" સ્મૃતિ આંખો મહીં "
યાદો હૃદયથી ગઈ નથી, આંસુ જાય છે વહી.
સાચવી રાખી છે સ્મૃતિ તારી, આ આંખો મહીં.
લોકો પૂછે છે આ આંસુ વહેવાનું કારણ મને,
નથી નબળાઈ પ્રેમની, એ તો છે વફાની સહી.
રાત આખી જાગી બસ એ જ વિચારું છું હવે,
કે, સાથ છોડતાં પહેલાં, તેં વાત પણ ના કહી?
શ્વાસ ચાલે છે ફક્ત ને વહેમ છે કે જીવિત છું,
જીવ તું લઈ ગઈ હવે આ દેહમાં કંઈ છે નહીં.
રાહ જોતાં આંખો પણ થઈ ગઈ પથ્થર હવે,
પાછા ફરવાની કશી યે આશ પણ નથી રહી.
આગમાં વિરહની, રોજ અમે તો બળતાં રહ્યાં,
રોમેરોમ બળ્યાં "વ્યોમ" બસ રાખ વધી અહીં.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર