જીવન તો સરળ નીકળ્યું,
પણ આ માણસ નહિં,
દૌલત, હીરા, પૈસા, રૂપનો લોભી,
પાછળ તો કેવો એ દોડે,
જાણે તોય.. સાચું લક્ષ્ય ભટક્યો,
બંધ મુઠ્ઠીમા ખૂબ જકડી રાખ્યું,
શું ખરેખર એ તારુ જ છે ?
રાખે છે આ દૌલતને તું મુઠ્ઠીમાં,
કુદરતનો ખોબો ખુલ્લો, જોઈ લે તું આકાશમાં,
બંધ હોય તો શું કામનું,
ખોલ મન અને ઢળી જા તું પવિત્ર પાત્રમાં...
મનોજ નાવડીયા