chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

આપણી વ્યક્તિ આપણી સાથે હોય ત્યારે પણ એક અલૌકિક એકાંતનો અહેસાસ થઈ શકે, શરત એટલી જ હોય છે કે બંને એક શબ્દ પણ બોલ્યા વગર એકબીજા સાથે સંવાદ સાધી શકે અને સંવાદ સમજી શકે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

અમુક સંબંધો પ્રાઇઝ ટેગને અતિક્રમી જતા હોય છે, ત્યાં માત્ર એક જ ટેગ હોય છે કે, હું તને પ્રેમ કરું છું. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

મૌન એક સાધના છે. સાત્ત્વિક મૌન માણસને ઉમદા બનાવે છે. એકાંતનું મહત્ત્વ એટલા માટે જ છે કે માણસ શબ્દો બોલ્યા વગર પોતાની સાથે સંવાદ સાધી શકે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંબંધમાં બંધન અને મુક્તિ બંને જરૂરી છે. બંધન સ્વૈચ્છિક અને સાહજિક હોવું જોઈએ. મુક્તિ કે બંધનનો ભાર ન હોવો જોઈએ. કંઈ જ લદાવવું ન જોઈએ, બધું સ્વીકારેલું હોવું જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

ખામોશીની એક ભાષા હોય છે. એ ભાષા પાસે શબ્દકોશના દરેક શબ્દ ફીકા પડે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંબંધોમાં જે ઓગળી નથી શકતા એ જ જામી જતા હોય છે. ગઠ્ઠો ન થઈ જાય એ માટે પીગળવું જરૂરી હોય છે. ગળામાં બાઝી ગયેલો ડૂમો ગળાફાંસો ન બની જાય એની પણ તકેદારી રાખવી પડતી હોય છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંબંધમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધામાં ઘટાડો થાય એ સાથે સંબંધનું પોત પાતળું પડવા લાગે છે. સંબંધને સક્ષમ રાખવા માટે એને સ્નેહથી સીંચતા રહેવું પડે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

આપણને ન ગમે એવું કોઈ ન કરતું હોય ત્યારે આપણે એને ગમતું હોય એવું જ કરવું એ પ્રેમનો પર્યાય જ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંબંધમાં સાચી સ્થિતિ જાણ્યા વગર ઉગ્ર થઈ જવાથી જ ક્યારેક સંબંધ અંત તરફ ઢસડાઈ જતો હોય છે! વાહિયાત કારણસર સંબંધ તૂટે તો સમજવું કે આપણા સંબંધમાં ઊંડાણનો અભાવ હતો!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat