chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

ઝઘડીને, એકબીજા પર આક્ષેપો કરીને, એકબીજાના વાંક કાઢીને અથવા તો એકબીજાને ગાળો દઈને છૂટા પડવા કરતાં પ્રેમથી, સલુકાઈથી અને સાત્ત્વિકતાથી જુદા પડવામાં ક્યારેક વધુ વેદના થાય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંવેદનાઓ ક્યારેક સોંસરવી ઊતરતી હોય છે. સારા હોવાની પણ અમુક સજા ભોગવવી પડતી હોય છે. કોઈ અપેક્ષા ન હોય, કોઈ સ્વાર્થ ન હોય, કોઈ ખોટો ઇરાદો ન હોય તો પણ સાથ છૂટતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

વેવલેન્થ એ બીજું કંઈ નથી, પણ કંઈ જ બોલ્યા વગર એકબીજાને સમજવાની અને એકબીજાને પામવાની એક અલૌકિક ઘડી જ હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

મૂલ્ય વગરની ચીજો જ્યારે અમૂલ્ય બની જાય ત્યારે સમજવું કે આપણી લાગણીઓ તેમાં રોપાઈ ગઈ છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

નિષ્ફળતાથી એ જ માણસ હારી જતો હોય છે જેના સંબંધો સાર્થક અને સજીવન નથી! તમને પ્રેમ કરનારાઓને પ્રેમ કરતા રહો, સમયને તમારી ફેવરમાં રહ્યા વગર કોઈ છૂટકો જ નથી!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

 પ્રેમ, સ્નેહ, લગન, વાત્સલ્ય, ઉષ્મા અને સંવેદના મૌનમાં વધુ સાકાર થતી હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

આપણને આપણી વ્યક્તિમાં જે પ્રેમ, લાગણી, સ્નેહ અને સંવેદનાની તલાશ છે એ આપણને ત્યારે જ મળશે જો આપણે એની એ જ અપેક્ષાઓને ઓળખી અને તેને સંતોષવા પ્રયાસ કરીશું. જે જોઈતું હોય એ આપીએ તો જ મળે! 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

આપણે સંબંધોની સફળતા કે નિષ્ફળતા વિશે ભાગ્યે જ વિચારીએ છીએ. એક વાત યાદ રાખજો, જો તમારા સંબંધોની સફળતા સલામત હશે ને તો દુનિયાની બીજી કોઈ નિષ્ફળતા તમને ડરાવી કે થકાવી નહીં શકે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સાંનિધ્ય એટલે માત્ર તનની હાજરી જ નહીં, પણ મનનું સામિપ્ય! સાંનિધ્ય સંવેદનાઓથી સર્જાય છે, શરીરથી નહીં!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat