chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

જિંદગી પ્રત્યે તમારો નજરિયો કેવો છે એના ઉપર સુખ અને દુ:ખનો આધાર રહેતો હોય છે. સુખ ગણો તો સુખ અને દુ:ખ ગણો તો દુ:ખ. નક્કી કરો કે મારે સુખી અને ખુશ રહેવું છે, તમને દુ:ખી કે ઉદાસ કરવાની કોઈનામાં તાકાત નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સોળે કળાએ ખીલેલા સંબંધો આપણું સદભાગ્ય હોય છે. હાથની રેખાઓમાં સંબંધો દેખાતા નથી, એ જિવાતા હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સુખ અને દુ:ખમાં મોટાભાગે ચોઇસ આપણી જ હોય છે. પસંદગી કરતા ન આવડે તો દુ:ખી જ રહીએ. આપણી જિંદગી પ્રત્યે આપણું પર્સેપ્શન જ આપણને પ્લેઝર કે પેઇન આપતું હોય છે.    
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંવાદમાં જીવ ન હોય ત્યારે સંબંધ મરણપથારીએ હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

શૂન્યમન્સ્ક સ્થિતિ એ જીવની કામચલાઉ ગેરહાજરી જ હોય છે. એબસન્ટ માઇન્ડ એ આજના સમયની સૌથી મોટી વિપદા છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

જિંદગીમાં પણ આપણે શું દેખાડવું અને શું ઇગ્નોર કરવું એ આપણા હાથમાં હોય છે. સુખ અને દુ:ખ પ્રત્યે આપણો એટિટ્યૂડ કેવો છે એના ઉપરથી આપણું સુખ કે દુ:ખ નક્કી થતું હોય છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

આપણી વ્યક્તિ આપણને બધી સગવડ, સુવિધા અને સંવેદના આપી શકે, પણ સુખી તો આપણે આપણી જાતે જ થવું પડે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

દરિયાનાં મોજાં કિનારે માથાં પછાડતાં હોય છે, પણ એ જ દરિયો મધદરિયે શાંત હોય છે. જિંદગીને સમજવા માટે દરિયાની ગહનતા સમજાવી જોઈએ. તમારી સંવેદનાઓ જો ઊંડાણવાળી હશે તો તમારા સંબંધો સ્થિર હશે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

મોબાઇલના કેમેરામાં ફોટો પાડીને આપણે એને ફાઇન ટ્યૂન કરીએ છીએ. આપણી ‘ઇમેજ’ને આપણે કેટલી ઓળખીએ છીએ? 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat