" હાલ એ દિલ "
હાલ એ દિલ અમે ક્યારેય તમને કહેતાં નથી.
મતલબ એનો એ નથી કે તમને ચાહતાં નથી.
કરું છું પ્રતીક્ષા એ જ જગ્યાએ ઊભા રહીને,
શું કરું? તારા કોઈ રસ્તા અહીં પહોંચતાં નથી.
નજરથી નજર મળતાં મલકી ઊઠે હોઠ, છતાં
હૃદયમાં પાંગરી રહેલા પ્રેમનેય સમજતાં નથી.
તારા સંગાથે જ તો સજતી 'તી સાંજ સીંદૂરી,
તારા વગર હવે તો ચાંદ કે સૂરજ ગમતાં નથી.
ક્યાં છે એ નમણી સાંજ? ક્યાં છે સુહાની રાત?
પૂનમે પણ "વ્યોમ" પર તારલા ટમટમતાં નથી.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.