જયશ્રી કૃષ્ણ
ભીતરના વૈશાખથી આત્માની વસંત સુધી... 🍂
ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીના યૌવન, રૂપ, નખરાં અને સુંદરતા પર હજારો કાવ્યો લખાયા છે. પણ સ્ત્રી જ્યારે ૪૫-૫૦ની વય વટાવે છે, ત્યારે તેના શરીરમાં થતા હોર્મોનલ બદલાવો (મેનોપોઝ), અચાનક આવતો એકલતાનો અહેસાસ અને બદલાતા મૂડ પર આપણું સાહિત્ય હંમેશા મૌન રહ્યું છે.
આ ઘેરા મૌનને તોડવા માટે અને સ્ત્રીત્વના એક અગોચર પડાવને વાચા આપવા માટે આવી રહ્યો છે એક તદ્દન નવો પ્રયોગ.
"ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં 'મેનોપોઝ અને વધતી ઉંમરની સંવેદના' પર રચાયેલો સૌપ્રથમ મૌલિક કાવ્ય-સંગ્રહ."
દરેક એ સ્ત્રી માટે જે આ ભીતરના તોફાનમાંથી પસાર થઈ રહી છે, અને દરેક એ પુરુષ માટે જે સ્ત્રીના બદલાતા દેહની પાછળ છુપાયેલો તેનો પવિત્ર આત્મા ઓળખવા માંગે છે.
પુસ્તકનું નામ: ભીતરનો વૈશાખ
પરિકલ્પના અને સર્જન: Desai Mansi
#WomenEmpowerment
#કૃષ્ણસખી
#MenopauseAwareness