોણ છે આ લેખક?
જે ખુશીમાં હર્ષને ટાંકે છે કાગળ પર,
અને ઉદાસી પણ જેમની ઉતરી જતી કાગળ પર,
તે છે આ લેખક,
પ્રેમ પણ જેમનો વ્યક્ત થઈ જતો,
અને સર્વોચ્ચ પીડા બધી આલેખાય જતી કાગળ પર,
એ છે આ લેખક,
એ હાસ્ય પણ ઉત્પન્ન કરીને,
હસાવી જાય છે,
અને ક્યારેક જેમના શબ્દો રડાવી જાય,
એ છે આ લેખક,
વ્યક્ત જેમની થઈ જતી લાગણીઓ,
અને લખીને બધી હતાશા,
થઈ જતાં હળવા મનથી,
એ છે આ લેખક,
નિરાશાને આશાનો શ્રૃંગાર કરી શકે,
અને ક્રોધ પણ જેમનો શમી જતો કલમ અને કાગળથી,
એ છે આ લેખક!
કહે છે હવે સૌ કોઈ કે છે ગળાકાપ હરીફાઈ,
કહો એમને જરા કે પકડી કલમ હવે જરા કવિ બની જોવે,
વિચારો વ્યક્ત કરવામાં કે મનોભાવ અભિવ્યક્ત કરવામાં ક્યાં હરિફાઈ થશે,
ત્યાં તો બસ મંચ પર ને મહેફિલમાં મુક્તપણે વિહરવાનુ હોય છે,
થયા છે જે સાહિત્ય જગતમાં સિરમોર કવિઓ, તેમને શું કદી આવી ગળાકાપ હરીફાઈ નડી હશે?
એમણે તો ફક્ત કાગળ પર મનોભાવ જ કલમથી ખુલ્લા મૂક્યા હશે ને?
#વિશ્વકવિતાદિન
મૈત્રી બારભૈયા