MMO Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

MMO Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful MMO quote can lift spirits and rekindle determination. MMO Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

MMO bites

#શોખ

શોખ શબ્દ બે જ અક્ષરનો છે પણ તેની અસર ખૂબ વ્યાપક છે. જો કોઈ શોખ તમારા જીવનમાં હોય તો જિંદગી સુંદર બની જાય છે. શોખ માટે સમય ની ક્યારેય અછત સર્જાતી નથી. હા પણ જો શોખ માત્ર લોકો ને કહેવા માટે હોય તો પછી તે શોખ માટે સમય ની અછત હમેંશા રહેશે. જરૂર છે તમારા શોખ ને ઓળખવાની અને તેની માટે એક ડગલું ભરવાની પછી જોવો લાલ જાજમ પાથરેલ રસ્તો તૈયાર જ હશે તમારા માટે , કહેવાય છે ને કે "જહાં ચાહ વહાં રાહ". એટલે જો ઈચ્છા હશે તો ચોક્કસ રસ્તો નીકળશે. બધા પાસે ચોવીસ કલાક જ હોય છે , પણ હમેંશા તમારે તમારા જીવનમાં પ્રાયોરિટી નક્કી કરવી પડશે. તમારા શોખ માટે માત્ર થોડો સમય ફાળવશો તો શોખ તમારા જીવનને હર્યુંભર્યું બનાવી દેશે. તમે ફાળવેલ થોડોક સમય બાકી સમય ને સુંદર રીતે પસાર કરવામાં મદદ કરશે. શોખ ને કેરિયર ન બનાવવું હોય તો પણ શોખ માટે સમય આપવો જ જોઈએ. કેરિયર થી તો તમને નામના કે રૂપિયા મળશે પરંતુ શોખ એવી વસ્તુ છે જે તમને આંતરિક શાંતિ આપે છે જે અમૂલ્ય છે.
પરંતુ આપણી આદત છે કે આપણે લોકો પાસે સમય નથી નું ગીત ના રાગડા તાણીયે છીએ પણ ખરેખર સંગીત નો શોખ માટે કોઈ પગલાં લેતાં નથી. આપણે સોશ્યલ મીડિયામાં રહેલ ખોટી વાતો વાંચીને સમય ને બગાડીએ છીએ પરંતુ ખરેખર વાંચવા નો શોખ હોય તો તે વાંચવા નો સમય નથી. આવું તો કેટકેટલું છે. સમય કાઢીને કરવાની જરૂર જ નથી કરશો એટલે સમય આપો આપ નીકળી આવશે.(#MMO ) લખવાનો શોખ હોય તો લખવાનું શરૂ કરો, ગાવાનો શોખ હોય તો ગણગણવાનું શરૂ કરો. વાંચવાનો શોખ હોય તો ચોપડીઓ ખરીદવાનું શરૂ કરો. ચિત્ર દોરવા પીંછી તો ઉપાડો, ડાંસ કરવા પગ તો ઉપાડો, શોખ તો કેટકેટલાય છે ક્યાંક આત્મસાત કરી ને શોધો અને જિંદગી ને જીવવા જેવી બનાવો

ઘડિયાળ રાહુલને બહુ ગમતી, માત્ર કાંડા ઘડિયાળ જ નહીં દીવાલ ઘડિયાળ એલાર્મ કલોક, શો પીસમાં પણ ઘડિયાળ ટુંકમાં બાથરૂમ થી લઇ બેડરૂમ સુધી બધેજ ઘડિયાળ. આ વિચિત્ર શોખ થી રાહુલને જિંદગી ચાલતી હોય એવું લાગતું. આટલી ઘડિયાળમાં એક બંધ હતી, સેલ બદલાવ્યા પણ ઘડિયાળ બગડી ગયેલ રિપેર પણ થઈ શકે એમ ન હતી. હોલમાં બધાને નજરે પડે તેમ આ ઘડિયાળ માટે ઘણાં એ રાહુલ ને કહ્યું હશે કે બંધ ઘડીયાળ ન રખાય અથવા કબાટ માં રાખી દે પણ રાહુલનો એક જ જવાબ હોય કે બંધ ઘડીયાળ પણ બે વખત તો સાચો જ સમય બતાવે. તે ઘડિયાળ રાહુલ ને તેનાં પપ્પા એ હોસ્ટેલમાં ભણવા ગયેલ ત્યારે આપેલ સમય નું મહત્વ સમજાવતા અને ત્યારે જ સાથે કહેલ કે દરેક વસ્તુમાં હકારાત્મકતા રાખવાની અને ઘડિયાળ બંધ પડે તો પણ બે વખત સાચો સમય દર્શાવે. પપ્પા તો પ્રભુધામ ગયાં પણ તેમણે આપેલ ઘડિયાળ હમેંશા જીવન ને જીવવા અને દરેક પરિસ્થિતિ ને જોવા નો અલગ દ્રષ્ટિકોણ આપતાં ગયાં.(#MMO )

