ન જાણે કેટકેટલી રમત રમાડે છે ઈશ્વર.
આમ કરીને એ અચરજ પમાડે છે ઈશ્વર.
એક હાથે આપીને ખુશી ગમ સરકાવે છે,
નાના ભક્તની પણ આરઝૂ સ્વીકારે છે ઈશ્વર.
જોઈને ગુણો માનવીનાને એ હરખાય ખરો,
ને અવગુણો નિજજનના ભૂલાવે છે ઈશ્વર.
દ્વંદ્વની આ દુનિયા એક જ સર્વોપરી સનાતન,
ક્યારેક રૂઠેલા સેવકને પણ મનાવે છે ઈશ્વર.
અનંત જન્મોની યાત્રામાં સાચો રાહબર છે,
પથભૂલેલાને ક્વચિત્ માર્ગ ચીંધાડે છે ઈશ્વર.
અલંકારે અનન્વય તોય ભક્ત સંમુખ હારતો,
ભક્તોની અસહ્ય ટેવો પણ ગમાડે છે ઈશ્વર..!
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.