વહેંચીને તું ખાલી કર બધું,
એતો ભરાશે આપોઆપ,
પુણ્ય કર કે પાપ કર,
એતો મળશે આપોઆપ,
જે છે એને તો સંભાળ,
નહિતર ખોવાશે આપોઆપ,
બધું મારું તારું ના કર,
જતું રહેશે આપોઆપ,
સમયનું મૂલ્ય સમજી લે,
વહી જશે આપોઆપ,
કર્મનું ફળ તો પાકે છે,
હિસાબ થશે આપોઆપ.
મનોજ નાવડીયા