સૌનું કરો કલ્યાણ હો, 
દયાળુ પ્રભુ હો;
માણસ પશું પંખીની સાથે, 
જીવ જંતુનું તમામ... સૌનું꠶ ટેક
જગના વાસી સૌ સુખ ભોગવે, આનંદ આઠો જામ;
દુનિયામાં દુષ્કાળ પડે નહિ, 
લડે નહિ કોઈ ગામ... સૌનું꠶ ૧
પોત પોતાના ધર્મ પ્રમાણે, 
સૌ ભજે ભગવાન... સૌનું꠶ ૨
સર્વે જગે સુખકારી વધે ને, 
વળી વધે ઘન ધાન;
કોઈ કોઈનું બૂરું ન ઇચ્છે, 
ઇચ્છે સૌનું સમાન... સૌનું꠶ ૩
🙏🏻
 - Umakant