#સિનિયર_સિટીઝન_ડે

ઘણી વખત સાંભળ્યું છે કે ઉંમર તો એક આંકડો છે. પણ બધા માટે આ આંકડો નથી હોતો ઘણાં માટે તે બહુ મોટો ભય હોય છે.
* ભય શારીરિક સક્ષમતા ગુમાવવાનો.
* ભય કોઈ ઉપર નિર્ભર થવા નો.
* ભય પોતાના લોકો થી દુર જવાનો.
* ભય આગળ વધતી દુનિયામાં પાછળ રહી જવાનો.
આજે સિનિયર સિટીઝન ડે છે. આજ ના દિવસે એટલું જ કહીશ કે શારીરિક રીતે વૃદ્ધત્વ તો આવે પણ માનસિક રીતે ક્યારેય વૃદ્ધત્વ આવવું જોઈએ નહિ. તેના માટે શું કરી શકાય તે જણાવું.
* સૌપહેલા તો માનસિક પાંગળા ન બનો, શારીરિક સક્ષમતા છે ત્યાં સુધી લોકો પર નિર્ભર ન રહો.
* નિવૃત્તિ જીવન ગમતી પ્રવૃત્તિ માં પસાર કરો.
* તમારા બાળકોના માલિક નહીં મિત્ર બનો.
* દુનિયાના તાલે ચાલવા આપણી ચાલ બદલો
* અમારા જમાના ની વાતો નહીં અત્યારના જમાનામાં જીવો.
* જવાબદારી સોંપી ને મુક્ત રહો.
* નિર્ભર નહીં નીંભર થતાં શીખો, એટલે કે પોતાને ગમતું કાર્ય લોકો શું કહેશે નો ડર છોડી કરતાં શીખો.
છેલ્લું પણ ખાસ યાદ રાખવાનું
* પોતાના માટે સ્વાર્થી બનતાં શીખો.
(#MMO )
જ્યાં સુધી જીવંત છો ત્યાં સુધી જીવતા રહો.

માતા માટે તેનું બાળક સૌથી ઉત્તમ કલાકૃતિ જ તો હોય છે. લોહીના રંગો થી ચીતરાયેલ ચિત્ર એટલે બાળક. માતા બાળક માટે પોતાનું અસ્તિત્વ પણ ન્યોછાવર કરી દે છે. સમય શોખ તો બહુ ગૌણ વસ્તુ ગણાય. નવ મહિના બાળકને ગર્ભ માં રાખ્યા બાદ જ્યારે જન્મ આપે છે ત્યારે તેનું કામ પૂરું નથી થઈ જતું. તે પોતાના બાળક ની નાનકડી હરકતો, એની દરેક પળો ને પોતાની સ્મૃતિમાં કંડારીને રાખે છે. (#MMO )

