જેવા સાથે તેવા બનવું એના કરતાં, જેવા છીએ એવા બની રહેવામાં લાંબે ગાળે ફાયદો તો આપણને જ થતો હોય છે, કેમકે આપણા કરતા એક લાખ ઘણો સારી રીતે સમય, કુદરત અને પ્રભુનો ન્યાય હોય છે, અને જ્યાં સુધી આપણે એમાં વિશ્વાસ રાખીશું, ત્યાં સુધી ભલે થોડો સમય આપણે થોડી ઘણી હેરાનગતિ કે પરેશાની ભોગવવી પડે, પરંતુ સમય જતાં જ્યારે આપણને એનું મીઠું ફળ પ્રાપ્ત થાય છે, એ ફળ આપણી કલ્પના બહારનું હોય છે, માટે જો આપણે એ ધીરજનું ફળ ચાખવા માંગતા હોઈએ તો, એના માટે આપણે એકજ કામ કરવાનું છે, અને એ કામ એટલે કે... આપણે ધીરજ ધરતા શીખી લેવું જોઈએ.
- Shailesh Joshi