પોતાની ખુશી માટે જીવતી જે અત્યાર સુધી,
હવે એ કોઈ બીજાનાં માટે જીવતી થઈ ગઈ છે,
પોતાની જિદ્દ આગળ જે આખા ઘરને ઝૂકાવતી,
હવે એ કોઈની જિદ્દ આગળ ઝૂકી જાય છે,
પોતાની જિંદગી આરામથી જીવવા જે પૈસા કમાતી,
હવે એણે કોઈનું ઘર સંભાળી લીધું છે,
અને પછી પૈસા કરતા આપી દીધું છે મહત્વ પરિવારને!
#સ્ત્રીજીવન
મૈત્રી બારભૈયા