#ધારણા_અભિપ્રાય

તમે કોઈ વિષે અભિપ્રાય આપો છો કે ફક્ત ધારણા જ બાંધો છો. તમને થશે ફરક શું અને આવું કેમ પૂછું છું ખરું ને ? આપણે અત્યારે જે સોશ્યલ માધ્યમ નો ઉપયોગ કરીએ છીએ એમાં આપણે આ બે વસ્તુ નો ઉપયોગ ભરપૂર કરીયે છીએ અને એનો ઉપયોગ કરી આપણે જે તે વ્યક્તિ કુંડળી પણ કાઢી લઈએ છીએ એવું માનીએ છીએ અને આ સ્વાભાવિક રીતે વણાય ગયેલ છે. કઈ રીતે ખરું ને સવાલ તો થાય જ વ્યાજબી છે તો સાદું જ ઉદાહરણ આપું તો કોઈ પણ વ્યક્તિ નું ફેસબુકમાં સ્ટેટ્સ જોઈ આપણે એના સ્ટેટ્સનો તાગ મેળવી લઈએ છીએ અને કહીયે છીએ કે ઓળખી હવે કે ઓળખ્યા હવે. એ અભિપ્રાય બાંધી લીધો અને આ અભિપ્રાય આપણે આપણી સમજ શક્તિ થી બાંધતાં હોઈએ છીએ. અભિપ્રાય અને ધારણા ને બહુ ઊંડો સંબંધ છે આમ કહીયે તો એક બીજા ના પૂરક છે. ધારણા બાંધતાં બાંધતાં ક્યારે આપણે અભિપ્રાય આપવા લાગીએ છીએ એ ખ્યાલ રહેતો નથી અને ઘણી વખત ધારણા થી અભિપ્રાયમાં ઘણાં લોકો વગર વિચારે સહમત થતાં જાય છે અને પછી એ અભિપ્રાય થી વ્યક્તિ કેવી છે એનો ચિતાર રજૂ થાય છે. વાત બહુ નાની છે આપણે કોઈ ના એકાદ બે વર્તન થી પુરા વ્યક્તિત્વનું ચિત્ર તૈયાર કરી લઈએ છીએ. પાછું એ આપણી સુધી સીમિત રાખતાં નથી એને દરેક જગ્યા એ પ્રદર્શિત કરીયે છીએ. ધારણા ક્યારેક ખોટી પણ હોય અને એના દ્વારા ઉદભવેલ અભિપ્રાય તો સાચો હોવાની શક્યતા જ નથી. પણ ધારણા ને આપણે અભિપ્રાય ના રૂપ માં રજુ કરીયે છીએ. મારા ધારવા મુજબ નહીં આપણે તો નિર્ણય જ થોપીએ છીએ. અને આ ધારણા એટલે કે પરસેપશન અને નિર્ણય અભિપ્રાય એટલે ઓપીનીયન વચ્ચેનો ભેદ ભૂલી જઈએ છીએ. (#MMO )

કોઈ ના વર્તન, ફોટો, સ્ટેટ્સ કે લખાણ વિશે તમે તમારું પરસેપશન એટલે કે ધારણા ને જાહેર કરી શકો પણ તમે જજમેન્ટલ ન થઈ શકો અને ઓપીનિયન પણ ન જ આપી શકો. એ જે તે વ્યક્તિ પ્રત્યે દગો કરો છો. એક પાતળી એવી ભેદ રેખા સમજવાની છે કે ધારણા તમારી હોય પણ અભિપ્રાય કોઈ વ્યક્તિ ના વ્યક્તિત્વ નો હોય જેનો તમને કોઈ હક નથી. દરેક વ્યક્તિ નું પોતાની આગવી શૈલી હોય છે, પરિસ્થતિ શું હશે તે વ્યક્તિના જીવનમાં તે પણ વિચાર્યા વગર તેના વર્તન ઉપરથી બંધાયેલ અભિપ્રાય ક્યારેય સત્ય સાથે જોડાયેલ ન પણ હોય કારણ આપણે એ જ જોશું જે આપણું મન આપણને જોવા ની સૂચના આપશે. સોશ્યલ મીડિયા માં બહુ ઓછા લોકો જે છે તે જ અહીં ફેસબુક વોટ્સ એપ કે બીજા પ્લેટફોર્મ પર છે બાકી અહીં ના વ્યક્તિઓ ને કળવા અઘરા છે.

પરસેપશન પર્સનલ હોય પણ જજમેન્ટલ બનશો તો એની અસર વ્યાપ બનશે અને તમારો ઓપીનીયન બનશે.
કોઈ આપણી માટે અભિપ્રાય આપે તો એ એની ધારણા છે એવું માની લેવું અને આ વસ્તુ નો જવાબ કઈ રીતે આપવો એ આના પછી ની પોસ્ટ માં જણાવીશ.. કઈ રીતે કોઈના અભિપ્રાય ને ધારણા માની એની અવગણના કરવી.

#મારા વિશેની #ધારણા કે #અભિપ્રાય અહીં #કૉમેન્ટ માં મૂકી શકશો...

#સબંધોનું_વિશ્લેષણ

હું તો એને ઓળખું છું , આવું તો ઘણી વખત સાંભળ્યું હશે. અરે બહુ સારી રીતે ઓળખું છું. ક્યારેય મળ્યા ન હોઈ માત્ર વાતો સાંભળીને જ લોકો એક બીજાને ઓળખવા લાગે છે. ઓળખતા હોય તે લોકો તમને જાણતા પણ ન હોય. પણ ઓળખવાની વાતો તો બીજા આગળ એવી રીતે કરશે કે આપણને એમ થાય કે જન્મો જન્મનો સંબંધ હશે કે શું. તમને ઓળખતા હોય તે બધા તમને જાણતા ન હોય. તમે કઈ પરિસ્થતિમાં શું વર્તન કરશો તે તમને ઓળખનાર ન કહી શકે પણ તમને જાણતા હોય તેમને ખબર હોય કે તમે શું કરશો આવા લોકો અમુક જ હોય જેમણે વર્ષો આપણી સાથે વિતાવ્યા હોય પછી મિત્ર રૂપે ભાઈ બહેન કે સગા સંબંધી કે પાડોશી રૂપે હોઈ શકે પણ બહુ ગણતરી કરી આંકડો આપી શકીએ એટલાં જ હોય. જ્યારે ઓળખતા લોકો ને તો ઘણી વખત આપણે ઓળખતા પણ ન હોઈએ. બધા આપણને ઓળખતા લોકો જેમ આપણને જાણી ન શકે તેમ જ બધા જાણતા લોકો આપણને સમજી ન શકે. બહુ ઓછા લોકો હોય જે આપણા વર્તનનો તો ખ્યાલ રાખતા જ હોય પણ આ વર્તન પાછળ કારણ ક્યું છે તે પણ તેમને ખ્યાલ હોય. આવા લોકો આંગળી ના વેઢે ગણતરીમાં આવી શકે તેટલા જ હોય. જે તમારા દરેક સ્ટેપ નો ખ્યાલ ધરાવતા હોય તમારા દરેક વિચારો થી તે વાકેફ હોય તમને ગમતું ન ગમતું તેમને ખ્યાલ હોય. એટલે જ કહેવાય ને કે ઓળખવા કરતાં સમજવું જરૂરી છે. આપણા જીવનમાં ઘણા જ લોકો આવે અને જાય ઘણાં તો ક્યારે આવ્યા ક્યારે ગયા ખ્યાલ પણ ન હોય તો ઘણાં ટૂંકાગાળામાં ચાલ્યા જાય પણ છાપ છોડતાં જાય. છેલ્લી કેટેગરી આવે ચાહતા લોકો ની તે તો બહુ જ ઓછા હોય પણ એવા હોય જેમને ન તો તમારા વિચારો થી વાંધો હોય ન તો તમારા સ્વભાવ કે વર્તન થી એમનાં માટે તમે કોણ છો શું છો તે મહત્વનું નથી હોતું તમે છો તે મહત્વનું હોય છે.(#MMO ) દરેક પરિસ્થિતિમાં તે તમારો સાથ નહીં છોડે તમારામાં સાચા ખોટા ના ત્રાજવા થી નહિ તોલે. આવી વ્યક્તિઓ તો એક બે કે ત્રણ જ હોય.

આપણી તકલીફ એ છે કે દરેક જગ્યા એ આપણે આપણું સ્થાન બનાવવામાં મેહનત કરીએ છીએ પછી તે કોઈ નું હ્રદય હોય કોઈ સ્થળ હોય કોઈ ગ્રૂપ હોય કે કોઈ જગ્યા આવું કરવા જતાં તમે તમારા સ્વભાવ થી વિપરીત વર્તન કરો છો. તમે જે છો તે સહજ રહી શકતાં નથી અને લોકો ની દ્રષ્ટિ એ શું સારું લાગશે તે વિચારી આગળ વધો છો. ઘણી વખત લાઇમ લાઈટ માં આવવા આપણે સહજ થી વિપરીત ખરાબ વર્તન પણ કરતાં હોઈએ છીએ અને તમે નકારાત્મક થઈ ક્યારેય કોઈ જગ્યા એ પોતાનું સ્થાન મેળવી ન જ શકો. યાદ રાખો જ્યાં હો જે જગ્યા ગ્રૂપ કે વ્યક્તિ સાથે હો સહજ રહેશો ધક્કા મારી જગ્યા કરવી નહીં પડે તમારી એન્ટ્રી થતાં જ તમને ચોક્કસ સ્થાન ખાલી કરી દેવામાં આવશે. તમારી જગ્યા તમારી આવડત થી મેળવો નહીં કે કોઈ રાજકારણ , રૂપિયા કે હોદા નો ઉપયોગ કરી (#MMO ) અનુભવ થી કહું છું જેટલાં સહજ રહેશો લોકો ની નજરમાં અને જીગરમાં સ્થાન મળી જ જશે અને પછી કોઈ હોદા કે લીડર બનવાની જરૂર નહીં પડે.

આપણી પાસે બધું હોય છતાં આપણને બીજાં પાસે જે છે તે જ મેળવવા ની તાલાવેલી હોય ત્યારે સંતોષ વગર નો સ્વભાવ એ અભાવ થયો જે પોતાની પાસે જે છે તેને પણ માણી શકતા નથી. ( #MMO )