" શ્રાવણિયા વરસાદમાં "
મહેકી ઊઠે છે જેમ માટી, શ્રાવણિયા વરસાદમાં.
એમ ચમકી ઊઠ્યો છે ચહેરો મારો તારી યાદમાં.
ગરજી રહ્યાં છે ઘનઘોર, વાદળાં આજ ચારેકોર!
તારું નામ સંભળાઈ રહ્યું છે, ટહુકાઓના નાદમાં.
ટપટપ વરસતી બુંદોનો રવ, ભરી ગયો છે આજ!
એક જ છત્રીની નીચે ચાલતાં, યુગલના સંવાદમાં.
ઓલાં, છબછબિયાં કરતાં ભૂલકાંને તો જુઓ!
લાગે છે જાણે, દેડકાં ઉછળી રહ્યાં છે ઉન્માદમાં.
બે હાથ જોડી માંગી લઉં છું, "વ્યોમ" વાસી પાસે!
કદાચ મળી જાય તારો હાથ, મને આજ પ્રસાદમાં.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર