એક મંદિર હતું બહુજ સરસ સંગેમરમર નું બનેલું મંદિર એટલું અદભુત કે જાણે તેને બનાવવા માટે સ્વર્ગ માંથી કારીગર મંગાવ્યા હોય
પણ તે મંદિર અંદર મૂર્તિ નહોતી બિરાજતી પણ સાક્ષાત ભગવાન બિરાજતા હતા
છતાં પણ મંદિર ની અંદર દર્સનાર્થે જવા વાળા લોકો ની ભીડ નહોતી જામતી એવુ પણ નહોતું કે મંદિર સુમસામ જગલ માં કે રણ માં હતું. મંદિર નગર ની બિલકુલ વચ્ચે હતું
છતાં ત્યાં જનારા શ્રદ્ધાંલુઓ ની ભીડ નહોતી એના પાછળ એક કારણ હતું મંદિર માં જવા માટે બે પગથિયાં હતા
તેના પેહલા પગથિયાં પર લખ્યું હતું જે પુરુષ એ કોઇ બેન દિકરી સામે ખરાબ નજરે ના જોયું હોય તે આ પગથિયાં પર ચડે
અને બીજા પગથિયાં પર લખ્યું હતું જે માં એ પોતાના બાળક ને ગર્ભ માં ના માર્યો હોય તે આ પગથિયાં પર ચડે
"ગુનેગારો ને આ મંદિર માં આવવા ની મનાઈ છે કારણ કે અહીંયા મૂર્તિ નહીં ખુદ ભગવાન બિરાજે છે "
લી, સુરજબા ચૌહાણ "આર્ય "