કાવ્ય વાણી
રચના વાદળ
આ જળતા એ તડકામા, રમતા સંતા કુકડી એ વાદળ.
અને નભમા ભરેલી હૈયાની ભાતો જીલે વાદળ.
આમ, તો ખુલ્લી ક્ષિતિજ મા, બનતા રહેઠાણ એ વાદળ.
રમતિયાળ પવનમા ઉડતા, જુલ્ફોના જોબન જીલે વાદળ.
કવિતા એ વાણી વહી,શબ્દબનીને ભીતરમા.
વહેતી રહે સરવાણી એ ,જળ વહતા વાદળ.
મનરવ કાવ્ય ને શુ કહેશુ,શબ્દ દર્પણ એ વાદળ.
અસ્તિત્વની ભીતરના,સંદેશ ફૂટે આપો આપ વાદળ.
મવજીભાઈ કાળુભાઈ મનરવ