" મિત્ર "
સંકટ સમયની સાંકળ છે મિત્ર;
પરોઢિયે ચમકતી ઝાકળ છે મિત્ર;
સુખમાં હોય સાથે, નહીં કે પાછળ,
ને આપત્તિમાં સદા આગળ છે મિત્ર;
લખવા બેસું જ્યારેય કવન કે ગઝલ,
શ્યાહી, કલમ ને બને કાગળ છે મિત્ર;
દુખ દર્દથી સળગતા જીવન દાવાનળે,
સદા સ્નેહ વરસાવતું વાદળ છે મિત્ર;
સ્નેહીજનોને જો હું ગણું એક ગામ,
તો, "વ્યોમ" એ ગામનું પાદર છે મિત્ર;
નામ:-✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.