મને કૃષ્ણ ગમે છે કારણ, એના શબ્દોરૂપી ગીતા મને સ્પર્શી ગઈ...
મને કાનો ગમે છે કારણ, ગોકુળમાં બસ પ્રેમ જ રેલાવ્યો છે.
મને નટખટ નંદકિશોર ગમે છે કારણ, ભગવાન થઈને પણ જેલમાં જન્મ લેવાનું પસંદ કર્યું...
મને ગોવાળિયો ગમે છે કારણ, એના કાર્યનો હમેશા શ્રેય બીજાને જ આપ્યો છે.
મને માખણ ચોર ગમે છે કારણ, એના જીવનચરિત્રમાં નિખાલસતા જ છલકે છે.
મને મારો કાળિયો ઠાકોર ગમે છે કારણ, એની હાજરી હોવાની અનુભૂતિ આજે પણ લાગે છે.
*_ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ “જન્માષ્ટમી” ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ._*