આ ગુફ્તગુ, ગુફ્તગુ કેવી ચાલી રહી છે,
ક્ષણમાં ક્ષણમાં આનંદ વ્યાપી રહ્યો છે,
શબ્દોમાં પણ લાગણીઓ મહેકી રહી છે,
મૌનમાં પણ કોઈ વાત સંભળાઈ રહી છે,
નજરોથી નજરોની મુલાકાત થઈ રહી છે,
હૃદયમાં ધીમે ધીમે વસંત ખીલી રહી છે,
સમયને થોભવાની ઇચ્છા થઈ રહી છે,
દરેક પળ જાણે તારી યાદ બની રહી છે,
દૂર રહીને પણ તારી નિકટતા વધી રહી છે,
કોઈ અજાણી લાગણી ઓળખાઈ રહી છે,
આ ગુફ્તગુ, ગુફ્તગુ કેવી ચાલી રહી છે,
ક્ષણમાં ક્ષણમાં આનંદ વ્યાપી રહ્યો છે.
મનોજ નાવડીયા