જ્યારે આપણે કોઈપણ ક્ષેત્રમાં આપણી અંદર પ્રાપ્ત કરેલ કાર્ય કુશળતા પૂરવાર કરવાની શરૂઆત કરીએ, ત્યારે આપણે જે શ્રધ્ધા, નિષ્ઠા અને પ્રભુ પ્રાર્થના સાથે જે તે ક્ષેત્રમાં ઝંપલાવીએ છીએ, અને એમાં જ્યારે આપણને ધાર્યું પરિણામ મળે છે, મતલબ કે આપણે સફળ રહીએ છીએ, ત્યારબાદ જો આપણી આપણા ઉપરની શ્રદ્ધા જો અહમમાં પરિવર્તિત થાય, નિષ્ઠાની માત્રા ઘટવા માંડે, અને પ્રભુ ભક્તિમાં જે દિવસથી ઉણપ કે દેખાડો આવવા લાગે, તો સમજી લેવું કે, આજથી આપણે આપણી કારકિર્દીને લઈને જે નિર્ણયો લઈ રહ્યા છીએ, એ નિર્ણયો આપણને વહેલા કે મોડા, આપણને આપણા બાકી જીવનમાં, અંધકાર કે અફસોસ સિવાય બીજું કશું નહીં આપે.