જ્યારે જ્યારે દાનની વાત આવે ત્યારે દાનવીર કર્ણ પણ દાન કરવા માટે અસક્ષમ બને. સોનાના કવચ-કુંડળ તો કોઈ પણ કરોડપતિ દાનમાં આપી શકે પણ જ્યારે એક પિતા દાન કરવા બેસે છે ત્યારે એના કાળજાનો કટકો જેવી દીકરીનું હસતા મોઢે કન્યાદાન કરી દેતો હોય છે. સાચો દાનવીર કોણ? મહાન કોણ? કર્ણ કે દીકરીનો પિતા? આ એ પિતા છે જેને દુનિયા પથ્થર દિલ સમજે છે તો પછી કન્યાદાન કરતી વખતે એ બાપનું દિલ પથ્થરમાંથી બરફ કેવી રીતે બની જતું હશે?
મૈત્રી બારભૈયા